Vav By-Election Result : વાવ વિધાનસભા બેઠકનું પરિણામ જાહેર, ભાજપના સ્વરુપજી ઠાકોરની થઈ જીત
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. જેમાં આ વખતે સત્તાનો ઉલટફેર થયો છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપના સ્વરુપજી ઠાકોર 1300 મતથી જીત મેળવી છે.
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. જેમાં આ વખતે સત્તાનો ઉલટફેર થયો છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપના સ્વરુપજી ઠાકોર 1300 મતથી જીત મેળવી છે. આશરે સાત વર્ષ પછી વાવ વિધાનસભા બેઠક પર ભગલો લહેરાયો છે.
બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 13 નવેમ્બરે મતદાન યોજાયું હતું. વાવ વિધાનસભા બેઠક પર 3.10 લાખ મતદારો મતદાનનો ઉપયોગ કરશે. વાવની પેટાચૂંટણીના જંગમાં ત્રિપાંખીયો મુકાબલો જામ્યો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર છે. બંન્ને મુખ્ય પક્ષ સહિત 10 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા.જ્યાં વાવ વિધાનસભા બેઠક પર 3.10 લાખ મતદારો મતદાનનો ઉપયોગ કર્યો હતો.
23 રાઉન્ડમાં કરાઈ મતગણતરી
વાવ વિધાનસભા બેઠકની મત ગણતરી કુલ 23 રાઉન્ડમાં યોજાઈ છે. 1 રાઉન્ડમાં 14 મતદાન કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા હતા. મતગણતરી કેન્દ્રો CCTVથી સજ્જ કરાયા હતા. તેમજ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો ફરજ પર હાજર રહ્યાં હતા. 159થી વધુ અધિકારી -કર્મચારી મતગણતરીમાં કાર્યરત હતા .આ સાથે જ હેલ્પલાઈન નંબર 1950 કાર્યરત હતા.
ગેનીબેન સામે સ્વરુપજી ઠાકોરની થઈ હતી હાર
આ ઉપરાંત વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ બેઠક પર રાજપૂત અને ઠાકોરનો વચ્ચે જંગ જામ્યો હતો. 2022મા ગેનીબેન ઠાકોર સામે સ્વરૂપજી ઠાકોરની હાર થઇ હતી. પરંતુ ફરી એક વાર ભાજપે સ્વરુપજી ઠાકોરને ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી.
કોણ છે ગુલાબસિંહ રાજપૂત ?
બનાસકાંઠાના સુઈગામ તાલુકાના અસારવા ગામના વતની છે. પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. પ્રથમ વખત વર્ષ 2019માં પેટા ચૂંટણીમાં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાત યુથ કોંગ્રેસ, NSUIના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત પાછળ મહત્વની ભૂમિકા છે. વર્ષ 2022માં થરાદથી વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ પણ પ્રજા વચ્ચે સક્રિય છે.
2017 અને 2022માં શું હતું પરિણામ
વાવ વિધાનસભા ચૂંટણીની છેલ્લી બે ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો 2017 અને 2022ની ચૂંટણીમાં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર જીત મેળવી હતી. 2017માં ગેનીબેન સામે ભાજપમાંથી શંકર ચૌધરી ચૂંટણી લડ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર જીત્યા હતા. 2017ની ચૂંટણીમાં પણ ગેનીબેન વિજય થયો હતો. 2022માં પણ કોંગ્રેસે ગેનીબેનને રિપિટ કર્યા હતા. જોકે ભાજપે ઉમેદવાર બદલીને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી.