Breaking news: સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, આરોપીની ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો, જુઓ Video
સુરતના અલથાણ વિસ્તારમાં 12 વર્ષની સગીરાની છેડતીની ઘટના બાદ ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. ધોરણ-10માં અભ્યાસ કરતી સગીરા ક્લાસ પૂરો કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે 39 વર્ષીય મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝે તેનો હાથ પકડી છેડતી કરી હોવાનો આરોપ છે. ઘટના બનતા આસપાસના લોકોએ તરત જ આરોપીને ઝડપી લઈને પોલીસને સોંપ્યો હતો.

કડક કાર્યવાહી કરવાની માગ સાથે હોબાળો કર્યો
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો અલથાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને કડક કાર્યવાહી કરવાની માગ સાથે હોબાળો મચાવ્યો હતો. ઉશ્કેરાયેલી ભીડે પોલીસ સ્ટેશન પરિસરમાં આરોપી પર હુમલો પણ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.
પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેની સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. સુરક્ષા જાળવવા વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લોકો સાથે ચર્ચા કરીને સ્થિતિ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. સગીરાની માતાએ પોલીસ અને સમાજના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
સુરતના સરોલીમાં વિધર્મી હેવાન બન્યો, 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી, પોલીસે દુષ્કર્મીની કરી ધરપકડ
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો