જામનગરઃ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીશિન કેન્દ્રને ઝંડુ ભટ્ટનું નામ આપવામાં આવે તેવી વડાપ્રધાન પાસે માંગણી

જામનગરના ઝંડુ ભટ્ટને કારણે આયુર્વેદ ક્ષેત્રે વૈશ્વિક ખ્યાતિ મળી છે. ખોજાનાકા બહાર સુખનાથ મહાદેવ મંદિર પાસે ઝંડુ ભટ્ટે રસશાળાનો આંરભ કર્યો હતો. જેમાં દેશ-વિદેશના દર્દીઓ સારવાર લેવા આવતા. જે હાલ જીર્ણ-શિર્ણ અવસ્થા છે. જેનો જીર્ણોધ્ધાર જરૂરી છે.

જામનગરઃ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીશિન કેન્દ્રને ઝંડુ ભટ્ટનું નામ આપવામાં આવે તેવી વડાપ્રધાન પાસે માંગણી
Chancellor of Ayurveda University visiting Zandu Bhatt's school.
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 26, 2022 | 7:26 AM

આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું ઝંડુ ભટ્ટના નામની યાદી રહે તેવા પ્રયાસો કરાશે

ભારતની પરંપરાગત ચિત્કિત્સા પધ્ધતિને વિશ્વભરમાં માન્યતા મળી રહી છે. જેના મુળમાં જામનગરનો ફાળો રહ્યો છે. જામનગરના રાજવૈદ્ય ઝંડુ ભટ્ટની પ્રાચીન રસશાળાની મુલાકાત આયુર્વેદના કુલપતિએ લીધી. ઝંડુ ભટ્ટના પરીવારના સભ્યોને મળીને જણાવ્યુ કે ઝંડુ ભટ્ટના નામને આયુર્વેદ ક્ષેત્રે નવી પેઢી જાણે તેવા પ્રયાસો યુનિવર્સિટી દ્વારા કરાશે. વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિર્વિટી જામનગરમાં આવેલી છે. જામનગરનુ નામ આયુર્વેદ ક્ષેત્રે પ્રાંરભથી ઝળહળતુ રહ્યું છે. જામનગરના ઝંડુ ભટ્ટને કારણે આયુર્વેદ ક્ષેત્રે વૈશ્વિક ખ્યાતિ મળી.

ખોજાનાકા બહાર સુખનાથ મહાદેવ મંદિર પાસે ઝંડુ ભટ્ટે રસશાળાનો આંરભ કર્યો હતો. જેમાં દેશ-વિદેશના દર્દીઓ સારવાર લેવા આવતા. જે હાલ જીર્ણ-શિર્ણ અવસ્થા છે. જેનો જીર્ણોધ્ધાર જરૂરી છે. જામનગર આયુર્વેદના કુલપતિ ડો.મૃકુલ પટેલે આ રસશાળાની મુલાકાત લીધી હતી અને ભટ્ટના વંશજને મળીને આયુર્વેદ યુનિર્સિટીમાં તેની યાદ કાયમ રહે તે માટે તેની સ્મૃતિમાં કોઈ સ્મારક જગ્યાનુ નામ આપવાના પ્રયાસ યુનિવર્સિટી દ્વારા કરાશે તેમ જણાવ્યું હતું.

ઝંડુ ભટ્ટનુ નામ કરૂણાશંકર ભટ્ટ હતું. તેમની માતાએ કોઈ માનતા માનેલી હોવાથી તેમના વાળ કપાવ્યા ન હોવાથી વાળનુ મોટું ઝુંડ હોવાથી લોકો તેમને ઝંડુના હુલામણા નામથી બોલવાતા હતા. તેમના જીવનકાળ દરમ્યાન અનેક રાજાઓ અને વિભુતિઓના રોગોનો ઈલાજ કરીને ઈતિહાસમાં પોતાનુ સ્થાન જમાવ્યુ. કરૂણાશંકર ભટ્ટે તેમના ભાઈ મણીશંકર ભટ્ટ સાથે મળીને દવાશાળા અને રસશાળાનો પ્રાંરભ કર્યો હતો. જેમાં દેશ-વિદેશના દર્દીઓ સારવાર લઈને સાજા થઈને પરત જતા હતા. નદી કાંઠે રસશાળા કાર્યરત કરી હતી. એવું કહેવાય છે કે હોસ્પિટલાઈઝેશનનો પ્રયોગ આશરે દોઢસો વર્ષ પહેલા રાજવૈદ્ય ઝંડુજીએ કર્યો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કરૂણાશંકર ભટ્ટ જે ઝંડુ ભટ્ટના નામે પ્રસિધ્ધ થયા. તેના પરીવારજનોએ આયુર્વેદ ફાર્મા કંપની મુંબઈમાં સ્થાપી જે હાલ ઝંડુના નામે બ્રાન્ડ બની છે. જેની પ્રથમ રસશાળાને તંત્ર વિકસાવે, તેમજ તાજેતરમાં જામનગરમાં આકાર પામી રહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીશિન કેન્દ્રને ઝંડુ ભટ્ટનુ નામ આપવામાં આવે તેવી વડાપ્રધાન પાસે આ માંગણી કરેલ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા( WHO)નુ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીશીનનુ કેન્દ્ર જામનગર ગોરધનપરમાં આકાર લેશે. જેનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં ભુમિપુજન થયુ છે. જે કેન્દ્રને ઝંડુભટ્ટનુ નામ આપવાની માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ Arvalli: ચોરી આચરતી ગેંગનો સુત્રધાર અરવલ્લી LCB એ ભિલોડા નજીક થી ઝડપ્યો, સોના-ચાંદીના લગડીઓ અને દાગીના જપ્ત

આ પણ વાંચોઃ Jamnagar: આયુર્વેદિક દવાઓ અને પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોત, તો દેશમાં કોરોનાને નિયંત્રિત કરવું મુશ્કેલ સાબિત થાત

g clip-path="url(#clip0_868_265)">