જામિયા યુનિવર્સિટીમાં જ્યોતિર્ગમય 2024 કાર્યક્રમનો વિરોધ, પેલેસ્ટાઈન ઝિંદાબાદના લાગ્યા નારા

દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં જ્યોતિર્ગમય 2024 કાર્યક્રમ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને પેલેસ્ટાઈન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તેની જામિયાના ABVP યુનિટ સાથે ઘર્ષણ પણ થયું હતું. એબીવીપીનો દાવો છે કે આ અથડામણમાં ઘણા કાર્યકરો ઘાયલ થયા છે.

જામિયા યુનિવર્સિટીમાં જ્યોતિર્ગમય 2024 કાર્યક્રમનો વિરોધ, પેલેસ્ટાઈન ઝિંદાબાદના લાગ્યા નારા
jamiya univercity babal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2024 | 8:30 AM

જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યોતિર્ગમય 2024 કાર્યક્રમનું અહીં 22 ઓક્ટોબરની સાંજે આયોજન કરવામાં આવ્યું હતું. જેનો કેટલાક વિદ્યાર્થીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ પછી મામલો વધી ગયો અને તેઓ જામિયાના એબીવીપી યુનિટ સાથે ઘર્ષણ કર્યુ હતુ.  આ જ્યોતિર્ગમય 2024 કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના જ એબીવીપી યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઝપાઝપીમાં ઘણા કાર્યકરોને થઈ ઈજાઓ

આ મામલાને લગતો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાંથી વિદ્યાર્થીઓનું એક જૂથ પેલેસ્ટાઈન ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળી રહ્યું છે. એબીવીપીના અભિષેક શ્રીવાસ્તવે જણાવ્યું કે, કાર્યક્રમ લગભગ પૂરો થઈ ગયો હતો, અમે પહેલાથી જ દીવા પ્રગટાવ્યા હતા, જ્યારે અન્ય સમુદાયના કેટલાક વિદ્યાર્થીઓએ અમને ઘેરી લીધા અને અમને ધક્કો મારવા લાગ્યા હતા. જ્યારે મામલો વધી ગયો તો જામિયા પ્રશાસન પણ ઘટનાસ્થળે પહોંચી ગયું, ત્યારબાદ જ મામલો શાંત થયો. એબીવીપીનો આરોપ છે કે આ ઝપાઝપીમાં ઘણા કાર્યકરોને ઈજાઓ પણ થઈ છે.

આજનું રાશિફળ તારીખ : 23-10-2024
શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ

જુઓ વીડિયો…..

(Credit Source : @TV9Bharatvarsh)

શું છે સમગ્ર મામલો?

સાંજે લગભગ 7:30 વાગ્યે એબીવીપીના કેટલાક વિદ્યાર્થીઓ જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 7ની અંદર દિવાળી પર દીવા પ્રગટાવીને કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ અન્ય સમુદાયના એક વ્યક્તિના પગે દીવાને સ્પર્શ કર્યો, ત્યારપછી બોલાચાલી થઈ અને બંને પક્ષના લોકો ભેગા થઈ ગયા અને ધક્કા-મુક્કી શરૂ કરી દીધી. બંને તરફથી વિદ્યાર્થીઓએ જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા, જોકે આ હંગામો થોડો સમય ચાલ્યો હતો, ત્યારબાદ મામલો શાંત થયો હતો. હાલ આ મામલે પોલીસને કોઈ ફરિયાદ આપવામાં આવી નથી અને યુનિવર્સિટીમાં શાંતિનો માહોલ છે.

આ પહેલા પણ જામિયામાં વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યા છે

જો કે જામિયા યુનિવર્સિટીમાં વિરોધ કોઈ નવી વાત નથી. આ વર્ષે માર્ચમાં પણ અહીંના કેટલાક વિદ્યાર્થીઓએ નાગરિકતા (સંશોધન) અધિનિયમ 2019 એટલે કે CAAનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. યુનિવર્સિટીની આસપાસ ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે આ વિરોધમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">