5 state assembly election results 2021 Highlights: નંદીગ્રામનું ફાઈનલ રણ ભાજપને ફાળે, મમતા બેનર્જી હાર્યા

5 State Assembly Election Results 2021 LIVE Counting and Updates: દેશનાં પાંચ રાજ્યનાં બહુ ગાજેલા ચૂંટણી જંગનું પરિણામ આજે છે અને આજે મુખ્ય પક્ષો વચ્ચે થનારા બળાબળનાં પારખા પણ ખબર પડી જશે.

 • Pinak Shukla
 • Published On - 16:46 PM, 2 May 2021
5 state assembly election results 2021 Highlights: નંદીગ્રામનું ફાઈનલ રણ ભાજપને ફાળે, મમતા બેનર્જી હાર્યા
5 state assembly election results 2021 LIVE: આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ, પોંડિચેરી અને તમિલનાડુનાં આવશે પરિણામ, મેળવો સૌથી ઝડપી અપડેટ

5 state assembly election results 2021 LIVE: દેશનાં પાંચ રાજ્યનાં બહુ ગાજેલા ચૂંટણી જંગનું પરિણામ આજે છે અને આજે મુખ્ય પક્ષો વચ્ચે થનારા બળાબળનાં પારખા પણ ખબર પડી જશે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે જે પ્રકારે કાંટાની ટક્કર થઈ છે અને એગ્ઝિટ પોલ પણ પચાસ ટકાનાં બેઝ પર છે ત્યારે આજનાં પરિણામો પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.

અત્યાર સુધીના પરિણામો અનુસાર, સ્પષ્ટ છે કે આસામમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સતત બીજી વખત સરકારમાં આવશે. તે જ સમયે, પુડ્ડુચેરીમાં, એનડીએ પ્રથમ વખત સરકાર બનાવવાની સ્થિતિમાં હોય તેવું લાગે છે.તામિલનાડુમાં ડીએમકેની જીત લગભગ નિશ્ચિત છે. દરેક પશ્ચિમ બંગાળની ચૂંટણી પર નજર રાખતા હતા, અહીં પણ પરિસ્થિતિ લગભગ સ્પષ્ટ જણાય છે અને તૃણમૂલ કોંગ્રેસ ભારે બહુમતી સાથે સરકારમાં પરત ફરતી જોવા મળે છે. જો આપણે કેરળના પરિણામો પર નજર કરીએ તો, એલડીએફ રાજ્યમાં લગભગ ચાર દાયકાની પરંપરાને તોડીને સતત બીજી વખત સરકાર બનાવતો જોવા મળે છે.

કેરળની વાત કરીએ તો, પિનરાઈ વિજયનની પાર્ટી એલડીએફ ફરીથી સરકાર બનાવી શકે છે, તમામ એક્ઝિટ પોલ આ દાવો કરી રહ્યા છે. તમિલનાડુમાં ડીએમકેને સત્તા મળે તેવી સંભાવના છે. કોંગ્રેસ અને ભાજપ પાસેથી પુડ્ડુચેરીની સત્તાની ચાવી કોને મળશે, તે પણ આજે જાણવામાં આવશે.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 02 May 2021 16:46 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: પોંડિચેરીનાં મન્નાદિપેટમાં BJPનો વિજય

  5 state assembly election results 2021 LIVE: પોંડિચેરીની વિધાનસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારે જીત હાંસલ કરી છે. જીત બાદ તેમણે કહ્યું કે મને તમારો પ્રતિનિધિ ચૂંટી લાવવા બદલ મતદાતાઓને ધન્યવાદ કહું છું.

 • 02 May 2021 16:41 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: મમતા બેનર્જીને રાજનાથસિંહે આપી જીતની શુભેચ્છા

  5 state assembly election results 2021 LIVE: રક્ષાપ્રધાન અને ભાજપનાં વરિષ્ઠ નેતા રાજનાથ સિહે મમતા બેનર્જીને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી.

   

   

 • 02 May 2021 16:37 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: મમતા બેનર્જીએ જીતી નંદીગ્રામની ચૂંટણી

  5 state assembly election results 2021 LIVE: પશ્ચિમ બંગાળનો સૌથી મોટો મુકાબલો એટલે કે નંદીગ્રામ, મમતા બેનર્જીએ જીતી લીધો છે. શરૂઆતમાં શુભેન્દુ મમતા કરતા આગળ ચાલી રહ્યા હતા જો કે બાદમાં મમતાએ સારી એવી લીડ મળવી લીધી હતી. છેલ્લા રાઉન્ડ સુધી બંને વચ્ચે ટક્કર રહી હતી. ચૂંટની પંચે હજુ સુધી અધિકારીક રીતે આ વિજયને જાહેર નથી કર્યો.

   

   

 • 02 May 2021 15:49 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે ન થાય ઉજવણી, સ્ટાલિને કરી સમર્થકોને અપીલ

  5 state assembly election results 2021 LIVE: તામિલનાડુમાં DMKની જીત લગભગ હવે નક્કી જ છે.એવામાં કોરોના મહામારી વચ્ચે સડક પર ઉતરેલા કાર્યકર્તાઓને ઉજવણીમાં લાગ્યા હતા. DMK પ્રમુખ સ્ટાલિને કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે તે આ રીતે ઉજવણી કરવાથી બચે.

   

   

 • 02 May 2021 15:42 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: અત્યાર સુધીનાં પરિણામ શું કહી રહ્યા છે ?

  5 state assembly election results 2021 LIVE:

  અત્યાર સુધીના પરિણામો અનુસાર, સ્પષ્ટ છે કે આસામમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સતત બીજી વખત સરકારમાં આવશે. તે જ સમયે, પુડ્ડુચેરીમાં, એનડીએ પ્રથમ વખત સરકાર બનાવવાની સ્થિતિમાં હોય તેવું લાગે છે.તામિલનાડુમાં ડીએમકેની જીત લગભગ નિશ્ચિત છે. દરેક પશ્ચિમ બંગાળની ચૂંટણી પર નજર રાખતા હતા, અહીં પણ પરિસ્થિતિ લગભગ સ્પષ્ટ જણાય છે અને તૃણમૂલ કોંગ્રેસ ભારે બહુમતી સાથે સરકારમાં પરત ફરતી જોવા મળે છે. જો આપણે કેરળના પરિણામો પર નજર કરીએ તો, એલડીએફ રાજ્યમાં લગભગ ચાર દાયકાની પરંપરાને તોડીને સતત બીજી વખત સરકાર બનાવતો જોવા મળે છે.

 • 02 May 2021 15:36 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: સર્વર પર વધારે લોડ આવી ગયો હતો, ગણતરી અટકી નથી: ઈલેક્શન કમિશન

  5 state assembly election results 2021 LIVE: ઈલેક્શન કમિશનની વેબ સાઈટ પર ડેટા મોડેથી અપડેટ થઈ રહ્યા હોવાની વત પર ઈલેક્શન કમિશને સફાઈ આપતા જણાવ્યું કે વોટોની ગણતરીની સ્પીડ ઓછી નથી થઈ, સર્વર પર લોડ વધારે આવી ગયો હતો. સર્વર ડાઉન થઈ ગયું હતું

   

 • 02 May 2021 15:24 PM (IST)

  Mamta banerjee vs Suvendu adhikari: 3800 મતથી આગળ ચાલી રહી છે મમતા બેનર્જી

  5 state assembly election results 2021 LIVE: 15 રાઉન્ડની ગણતરી બાદ નંદીગ્રામ વિધાનસભા સીટ પરથી TMC પ્રમુખ મમતા બેનર્જી 3800 મતથી આગળ ચાલી રહ્યા છે. 15 રાઉન્ડ આવતા સુધીમાં મમતા આગળ નિકળી ચુક્યા છે.

 • 02 May 2021 15:02 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચના આદેશની ઐસી કી તૈસી કરી લોકોની ઉજવણી, કોરોના ગાઈડલાઈનનાં ધજાગરા

  5 state assembly election results 2021 LIVE: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ TMCને મળી રહેલી લીડ બાદ કાર્યકર્તાઓ કોરોનાની ગાઈડલાઈનને ભુલાવીને ઉજવણીમાં લાગી ગયા. ચૂંટણી પંચનાં આદેશને ગણકાર્યા વગર લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

   

 • 02 May 2021 14:57 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: અત્યાર સુધી TMCનાં આ ઉમેદવારો જીત્યા

  5 state assembly election results 2021 LIVE: મહેશતલાથી દુલાલ દાસ વિજયી થયા. સોનારપુર ઉત્તરની ફિરદૌસી બેગમ 22 હજાર મતથી વિજયી. આ પહેલા આવા પરિણામમાં વિદેશ બોઝ વિજયી થયા હતા. આ સિવાય સોનારપુરમાંથી લવલી મૈત્ર વિજયી બન્યા, બાલીગંજમાંથી સુબ્રત મુખર્જી વિજેતા બન્યા.

   

 • 02 May 2021 14:39 PM (IST)

  Mamta banerjee vs Suvendu adhikari: મમતા બેનર્જી નંદીગ્રામમાં હવે 2331 મતથી આગળ

  5 state assembly election results 2021 LIVE: બંગાળનાં નંદીગ્રામમાં હાલમાં મમતા બેનર્જી 2331 મતથી આગળ છે. 14 રાઉન્ડની વોટિંગ અહીં પુરી થઈ ચુકી છે. ભાજપનાં શુભેન્દુ અધિકારી બીજા નંબર પર ચાલી રહ્યા છે.

 • 02 May 2021 14:36 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: ઉલુવેરિયા નોર્થ બેઠક પરથી TMCનાં ઉમેદવાર વિદેશ બોસ જીત્યા, TMCનાં ખાતામાં બીજી બેઠક

  5 state assembly election results 2021 LIVE: TMCના્ં ખાતામાં બીજી બેઠકની જીત નોંધાઈ છે. પાર્ટીનાં વિદેશ બોઝ જીત્યા છે. ઉલૂવેરિયા નોર્થ સીટ પરથી TMCનાં ઉમેદવાર હતા અને તે 17212 મતથી જીત્યા છે.

   

 • 02 May 2021 14:28 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: પોંડિચેરીમાં 4 બેઠકનાં પરિણામ જાહેર

  5 state assembly election results 2021 LIVE: પોંડિચેરી વિધાનસભા ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા એ એન આર કોંગ્રેસે 2 , દ્રવિડ મુનેત્ર કડગમ, ભાજપે 1-1 સીટ જીતી છે. પાછલા મહિને જ કોંગ્રેસની સરકાર ટુટી પડવાને લઈ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાડી દેવામાં આવ્યું હતું.

   

 • 02 May 2021 14:24 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: TMC ઉમેદવાર મનોજ તિવારી જીત્યા

  5 state assembly election results 2021 LIVE: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ પરિણામ આવી ગયું છે કે જેમાં TMCનાં મનોજ તિવારીએ જીત નોંધાવી છે. તેમને 23822 વોટ મળ્યા છે.

   

   

 • 02 May 2021 14:21 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: મમતા બેનરજીની જીત પર ચારે તરફથી શુભેચ્છાનો વરસાદ

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં ટીએમસી 205 બેઠક પર આગળ છે જેને લઈને સંજય રાઉતે મમતા બેનર્જીને શુભેચ્છાઓ આપતા લખ્યું કે બંગાળની વાઘણને ખુબ શુભેચ્છાઓ. બીજી તરફ ટીએમસી નેતા ડેરેક આ બ્રાયને ભાજપ પર ચુટકી લેતુ ટ્વીટ કર્યું હતું ..

   

 • 02 May 2021 13:58 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: અરવિંદ કેજરીવાલે મમતા બેનર્જીને આપી શુભેચ્છા

  5 state assembly election results 2021 LIVE: ચૂંટણી પરિણામમાં TMCને 200 કરતા વધારે બેઠક પર આગળ ચાલવાને લઈ દિલ્હીનાં મુખ્યપ્રધાન કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે મમતા બેનર્જીને આ જીત માટે શુભેચ્છા. શું લડાઈ લડી છે. બંગાળનાં લોકોને પણ શુભેચ્છા.

   

   

 • 02 May 2021 13:52 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: મમતા અને સ્ટાલિનને શરદ પવારે આપી શુભેચ્છા

  5 state assembly election results 2021 LIVE: પરિણામ થોડુ સ્પષ્ટ થવા લાગતા રાજકીય શુભેચ્છાઓની શરૂઆત થવા લાગી છે. શરદ પવારે મમતા બેનર્જી અને તમિલનાડુમાં સ્ટાલિનને શુભેચ્છાઓ પાઠવી હતી.

   

   

   

 • 02 May 2021 13:48 PM (IST)

  Mamta banerjee vs Suvendu adhikari: નંદીગ્રામમાં મમતા બેનરજી 2700 મતથી આગળ

  5 state assembly election results 2021 LIVE: પશ્ચિમ બંગાળમાં હાલમાં TMC 206 સીટ પર આગળ ચાલી રહી છે. ભાજપ 83 બેઠક પર આગળ છે. ભાજપનાં શુભેન્દુ અધિકારી 2700 વોટથી પાછળ ચાલી રહ્યા છે.

   

 • 02 May 2021 12:36 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: નંદીગ્રામમાં મમતા બેનર્જી આગળ નિકળી, અખિલેશ યાદવે કહ્યું કે જનતાએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં કાંટાની ટક્કર વચ્ચે નંદીગ્રામમાં હવે મમતા બેનર્જી 1000 જેટલા મતથી આગળ નિકળી ચુક્યા છે. જેમજેમ TMCનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે તેમતેમ હવે રાજકીય પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે. UPનાં પૂર્વ મુખ્યપ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું છે કે જનતાએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે.

   

 • 02 May 2021 12:28 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળનાં શરૂઆતનાં પરિણામમાં TMC 200ને પાર, મનાઈ બાદ પણ કાર્યકર્તાઓની ઉજવણી

  5 state assembly election results 2021 LIVE: બંગાળનાં શરૂઆતનાં પરિણામમાં TMC 200ને પાર, મનાઈ બાદ પણ કાર્યકર્તાઓની ઉજવણી

   

 • 02 May 2021 12:18 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: આગળ ચાલી રહ્યો છે સ્ટાલિનનો પૂત્ર ઉદયનિધિ

  5 state assembly election results 2021 LIVE: DMKનાં ઉદયનિધિ સ્ટાલિન હાલમાં ચેપુક-તિરૂવલ્લિકેની બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. તમિલનાડુમાં DMK 135 બેઠક સાથે આગળ છે અને ત્યાં સરકાર બનાવી શકે છે. સત્તાધારી AIDMK શરૂઆતનાં પરિણામમાં 98 બેઠક પર આગળ છે.

   

 • 02 May 2021 12:12 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જી 3781 મતથી પાછળ, ક્રિકેટર મનોજ તિવારી આગળ

  5 state assembly election results 2021 LIVE:  બંગાળમાં નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જી 3781 મતથી પાછળ, ક્રિકેટર મનોજ તિવારી આગળ

   

   

 • 02 May 2021 12:04 PM (IST)

  Mamta banerjee vs Suvendu adhikari: નંદીગ્રામમાં શુભેન્દુ અધિકારી 3686 મતથી આગળ

  5 state assembly election results 2021 LIVE: પાંચમાં રાઉન્ડની વોટની ગણતરી સુધી બંગાળનાં નંદીગ્રામથી ભાજપનાં શુભેન્દુ અધિકારી 3686 મતથી આગળ ચાલી રહ્યા છે. ભાજપને 34428, ટીએમસીને 30742, CPIMને 1890 મત મળ્યા છે.

 • 02 May 2021 12:01 PM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં ભાજપ હવે 100 બેઠક પર અટકી ગઈ જ્યારે TMC 189 બેઠક પર આગળ

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં શરૂઆતનાં પરિણામોની અગર વાત કરીએ તો TMC 189, BJP 99, સંયુક્ત મોરચો 2 અને અન્ય 1 આગળ છે. ચૂંટણી પંચ પ્રમાણે ટીએમસી 185 બેઠક પર આગળ છે. ટીએમસીનાં મહામંત્રી પાર્થ ચેટર્જીએ કહ્યું કે રાજ્યની જનતા મમતા બેનર્જી સાથે છે. જેવી રીતે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી પર હુમલા થયા તેનો લોકોએ જવાબ વાળ્યો છે.

   

   

   

 • 02 May 2021 11:49 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: નંદીગ્રામમાં મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે મતોનું અંતર ઘટ્યું

  5 state assembly election results 2021 LIVE: નંદીગ્રામમાં મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે મતોનું અંતર ઘટ્યું. 7000 મતોનું અંતર હવે 3781 થઈ ગયું છે. ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર આ અપલોડ કરવામાં આવ્યું છે.

   

 • 02 May 2021 11:45 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: આસામમાં અમે બનાવીશું સરકાર: સર્બાનંદ સોનોવાલ

  5 state assembly election results 2021 LIVE: આસામનાં મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે તે સરકાર બનાવવા માટે જઈ રહ્યા છે. જનતાએ તેમને આશિર્વાદ આપ્યા છે. હાલનાં સમયનો ટ્રેન્ડ તેમના પક્ષમાં હોવાનું જણાવ્યું છે. આસામમાં હાલમાં NDA 83 UPA- 39 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

   

 • 02 May 2021 11:41 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: તમિલનાડુનાં શરૂઆતનાં પરિણામમાં DMKને બહુમત મળ્ચા બાદ ઉજવણી શરૂ કરી દેવાઈ

  5 state assembly election results 2021 LIVE:

  તમિલનાડુનાં શરૂઆતનાં પરિણામમાં DMKને બહુમત મળ્ચા બાદ ઉજવણી શરૂ કરી દેવાઈ. DMKને બહુમત મળી ગયો છે. સમર્થકો પાર્ટી ઓફિસ બહાર ભેગા થવા લાગ્યા છે અને ઉજવણી શરૂ કરી દીધી છે. તમિલનાડુમાં DMKને 135 બેઠક, AIDMKને 98 બેઠક પર બહુમત મળતો દેખાઈ રહ્યો છે.

 • 02 May 2021 11:30 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: તમિલનાડુમાં શરૂઆતનાં પરિણામમાં DMKને બહુમત, સમર્થકોએ ઉજવણી શરૂ કરી

  5 state assembly election results 2021 LIVE: તમિલનાડુમાં શરૂઆતનાં પરિણામમાં DMKને બહુમત, સમર્થકોએ ઉજવણી શરૂ કરી

 • 02 May 2021 11:22 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: કેરળમાં ઈતિહાસ રચી શકે છે પિનરાઈ વિજયનની પાર્ટી

  5 state assembly election results 2021 LIVE: કેરળમાં પિનરાઈ વિજયનની LDF ઈતિહાસ રચી શકે છે. તે ફરીથી સરકાર બનાવી શકે છે. શરૂઆતી પરિણામમાં LDF 91, UDF 46, NDA 2  સીટ પર આગળ છે. અગર વિજયનની પાર્ટી જીતે છે તો 40 વર્ષ પછી એવું થશે કે કોઈ પાર્ટી સતત બીજી વાર સત્તામાં આરૂઢ રહેશે.

   

 • 02 May 2021 11:14 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં શરૂઆતી મિક્સ ટ્રેન્ડ બાદ ભાજપની બેઠક 100 નીચે પહોચી, બાબુલ સુપ્રિયો ફરી પાછળ, મમતા બેનર્જી સતત પાછળ

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં શરૂઆતી મિક્સ ટ્રેન્ડ બાદ ભાજપની બેઠક 100 નીચે પહોચી, બાબુલ સુપ્રિયો ફરી પાછળ, મમતા બેનર્જી સતત પાછળ

   

 • 02 May 2021 11:07 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: તમિલનાડુમાં કમલ હાસન આગળ, DMKને મળી સરસાઈ

  5 state assembly election results 2021 LIVE: તમિલનાડુમાં અભિનેતા કમલ હાસન આગળ ચાલી રહ્યા છે. તે કોયમ્બટૂરથી ચૂંટણી લડી રહ્યા છે. તમિલનાડુમાં પાછલા 10 વર્ષથી AIADMK સત્તા પર છે.

   

 • 02 May 2021 11:01 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: લેફ્ટ અને કોંગ્રેસનાં મત TMC તરફ ફેરવાઈ ગયા

  5 state assembly election results 2021 LIVE: પશ્ચિમ બંગાળનાં ચૂંટણી પરિણામમાં શરૂઆતી પરિણામમાં જે રીતે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે કોંગ્રેસનો વોટ શેર ટીએમસીમાં જતો રહ્યો છે. પાછલા લોકસભા ઈલેક્શનમાં લેફ્ટનાં વોટ ભાજપામાં જતા રહ્યા હતા.

   

 • 02 May 2021 10:45 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: ક્રિકેટર અશોક ડિંડા પાછળ, મનોજ તિવારી આગળ

  5 state assembly election results 2021 LIVE: ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા ક્રિકેટર અશોક ડિંડા હાલમાં પાછળ ચાલી રહ્યા છે. મોયના બેઠક પરથી તે ચૂંટણી લડી રહ્યા છે. મનોજ તિવારી આગળ ચાલી રહ્યા છે

   

 • 02 May 2021 10:42 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં 162 બેઠક પર TMC આગળ, 115 પર BJP આગળ, LEFT 5 બેઠક પર આગળ

  5 state assembly election results 2021 LIVE: પશ્ચિમ બંગાળનાં શરૂઆતી સમયનાં જે પરિણામ દેખાઈ રહ્યા છે તે મુજબ TMC 171 બેઠક પર, BJP- 110 બેઠક પર અને LEFT-5 બેઠક પર આગળ ચાલી રહ્યું છે.

   

 • 02 May 2021 10:36 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં શરૂઆતી મિક્સ ટ્રેન્ડમાં 278 પરિણામમાં બંગાળમાં TMC 153 , BJP 118 બેઠક પર આગળ, નંદીગ્રામમાં મમતા બેનર્જી ત્રીજા રાઉન્ડનાં અંતે 7000 મતથી પાછળ

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં શરૂઆતી મિક્સ ટ્રેન્ડમાં 278 પરિણામમાં બંગાળમાં TMC 153 , BJP 118 બેઠક પર આગળ, નંદીગ્રામમાં મમતા બેનર્જી ત્રીજા રાઉન્ડનાં અંતે 7000 મતથી પાછળ, તમિલનાડુમાં DMK બહુમત તરફ

 • 02 May 2021 10:26 AM (IST)

  Mamta banerjee vs Suvendu adhikari: મમતા બેનર્જી 7000 મતથી પાછળ

  5 state assembly election results 2021 LIVE: બંગાળનાં નંદીગ્રામમાં ત્રીજા રાઉન્ડ પુરા થતા સુધીમાં મમતા બેનર્જી 7000 મતથી ભાજપનાં શુભેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. મમતા બેનર્જી ત્રીજા રાઉન્ડમાં વધારે પાછળ થઈ ગઈ છે.

   

 • 02 May 2021 10:14 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: શુભેન્દુ અધિકારીને મોટી રાહત, મમતા બેનર્જી 4900 મતથી પાછળ

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં નંદીગ્રામમાં ભાજપનાં ઉમેદવાર શુભેન્દુ અધિકારી આશરે 4900 મતથી આગળ ચાલી રહ્યા છે. મમતા બેનર્જીને તેમના જ ગઢ નંદીગ્રામાં મળી રહેલી ટક્કરનાં કારણે મોટો સેટબેક આવી શકે તેમ છે. શુભેન્દુ અધિકારીને 52% મત મળતા દેખાઈ રહ્યા છે.

   

 • 02 May 2021 10:08 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: પોંડિચેરીમાં 12 બેઠક પર પરિણામ આવી ચુક્યા છે

  5 state assembly election results 2021 LIVE: પોંડિચેરીમાં કુલ 12 બેઠક પર શરૂઆતી પરિણામ આવ્યા છે. આમાં 8 બેઠક પર NDA તો 4 બેઠક પર UPA આગળ ચાલી રહ્યા છે. પોડિચેરીમાં પાછલા મહિને કોંગ્રેસ વાળી સરકાર પડી જવાનાં કારણે રાષ્ટ્રપતિ શાસન લગાડી દેવામાં આવ્યું હતું

   

 • 02 May 2021 10:00 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: મમતા બેનર્જી નંદિગ્રામમાં સતત પાછળ, TMC અને BJP વચ્ચે ટક્કર યથાવત

  5 state assembly election results 2021 LIVE: નંદીગ્રામ સીટ પર શરૂઆતી સમયનાં જે પરિણામ આવી રહ્યા છે તેમાં 3460 મતથી મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યા છે. હાલનાં સમયમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. 264 બેઠક પૈકી ટીએમસી 137, ભાજપ 123 બેઠક પર આગળ ચાલી રહી છે.

 • 02 May 2021 09:56 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: તમિલનાડુમાં સ્ટાલિનની DMK આગળ

  5 state assembly election results 2021 LIVE: તમિલનાડુની વાત કરવામાં આવે તો DMK 111 બેઠક પર 111 બેઠક પર, AIDMK 65 બેઠક પર આગળ છે. તામિલનાડુની સત્તા પર પાછલા 10 વર્ષથી AIADMK કબજો જમાવીને બેઠા છે.

   

 • 02 May 2021 09:49 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં પોસ્ટલ બેલેટનાં 260 પરિણામમાં બંગાળમાં TMC 145 , BJP 109 બેઠક પર આગળ, નંદીગ્રામમાં મમતા બેનર્જી 3460 મતથી પાછળ

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં પોસ્ટલ બેલેટનાં 260 પરિણામમાં બંગાળમાં TMC 145 , BJP 109 બેઠક પર આગળ, નંદીગ્રામમાં મમતા બેનર્જી 3460 મતથી પાછળ, શુભેન્દુ અધિકારી આપી રહ્યા છે મમતાને મજબુત ટક્કર

 • 02 May 2021 09:44 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: કેરળમાં પરિણામમાં LDFને બહુમત

  5 state assembly election results 2021 LIVE: કેરળમાં પરિણામમાં સૌથી મોટી ખબર આવી રહી છે કે પિનરાઈ વિજયનનાં LDF ગઠબંધનને બહુમત મળ્યો છે. 140 બેઠકમાંથી 80 બેઠક પર આગળ બતાવવામાં આવી રહ્યું છે.

   

   

 • 02 May 2021 09:40 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: આસામમાં ભાજપનું NDA ગઠબંધન આગળ

  5 state assembly election results 2021 LIVE: આસામની વાત કરીએ તો NDA 29, UPA-14 બેઠક પર આગળ છે. આ સાથે જ સી એમ સર્બાનંદ સોનોવાલ હવે માજુલી બેઠક પર આગળ ચાલે છે. અસમમાં વિધાનસભાની 126 બેઠક પર આગળ.

   

 • 02 May 2021 09:32 AM (IST)

  Mamta banerjee vs Suvendu adhikari: શુભેન્દુ અધિકારી નંદીગ્રામમાં આગળ, મમતા બેનર્જી 1500 મતથી પાછળ

  5 state assembly election results 2021 LIVE: બંગાળનાં નંદીગ્રામમાં શુભેન્દુ અધિકારી 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. મમતા બેનર્જી પાછળ ચાલી રહી છે.

   

 • 02 May 2021 09:27 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: નંદીગ્રામમાં મમતા બેનર્જી પાછળ, શુભેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે

  5 state assembly election results 2021 LIVE: નંદીગ્રામમાં મમતા બેનર્જી પાછળ, શુભેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે.

 • 02 May 2021 09:26 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળમા્ં પોસ્ટલ બેલેટમાં TMC 100 બેઠક પર આગળ

  5 state assembly election results 2021 LIVE: TMC 100 બેઠક પર આગળ ચાલી રહી છે. ભાજપ 95 બેઠક પર આઘળ ચાલી રહી છે. એ સિવાય એ પણ જાણવા મળી રહ્યું છે કે તારકેશ્વરથી ભાજપનાં સ્વપન દાસ ગુપ્તા પાછળ ચાલી રહ્યા છે. તેમની રાજ્યસભા સદસ્યતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

   

 • 02 May 2021 09:14 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળનાં ભનાવીપુરમાં EVMથી ગણતરી શરૂ

  5 state assembly election results 2021 LIVE: બંગાળનાં ભનાવીપુરમાં EVMથી ગણતરી શરૂ. પોસ્ટલ બેલેટની ગણતરીની વાત કરીએ તો TMC-92 કે જ્યારે BJP-85 બેઠક પર આગળ છે.

 • 02 May 2021 09:13 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: આસામમાં CM સર્બાનંદ સોનોવાલ પાછળ

  5 state assembly election results 2021 LIVE: આસામમાં મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ હાલમાં પોસ્ટલ બેલેટમાં પાછળ ચાલી રહ્યા ચે. તે માજોલી બેછક પરથી લડી રહ્યા હતા. આ સિવાય NDA-17, UPA-12 બેઠક પર આગળ છે.

   

   

 • 02 May 2021 09:08 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં પોસ્ટલ બેલેટમાં શુભેન્દુ અધિકારી મમતા બેનર્જી કરતા આગળ નિકળ્યા

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં પોસ્ટલ બેલેટમાં શુભેન્દુ અધિકારી મમતા બેનર્જી કરતા આગળ નિકળ્યા

 • 02 May 2021 09:07 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: કેરળમાં પહેલીવાર ભાજપ 4 બેઠક પર આગળ

  5 state assembly election results 2021 LIVE: કેરળમાં પહેલીવાર ભાજપ 4 બેઠક પર આગળ છે તો મેટ્રોમેન ઈ શ્રીધરન આગળ ચાલી રહ્યા છે.

 • 02 May 2021 08:57 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં નંદીગ્રામમાં પોસ્ટલ બેલેટમાં મમતા બેનર્જી આગળ ચાલી રહી છે. શુભેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. થોડીવારમાં EVMથી મતગણતરી શરૂ કરી દેવાશે

 • 02 May 2021 08:52 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળનાં પોસ્ટલ બેલેટ પરિણામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, BJP-63, TMC-69

  5 state assembly election results 2021 LIVE: બંગાળનાં પોસ્ટલ બેલેટ પરિણામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, BJP-63, TMC-69

 • 02 May 2021 08:51 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: કેરળમાં શરૂઆતી પોસ્ટલ બેલેટનાં પરિણામમાં LDF આગળ

  5 state assembly election results 2021 LIVE: કેરળમાં શરૂઆતી પરિણામમાં LDF આગળ જોવા મળી રહી છે. તે 20 બેઠક પર આગળ છે જ્યારે કે 14 સીટ પર કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે.

   

 • 02 May 2021 08:47 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: આસામમાં BJP-15 અને CONG-10 બેઠક પર આગળ

  5 state assembly election results 2021 LIVE: આસામમાં BJP-15 અને CONG-10 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જો કે આ પરિણામ પોસ્ટલ બેલેટથી આવી રહ્યા છે.

 • 02 May 2021 08:46 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: પોંડિચેરીમાં 4 UPA અને BJP-1 પર પોસ્ટલ બેલેટમાં આગળ

  5 state assembly election results 2021 LIVE: પોંડિચેરીમાં 4 UPA અને BJP-1 પર પોસ્ટલ બેલેટમાં આગળ

 • 02 May 2021 08:44 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: કેન્દ્રિય પ્રધાન બાબુલ સુપ્રિયો આગળ

  5 state assembly election results 2021 LIVE: ટોલીગંજથી ભાજપનાં ઉમેદવાર બાબુલ સુપ્રિયો આગળ ચાલી રહ્યા છે.

   

 • 02 May 2021 08:40 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 50 , BJP 52 બેઠક પર આગળ, આસામમાં NDA આગળ

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 50 , BJP 52 બેઠક પર આગળ, આસામમાં NDA આગળ

 • 02 May 2021 08:38 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: પોસ્ટલ બેલેટનાં પરિણામમાં BJP-52 અને TMC-50 વચ્ચે કાંટાની ટક્કર

  5 state assembly election results 2021 LIVE: પોસ્ટલ બેલેટનાં પરિણામમાં BJP-52 અને TMC-50 વચ્ચે કાંટાની ટક્કર

 • 02 May 2021 08:37 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળની 86 બેઠક પર પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 49 , BJP 44 બેઠક પર આગળ, આસામમાં ભાજપ-4 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ

  5 state assembly election results 2021 LIVE: બંગાળની 96 બેઠક પર પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 50 , BJP 46 બેઠક પર આગળ, આસામમાં ભાજપ-4 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ

 • 02 May 2021 08:34 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 42 , BJP 40 બેઠક પર આગળ, આસામમાં ભાજપ-4 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ

  5 state assembly election results 2021 LIVE: પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 42 , BJP 40 બેઠક પર આગળ, આસામમાં ભાજપ-4 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ. લેફ્ટનું ખાતું 1 બેઠક પર બંગાળમાં ખુલ્યું

 • 02 May 2021 08:31 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં પોસ્ટલ બેલેટમાં લેફ્ટનું ખાતુ ખુલ્યુ, TMC-42, BJP-31, LEFT-1

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં પોસ્ટલ બેલેટમાં લેફ્ટનું ખાતુ ખુલ્યુ, TMC-42, BJP-31, LEFT-1

 • 02 May 2021 08:28 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: રાજ્યમાં વોટની ગણતરી શરૂ, પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 38 , BJP 27 બેઠક પર આગળ, આસામમાં ભાજપ-4 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ

  5 state assembly election results 2021 LIVE: રાજ્યમાં વોટની ગણતરી શરૂ, પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 38 , BJP 27 બેઠક પર આગળ, આસામમાં ભાજપ-4 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ

 • 02 May 2021 08:25 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: તમિલનાડુમાં DMK-3 , બંગાળમાં TMC-28, BJP-23 બેઠક પર આગળ

  5 state assembly election results 2021 LIVE: તમિલનાડુમાં DMK-3 , બંગાળમાં TMC-28, BJP-23 બેઠક પર આગળ

 • 02 May 2021 08:22 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: રાજ્યમાં વોટની ગણતરીમાં પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 23 , BJP 19 બેઠક પર આગળ, આસામમાં ભાજપ-4 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ

  5 state assembly election results 2021 LIVE: રાજ્યમાં વોટની ગણતરીમાં પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 23 , BJP 19 બેઠક પર આગળ, આસામમાં ભાજપ-4 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ

 • 02 May 2021 08:20 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: પોસ્ટલ બેલેટમાં બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર, આસામમાં કોંગ્રેસ-ભાજપ 3 બેઠક

  5 state assembly election results 2021 LIVE: પોસ્ટલ બેલેટમાં બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર, આસામમાં કોંગ્રેસ-ભાજપ 3 બેઠક

 • 02 May 2021 08:19 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: રાજ્યમાં વોટની ગણતરી શરૂ, પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 15 , BJP 11 બેઠક પર આગળ

  5 state assembly election results 2021 LIVE: રાજ્યમાં વોટની ગણતરી શરૂ, પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 15 , BJP 11 બેઠક પર આગળ

 • 02 May 2021 08:15 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: પોસ્ટલ બેલેટમાં ઝડપથી પરિણામ શરૂ, બંગાળમાં bjp 6, tmc 9, આસામમાં 3 બેઠક પર cong આગળ

  5 state assembly election results 2021 LIVE: પોસ્ટલ બેલેટમાં ઝડપથી પરિણામ શરૂ, બંગાળમાં bjp 6, tmc 9, આસામમાં 3 બેઠક પર cong આગળ

 • 02 May 2021 08:13 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: પોસ્ટલ બેલેટમાં બંગાળમાં BJP 6 TMC 3 પર આગળ

  5 state assembly election results 2021 LIVE: પોસ્ટલ બેલેટમાં બંગાળમાં BJP 6 TMC 3 પર આગળ છે.

   

 • 02 May 2021 08:10 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: પાંચ રાજ્ય માટે વોટ ગણતરી શરૂ

  5 state assembly election results 2021 LIVE: પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, પોંડિચેરી, તામિલનાડુ માટે વોટ ગણતરીની શરૂઆત થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમા્ં 292 વિધાનસભા સીટ પર થયેલા મતદાન માટેની ગણના શરૂ થઈ ગઈ છે.

   

 • 02 May 2021 08:04 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: મતગણતરી કેન્દ્ર પર માસ્ક અને સેનેટાઈઝરનું ખાસ ધ્યાન

  5 state assembly election results 2021 LIVE: મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ પહેલા કર્મચારીઓનાં હાથ સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. ગાઈડલાઈન્સનું પુરી રીતે પાલન કરવામાં આવી રહ્યું છે.

   

 • 02 May 2021 07:53 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: કેરળમા વોટ ગણતરી પહેલા ચર્ચ પહોચ્યા ઓમાન ચાંડી

  5 state assembly election results 2021 LIVE: કેરળમાં કોંગ્રેસનાં નેતા અને પૂર્વ સીએમ ઓમાન ચાંડી ચૂંટણીનાં પરિણામ પહેલા ચર્ચમાં પહોચ્યા હતા. કેરળમાં વિધાનસભાની બેઠક માટે 140 બેઠક પર વોટ કરવામાં આવ્યા હતા.

   

 • 02 May 2021 07:50 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ બોલ્યા કે કોઈ પણ જીતે કે હારે કોઈ ફરક નથી પડતો

  5 state assembly election results 2021 LIVE: વોટ ગણતરી પહેલા કોંગ્રેસનાં નેતા કપિલ સિબ્બલે ટ્વીટ કર્યું છે કે આજે ચૂંટણીનાં પરિણામ આવવાનાં છે, કોઈ પણ જીતે પણ એ જીતનો કોઈ મતલબ નથી કે જે નુક્શાન પછી મળે. આજે લોકોની જીંદગી અગત્યતા ધરાવે છે.

   

   

 • 02 May 2021 07:46 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: બંગાળમાં TMCનાં ઉમેદવારે નોંધાવી ફરિયાદ

  5 state assembly election results 2021 LIVE: પશ્ચિમ બંગાળમાં વોટ ગણતરી પહેલા આરોપ અને પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઈ ગયો છે. TMCનાં ઉમેદવાર સોવોં દેવ ચટ્ટોપાધ્યાયે આરોપ લગાડ્યો છે કે તે જ્યારે કાઉન્ટીંગ સેન્ટર પર આવ્યા ત્યારે સ્ટ્રોંગ રૂમ ખુલ્લો હતો જે અંગે તેમણે ROને ફરિયાદ કરી છે.

   

 • 02 May 2021 07:14 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: તમિલનાડુમાં મત ગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

  5 state assembly election results 2021 LIVE:

  તમિલનાડુની અગર વાત કરવામાં આવે તો અહિં પર પોલીસ બળ સાથે ચૂંટણી પંચે છેલ્લી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

   

   

 • 02 May 2021 07:10 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: પોંડિચેરી માટે મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ પૂર્ણ

  5 state assembly election results 2021 LIVE: પોંડિચેરી માટે મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ પૂર્ણ. 30 વિધાનસભા સીટ પર ટૂંક સમયમા્ં વોટની ગણતરી કરાશે જે માટે પોલીસે મોરચો સંભાળી લીધો છે.

   

   

 • 02 May 2021 07:07 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: કેરળમાં મત ગણતરી માટે તંત્ર સુસજ્જ

  5 state assembly election results 2021 LIVE: લો આ સાથે આપને કેરળનું ચિત્ર પણ બતાવી દઈએ. અહિંયા મતગણતરી કેન્દ્રો સુસજ્જ થઈ ગયા છે અને ખાસ કરીને કોવિડનાં નિટમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળ સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ દેખાઈ રહ્યું છે.

   

 • 02 May 2021 07:04 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: 2364 કેન્દ્ર પર મતગણતરી, કોરોનાને લઈ સોશિયલ ડિસ્ટન્સિંગ પર ખાસ ભાર

  5 state assembly election results 2021 LIVE: ચૂંટણી પંચનાં જણાવ્યા અનુસાર 2364 મત કેન્દ્ર પર ગણકરી કરવામાં આવશે. 2016માં આ મતણતરી કેન્દ્રની સંખ્યા 1002 હતી. કોરોના વાયરસને લઈ સોશિયલ ડિસ્ટન્સિંગ પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે. મતગણતરી કેન્દ્રની સંખ્યામાં 200% વધારો થવાનું કારણ પણ એ જ છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 1113 કેન્દ્ર, કેરળમાં 633, આસામમાં 331, તમિલનાડુમાં 256 અને પોંડિચેરીમાં 31 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.

   

 • 02 May 2021 07:00 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: 822 બેઠક માટે શરૂ થશે 8 વાગ્યે મત ગણતરી

  5 state assembly election results 2021 LIVE: પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ, પોંડિચેરી સહિતનાં પાંચ રાજ્યની 822 વિધાનસભા બેઠક માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. કોવિડ-19ના ંનિયમોનું પાલન કરવા પર ચૂંટણી પંચે ખાસ ભાર મુક્યો છે.

   

   

 • 02 May 2021 06:55 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: શું કેરળની સત્તામાં વાપસી કરશે UDF? કે બદલાશે 40 વર્ષનો ઇતિહાસ ?

  5 state assembly election results 2021 LIVE:

  કેરળમાં પણ 6 એપ્રિલે મતદાનના ત્રીજા તબક્કામાં, 140 વિધાનસભા બેઠકો પર મતદાન સમાપ્ત થયું. અહીંની સીધી લડત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) ની મદદવાળી એલડીએફ ( LDF) અને કોંગ્રેસ સમર્થિત યુડીએફ (UDF) વચ્ચે છે. જો કે ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોએ પણ અહીં સંપૂર્ણ ભાર મૂક્યો હતો.

  2016ની વિધાનસભાની ચૂંટણીમાં સીપીએમની આગેવાનીવાળી એલડીએફએ કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફને પછાડીને સત્તા હાંસલ કરી હતી. રાજ્યની 140 વિધાનસભા બેઠકોમાંથી એલડીએફે 83 બેઠકો જીતી હતી. તે જ સમયે, યુડીએફને 47 બેઠકો મળી. ચૂંટણીમાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર પણ જીત્યા હતા. આ વખતે કેરળમાં પણ ભાજપને આશા છે. ચૂંટણી પહેલા મેટ્રોમેન ઇ શ્રીધરનને આ હેતુ માટે પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

 • 02 May 2021 06:53 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: પુડુચેરીમા કોણ મારશે બાજી ? ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરનાં પરિણામ ટૂંક સમયમાં

  5 state assembly election results 2021 LIVE:

  પુડુચેરીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે. ચૂંટણી પહેલા અહીં કોંગ્રેસની સરકાર હતી, જો કે, પરસ્પર વિખવાદને કારણે વી નારાયણસ્વામી સરકાર વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ પડી હતી. ત્યારથી અહીં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું.

  કોંગ્રેસ 90 માંથી 14 સીટ અને ડીએમકે 13 બેઠકો પર લડી રહી છે. બીજી તરફ, ભાજપ 9 અને ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ 16 બેઠકો પર ચૂંટણી લડી.  30 બેઠકોની પુડુચેરી વિધાનસભાની 2016ની ચૂંટણીમાં જીત મેળવી હતી. યુપીએએ કુલ 17 બેઠકો જીતી હતી, જેમાં એકલા કોંગ્રેસે 15 બેઠકો જીતી હતી. જો કે, ચૂંટણી પહેલા જ સરકાર ત્યાં પડી હતી.

 • 02 May 2021 06:50 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: તમિલનાડુમાં શાસક ગઠબંધનને નુક્શાનની શક્યતા વચ્ચે કોણ મારશે બાજી?

  5 state assembly election results 2021 LIVE:

  રાજ્યમાં હાલમાં અન્નાદ્રમુક-બીજેપીની ગઠબંધન સરકાર છે. ચૂંટણી પહેલા અનેક એજન્સીઓ દ્વારા કરાયેલા ઓપિનિયન પોલ્સમાં આ વખતે શાસક ગઠબંધનને નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. લગભગ તમામ ઓપિનિયન પોલમાં, ડીએમકે-કોંગ્રેસ જોડાણ અગ્રેસર હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જો કે, કોણ લીડમાં છે તે અંગે અંતિમ નિર્ણય 2 મેના રોજ આવશે. ચૂંટણી દરમિયાન ભાજપ અને એઆઈએડીએમકેએ લોકોને હાલાકી આપવામાં કોઈ કસર છોડી નહોતી.

 • 02 May 2021 06:48 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: ભાજપના પ્લાન-બીની પણ ચર્ચા

  5 state assembly election results 2021 LIVE:

  ભાજપ એક્ઝિટ પોલના અંદાજથી ઉત્સાહિત છે અને તેના નેતાઓ હજી વધુ બેઠકોનો દાવો કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ પરિણામો પછી તમામ પ્રકારની પરિસ્થિતિઓની તૈયારી પણ કરી રહ્યું છે, જેમાં જો થોડીક અછત હોય તો પ્લાન બીની ચર્ચા થઈ રહી છે. આ અંતર્ગત, વિરોધી છાવણીના કેટલાક નેતાઓ, જેઓ ચૂંટણી પહેલા ભાજપ સાથે આવવા માંગતા હતા, પરંતુ કોઈ કારણોસર જોડાઈ શક્યા ન હતા, તે હવે તેની સાથે આવી શકે છે. સૂત્રો કહે છે કે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે જે રીતે તૃણમૂલ કોંગ્રેસને વારંવાર આંચકો આપ્યા છે તે પરિણામો પછી પણ ચાલુ રાખી શકે છે પરંતુ આ કેટલી બેઠકો પર તે જીત મેળવે છે તેના પર તે નિર્ભર રહેશે.

 • 02 May 2021 06:46 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને TMC વચ્ચે આરપારની લડાઈ

  5 state assembly election results 2021 LIVE:

  પશ્ચિમ બંગાળમાં એક્ઝિટ પોલના અંદાજ અને વાસ્તવિક પરિણામો આવતા વચ્ચેના ગાળામાં રાજકીય પક્ષો પોતપોતાના કેમ્પને મજબૂત કરવામાં વ્યસ્ત છે. તૃણમૂલ કોંગ્રેસમાં તોડફોડની આશંકા છે . જો કે ભાજપને એક્ઝિટ પોલના અંદાજ કરતાં વધુ બેઠકો મળવાની ધારણા છે. હાલ તો બંને પક્ષ સરકાર બનાવવાનો દાવો કરી રહ્યાં છે.

 • 02 May 2021 06:44 AM (IST)

  5 state assembly election results 2021 LIVE: એક્ઝિટ પોલના પરિણામોમાં બંગાળની ખૂબ ચર્ચા થઇ 

  5 state assembly election results 2021 LIVE:

  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 ના ​​આઠમા અને અંતિમ તબક્કાના મતદાન યોજાયું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, વિવિધ એક્ઝિટ પોલ્સનાં પરિણામો આવવાના શરૂ થયા હતા. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે પરંતુ તમામની નજર પશ્ચિમ બંગાળ પર છે.એક્ઝિટ પોલના પરિણામોમાં બંગાળની પણ ખૂબ ચર્ચા થઈ. અત્યાર સુધી આવેલા મોટાભાગના સર્વેમાં મમતા બેનર્જી પરત ફરતા જોવા મળે છે.