AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી દરમિયાન કેવું રહેશે હવામાન? ચાલો જુઓ તંત્ર ની તૈયારીઓ, મતદારો માટે બૂથ પર કરાઈ ખાસ વ્યવસ્થા

ગુજરાતમાં ચૂંટણી દરમિયાન મહત્તમ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. હવામાન વિભાગના હીટવેવ એલર્ટને પગલે કલેક્ટરે જાહેરાત કરી છે કે, દરેક પોલિંગ બૂથની બહાર મંડપ, પીવાનું પાણી અને ORSની વ્યવસ્થા કરવામાં આવશે. ગમે તેવી ગરમીમાં પણ મતદારોને હાલાકી ન પડે તે માટે AMCના 4400થી વધુ મથકો પર ખાસ મેડિકલ સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે.

ચૂંટણી દરમિયાન કેવું રહેશે હવામાન? ચાલો જુઓ તંત્ર ની તૈયારીઓ, મતદારો માટે બૂથ પર કરાઈ ખાસ વ્યવસ્થા
Image Credit source: Tv9Gujarati
| Updated on: Apr 26, 2026 | 1:36 PM
Share

આવતીકાલે જ્યારે અમદાવાદના મતદારો નગરપાલિકા અને મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ ચુનવા માટે નીકળશે, ત્યારે તેમની સામે સૌથી મોટો પડકાર કુદરતનો એટલે કે કાળઝાળ ગરમીનો રહેશે. હવામાન વિભાગે 26 એપ્રિલ માટે ‘સીવિયર હીટવેવ’નું એલર્ટ જાહેર કર્યું છે.

તંત્રની મેગા તૈયારીઓ:

અમદાવાદ કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે મહત્તમ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર તમામ પડકારો ઝીલવા સજ્જ છે. આ સાથે જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા પણ આવી જ કંઈક તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં પીવાના પાણીના કેમ્પર, ORS અને ગ્લુકોઝ જેવી જીવનજરૂરી સેવાઓની સુવિધા પૂરી પાડવામાં આવશે. સાથે પોતાના કાર્યકરોને મતદાન અંગે સૂચના આપી છે. મતદાતાઓ ઓછી ગરમીમાં સવારે જ મતદાન કરી લે તેવી અપીલ કરાઈ છે. મતદાન કેન્દ્રો બહાર કાપડના શેડ લગાવી અલાયદી વ્યવસ્થા કરાઈ છે. કેન્દ્ર પર શેડની વ્યવસ્થા ના હોય ત્યાં ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે.

  • મંડપની વ્યવસ્થા: AMCના 4400 થી વધુ મતદાન મથકો પર મતદારોને તડકાથી બચાવવા માટે ખાસ મંડપ ઊભા કરવામાં આવશે.
  • ORS અને પાણી: દરેક પોલિંગ બૂથ પર પીવાનું પાણી અને ORS ના પેકેટ ઉપલબ્ધ કરાવાશે જેથી ડિહાઈડ્રેશનથી બચી શકાય.
  • તાત્કાલિક સારવાર: જો કોઈ મતદારની તબિયત ગરમીના કારણે બગડે, તો તેને તાત્કાલિક મેડિકલ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આવતીકાલના હવામાનની સ્થિતિ (26-04-2026):

હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 43°C થી 45°C સુધી જવાની પૂરી શક્યતા છે.

  • સવારે 8 થી 12: તાપમાન 32°C થી વધીને 41°C સુધી પહોંચશે.
  • બપોરે 12 થી 4 (પીક અવર્સ): આ સમયગાળામાં ગરમી સૌથી વધુ (45°C) રહેશે અને લૂ ફેંકાશે.
  • સાંજે 4 પછી: તાપમાનમાં ધીમો ઘટાડો થશે, પણ ગરમી યથાવત રહેશે.

15 ચૂંટણી શહેરોનું હવામાન પૂર્વાનુમાન (નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારો)

  • અમદાવાદ: આકાશ સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 43°C થી 45°C વચ્ચે રહેવાની શક્યતા છે.
  • રાજકોટ: સૌરાષ્ટ્રના આ કેન્દ્રમાં પારો 44°C ને સ્પર્શી શકે છે.
  • કચ્છ: રણકાંઠાના વિસ્તારોમાં શુષ્ક હવામાન અને કાળઝાળ ગરમી રહેશે.
  • વડોદરા: તાપમાનમાં 2-3°C નો વધારો નોંધાશે, પારો 42°C ની આસપાસ રહેશે.
  • સુરત: દરિયાકાંઠાના કારણે અહીં ગરમ અને ભેજવાળી હવા (Humid Heat) થી લોકો પરેશાન થશે.
  • જામનગર: શુષ્ક હવામાન સાથે તાપમાન 39°C થી 40°C રહેશે.
  • ભાવનગર: ગરમ પવન સાથે બફારાનું પ્રમાણ વધુ રહેશે.
  • નવસારી: દક્ષિણ ગુજરાતના આ ભાગમાં ભેજને કારણે અસ્વસ્થતા અનુભવાશે.
  • વલસાડ: દરિયાઈ પવન અને ગરમીનું મિશ્રણ રહેશે.
  • આણંદ: મધ્ય ગુજરાતમાં લૂ ફેંકાવાની શક્યતા છે, તાપમાન 42°C રહેશે.
  • ખેડા: પારો ઉંચો જશે અને બપોરના સમયે ગરમીનું મોજું ફરી વળશે.
  • મહેસાણા: ઉત્તર ગુજરાતમાં પારો 43°C સુધી પહોંચી શકે છે.
  • મોરબી: સૂકું હવામાન અને આકરો તડકો જોવા મળશે.
  • સુરેન્દ્રનગર: ઝાલાવાડમાં પારો 44°C ને પાર કરી શકે છે.
  • પોરબંદર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ-ભેજવાળું હવામાન રહેશે.

તંત્રની અપીલ:

અમદાવાદ કલેક્ટરે જણાવ્યું છે કે ગરમી ભલે વધુ હોય, પણ મતદારોની સુવિધા માટે તંત્રએ કોઈ કમી રાખી નથી. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતો સલાહ આપે છે કે મતદારોએ હળવા સુતરાઉ કપડાં પહેરવા, માથું ઢાંકવું અને પૂરતા પ્રમાણમાં પાણી પીને જ મતદાન કરવા જવું.

નિવૃત્તિ પછીની ચિંતા છોડો! સરકાર અટલ પેન્શન યોજનામાં આપશે ડબલ બેનિફિટ, જાણો નવો પ્રસ્તાવ

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">