ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપિટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થશે
આ વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર એન્ટર કરીને પોતાની મહેનતનું પરિણામ જોઇ શકશે. આ પરિણામ બાદ શિક્ષણ બોર્ડ સ્કૂલોને માર્કશીટ મોકલશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-12ના સામાન્ય પ્રવાહના 97 હજાર રિપીટર્સનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જાહેર કરવામાં આવશે. જેમાં સવારે 8 વાગે બોર્ડની અધિકૃત વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે.
આ વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર એન્ટર કરીને પોતાની મહેનતનું પરિણામ જોઇ શકશે. આ પરિણામ બાદ શિક્ષણ બોર્ડ સ્કૂલોને માર્કશીટ મોકલવામાં આવશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો. જે મુજબ જુલાઈ માસમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 જુલાઈથી 28 જુલાઈ સુધી ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.
પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન જ બોર્ડ દ્વારા ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી શરૂ કરી દીધી હતી. જેથી સમયસર પરિણામ તૈયાર કરી શકાય. આ કામગીરી પુર્ણ થયા બાદ બોર્ડ દ્વારા આજરોજ 23 ઓગસ્ટના રોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
12 સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ
– ધો.12 સામાન્ય પ્રવાહના 97 હજાર રિપીટર્સનું પરિણામ આજે જાહેર થશે – આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકાશે -બોર્ડની વેબસાઇટ result.gseb.org પર પરિણામ જોઇ શકાશે -વિદ્યાર્થીઓ પોતાના બેઠક નંબર દ્વારા પરિણામ મેળવી શકશે – પરિણામ જાહેર થયા બાદ સ્કૂલોને માર્કશીટ મોકલવામાં આવશે
આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 23 ઓગસ્ટ: અચાનક થશે ટૂંકી યાત્રા, કાનૂની સમસ્યાનો આજે આવી શકે છે ઉકેલ
આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 23 ઓગસ્ટ: નજીકના વ્યક્તિ સાથે થશે મતભેદ, નોકરિયાતને મળે પ્રમોશન