AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 નવેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે National Education Day

National Education Day : 2008થી, દર 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે કરી હતી.

11 નવેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે National Education Day
Abul Kalam Azad birthday National Education Day
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 8:34 AM
Share

ભારતમાં દર વર્ષે 11 Novemberના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ (National Education Day) ઉજવવામાં આવે છે. કાયદેસર રીતે, આ દિવસ 11 નવેમ્બર 2008થી શરૂ થયો છે. તેની શરૂઆત ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા વિજ્ઞાન ભવનમાં કરવામાં આવી હતી. તે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જે હવે ભારત સરકારના ‘શિક્ષણ મંત્રાલય’ તરીકે ઓળખાય છે, પરંતુ આ દિવસ 11 નવેમ્બરના રોજ કેમ ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસનું શું મહત્વ છે, ચાલો જાણીએ.

ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિ છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે આઝાદ દ્વારા આપેલા યોગદાનને જાણવા માટે આ દિવસ મનાવવાની જાહેરાત કરી છે.

મૌલાના અબુલ કલામ આઝાદ કોણ હતા?

મૌલાના આઝાદનો જન્મ 11 નવેમ્બર 1888ના રોજ થયો હતો. તેમને સ્વતંત્ર ભારતમાં શિક્ષણના મુખ્ય ‘આર્કિટેક્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદ 15 ઓગસ્ટ 1947થી 2 ફેબ્રુઆરી 1958 સુધી ભારતના શિક્ષણ મંત્રી હતા.

ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે આઝાદે ગ્રામીણ ગરીબો અને છોકરીઓને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. મૌલાના અબુલ કલામ એક સુધારક, સ્વાતંત્ર્ય સેનાની, વિદ્વાન અને જાણીતા શિક્ષણવિદ્ હતા. જેમણે શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન

મૌલાના અબુલ કલામ આઝાદ કિશોરાવસ્થામાં જ પત્રકારત્વમાં સક્રિય બન્યા હતા. 1912માં તેમણે સાપ્તાહિક ઉર્દૂ અખબાર અલ-હિલાલ (ધ ક્રેસન્ટ) પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઑફ એજ્યુકેશનના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે પુખ્ત સાક્ષરતા, 14 વર્ષ સુધીના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ માટે કામ કર્યું હતું.

કન્યા કેળવણી અને માધ્યમિક શિક્ષણ પર ભાર મુક્યો હતો. કલામે કહ્યું હતું કે, રાષ્ટ્રની પ્રગતિ અને સમૃદ્ધિ માટે શિક્ષણ એ સૌથી મહત્વપૂર્ણ તત્વ છે. રાષ્ટ્ર નિર્માણ, સંસ્થાન નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે મૌલાના આઝાદના યોગદાનને યાદ કરવા દર વર્ષે 11 નવેમ્બરને ‘National Education Day’ તરીકે ઉજવવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">