AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતનો ચૂંટણી ગ્રાફ! મહિલા પ્રતિનિધિઓનો વધતો પ્રભાવ અને મતદારોના બદલાતા મિજાજ વચ્ચે હવે આગળની દિશા શું?

વિધાનસભાની ચૂંટણીથી લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી ઘણું બધું બદલાયું છે. આપણે જ્યારે ગુજરાતની ચૂંટણીના પહેલાના આંકડા જોઈએ છીએ, ત્યારે ખબર પડે છે કે સમયની સાથે લોકોનો મિજાજ પણ બદલાઈ રહ્યો છે.

ગુજરાતનો ચૂંટણી ગ્રાફ! મહિલા પ્રતિનિધિઓનો વધતો પ્રભાવ અને મતદારોના બદલાતા મિજાજ વચ્ચે હવે આગળની દિશા શું?
| Updated on: Apr 25, 2026 | 7:37 PM
Share

ગુજરાતનું રાજકારણ હંમેશા ચર્ચામાં રહે છે. વર્ષ 2017 થી વર્ષ 2021 સુધીની ચૂંટણી પર નજર કરીએ તો ખબર પડે છે કે લોકોનો મિજાજ બદલાઈ રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે, હવે રાજકારણમાં મહિલાઓનો પ્રભાવ વધી રહ્યો છે.

વર્ષ 2021 ના આંકડા જુઓ

ફેબ્રુઆરી 2021 માં યોજાયેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કુલ 6,56,42,404 નોંધાયેલા મતદારોમાંથી 4,10,83,432 નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિવિધ સંસ્થાઓમાં પડેલા કુલ મતો અને મતદાનની ટકાવારી જોઈએ તો, 6 મહાનગરપાલિકાઓમાં કુલ 1,81,13,422 મત (46.08%) પડ્યા હતા, જ્યારે 31 જિલ્લા પંચાયતોમાં 1,62,56,558 મત (66.68%), 231 તાલુકા પંચાયતોમાં 1,67,95,399 મત (66.84%) અને 81 નગરપાલિકાઓમાં 94,84,796 મતો (59.05%) નોંધાયા હતા.

આ ચૂંટણીમાં કુલ 24,438 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. આમાંથી 8809 મેદવારો વિજેતા બન્યા હતા. ખાસ કરીને મહિલા સશક્તિકરણની દૃષ્ટિએ આ ચૂંટણી મહત્વની રહી હતી, કારણ કે કુલ વિજેતા ઉમેદવારોમાં પુરુષો (4,205) કરતા મહિલાઓની સંખ્યા (4,604) વધુ નોંધાઈ હતી. પક્ષવાર પરિણામોમાં ભાજપ 6,490 બેઠકો સાથે મોખરે રહ્યો હતો, જ્યારે કોંગ્રેસે 1,858 અને આમ આદમી પાર્ટીએ 69 બેઠકો પર જીત મેળવી હતી.

વર્ષ 2017-18 માં કેટલું મતદાન રહ્યું?

આ રિપોર્ટ (વર્ષ 2017-18) મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતદાન આશરે 68.4% જેટલું નોંધાયું હતું, જેમાં પુરુષોનું મતદાન 70.5% અને મહિલાઓનું મતદાન 66.1% રહ્યું હતું. રાજ્યના 182 મતવિસ્તારોમાં નર્મદા જિલ્લો 79.15% સાથે સૌથી વધુ મતદાન ધરાવતો જિલ્લો રહ્યો હતો, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ઓછું એટલે કે 59.39% મતદાન જોવા મળ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી યોજાઈ હતી, જ્યાં કુલ મતદાનનો આંકડો 75.57% રહ્યો હતો, જે તે રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ મતદાન પૈકીનું એક હતું.

ચૂંટણીના પર્વ પર ગરમીનો પડકાર! તંત્રનો હુંકાર- ‘તમામ પડકારો ઝીલવા તંત્ર સજ્જ’, મતદારો માટે બૂથ પર કરાઈ ખાસ વ્યવસ્થા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">