Agniveer: શું અગ્નિવીર મહિલાઓનું પણ બોર્ડર પર પોસ્ટિંગ થશે? જાણો ભરતી અને નિમણૂકના નિયમો

|

Aug 27, 2023 | 8:00 PM

આ વર્ષે અગ્નિવીર ભરતીની બીજી બેચ માટેની જાહેરાત ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવી હતી. આ બેચમાં પસંદગીની મહિલાઓની તાલીમ ચાલી રહી છે. આર્મી અગ્નિવીર ભરતી અંતર્ગત મહિલા ઉમેદવારોની ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષ નક્કી કરવામાં આવી છે.

Agniveer: શું અગ્નિવીર મહિલાઓનું પણ બોર્ડર પર પોસ્ટિંગ થશે? જાણો ભરતી અને નિમણૂકના નિયમો
Agniveer Recruitment

Follow us on

ભારતીય સેનાની (Indian Army) ત્રણેય પાંખમાં ભરતી હવે અગ્નિવીર (Agniveer) હેઠળ થાય છે. અગ્નિવીરની પ્રથમ બેચ ફરજ બજાવી રહી છે જ્યારે બીજી બેચની તાલીમ ચાલી રહી છે. શું અગ્નિવીર હેઠળ સેનામાં ભરતી થયેલી મહિલાઓનું પણ બોર્ડર પર પોસ્ટિંગ થાય છે? અગ્નિવીર હેઠળ મહિલાઓની નિમણૂક કેવી રીતે થાય છે અને નિયમો શું છે. ચાલો વિગતવાર જાણીએ.

ભરતીની જાહેરાત ફેબ્રુઆરીમાં આવી હતી

આ વર્ષે અગ્નિવીર ભરતીની બીજી બેચ માટેની જાહેરાત ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવી હતી. આ બેચમાં પસંદગીની મહિલાઓની તાલીમ ચાલી રહી છે. આર્મી અગ્નિવીર ભરતી અંતર્ગત મહિલા ઉમેદવારોની ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. 10 ધોરણમાં ઓછામાં ઓછા 45 ટકા માર્ક્સ સાથે દરેક વિષયમાં 33 ટકા માર્ક્સ હોવા જોઈએ.

મહિલા ઉમેદવાર માટે શું નિયમ છે?

  • ભારતીય નૌકાદળમાં મહિલા અગ્નિવીર માટે PCM સાથે 12મું પાસ હોવું જરૂરી છે.
  • નર્સિંગ આસિસ્ટન્ટ જનરલ અને વેટરનરી માટે મહત્તમ વય મર્યાદા 23 વર્ષ છે.
  • ફાર્માસિસ્ટ માટે ઉંમર 19 થી 25 વર્ષની હોવી જોઈએ.
  • ઊંચાઈ 162 સેમી હોવી જોઈએ.
  • 7.5 મિનિટમાં 1.6 કિલોમીટર દોડ જરૂરી છે.
  • 10 ફૂટ લાંબો અને 3 ફૂટ ઊંચો કૂદકો પણ જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા શું છે?

મહિલા અગ્નિવીરોની પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં કરવામાં આવે છે. પ્રથમ ઓનલાઈન પરીક્ષા, શારીરિક કસોટી અને મેડિકલ ટેસ્ટ. પરીક્ષા પાસ કર્યા પછી જ શારીરિક કસોટી માટે બોલાવવામાં આવે છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ પણ વાંચો : GATE 2024 પરીક્ષાનું સમય પત્રક જાહેર થયું, જાણો પરીક્ષાથી લઈને પરિણામ સુધીની સંપૂર્ણ માહિતી

અગ્નિવીર હેઠળ આ પોસ્ટ્સ પર કરવામાં આવે છે નિયુક્ત

અગ્નિવીર હેઠળ સેનામાં પસંદ કરાયેલી મહિલાઓને જનરલ ડ્યુટી, ટેકનિકલ (એવિએશન/એમ્યુનિશન એક્ઝામિનર), ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ, ટ્રેડ્સમેન વગેરેની જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવે છે. ફાર્માસિસ્ટ વિંગમાં નર્સિંગ આસિસ્ટન્ટની પણ ભરતી થાય છે. પુરુષોની જેમ મહિલાઓની ભરતી પણ 4 વર્ષ માટે જ રહેશે. અગ્નિવીર હેઠળ સેનામાં ભરતી થયેલી મહિલાઓની તૈનાતી બોર્ડર પર કરવામાં આવતી નથી.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article