કોંગ્રેસની ડિનર ડિપ્લોમસી, વિધાનસભા ચૂંટણી જીતવા “બે હજાર બાવીસ, કોંગ્રેસ લાવીશ” સૂત્ર આપ્યુ

કોંગ્રેસની ડિનર ડિપ્લોમસી, વિધાનસભા ચૂંટણી જીતવા બે હજાર બાવીસ, કોંગ્રેસ લાવીશ સૂત્ર આપ્યુ
Dinner Diplomacy of congress

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને થોડાક જ મહિનાઓ બાકી છે અને આગામી ચૂંટણીને લઈને રાજકીય હલચલ પણ વધી ગઈ છે. ભાજપ હોય કે કોંગ્રેસ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Mar 28, 2022 | 3:53 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં પણ નવીન સમાચારો સામે આવી રહ્યા છે. ગુજરાત ભાજપની ડિનર ડિપ્લોમસી (Dinner Diplomacy)બાદ અમદાવાદ (Ahmedabad)માં કોંગ્રેસ (Congress)ના નેતા ભરતસિંહ સોલંકીએ ડિનર ડિપ્લોમસીનું આયોજન કર્યું હતું. જેમાં ડિનર ડિપ્લોમસીના નામે ગુજરાતના ધારાસભ્યો અને નેતાઓને એકત્ર કરવામાં આવ્યા હતા. ભરતસિંહ સોલંકીએ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને નવુ સૂત્ર આપ્યું છે. “બે હજાર બાવીસ, કોંગ્રેસ લાવીશ” સૂત્ર સાથે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે પ્રચારના શ્રીગણેશ કરવા નિર્ણય લેવામાં આવ્યો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને થોડાક જ મહિનાઓ બાકી છે અને આગામી ચૂંટણીને લઈને રાજકીય હલચલ પણ વધી ગઈ છે. ભાજપ હોય કે કોંગ્રેસ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ બાદ કોંગ્રેસે પણ ડિનર ડિપ્લોમસી યોજી આગામી વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા માટે રણશિંગુ ફુંકી દીધુ છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ડિનર ડિપ્લોમસીનું આયોજન કર્યું હતું. જેમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો, અગ્રણી નેતાઓ અને વિવિધ જિલ્લાના આગેવાનોને આમંત્રણ આપ્યુ હતુ. જેમાં ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ડિનર ડિપ્લોમસીમાં ભરતસિંહ સોલંકીએ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને નવુ સૂત્ર આપ્યું છે. “બે હજાર બાવીસ, કોંગ્રેસ લાવીશ” સૂત્ર સાથે આગામી ચૂંટણીનો જંગ જીતવા હુંકાર કર્યો છે. અગાઉ 2017માં પણ ભરતસિંહે “નવસર્જન ગુજરાત”નું સૂત્ર આપ્યું હતું.

આ ડિનર ડિપ્લોમસીમાં સંગઠનના નવા માળખાની પણ જાહેરાત કરવામાં આવી છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસનું નવું માળખું જાહેર કરી દેવામાં આવ્યું છે. નવી જાહેર કરાયેલી યાદીમાં 25 ઉપાધ્યક્ષો અને 75 મહામંત્રીઓ અને 5 પ્રોટોકોલ મંત્રીની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત 19 શહેર-જિલ્લા પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિરવ બક્ષીના નામની જાહેરાત કરાઈ. તો ઉપાધ્યક્ષ પદે સત્યજીત ગાયકવાડની નિમણૂક કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે હેમાંગ વસાવડા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો-

Rajkot : સતત બીજા દિવસે રખડતાં ઢોરનો ત્રાસ, બે મહિલાઓને હડફેટે લીધા, ઢોર-તંત્ર મૂક પ્રેક્ષક !

આ પણ વાંચો-

Ahmedabad : મેડિકલેઇમ અને બિલ્ડરો દ્વારા છેતરપિંડીની ગ્રાહક સુરક્ષા સમિતિમાં ફરિયાદોમાં વધારો, આ આંકડો તમને ચોંકાવી દેશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati