AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વિદ્યાર્થીઓની ઉદ્યોગ સાહસિકતને મળશે વેગ, ઇડીઆઇઆઈ ખાતે યોજાઈ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની પ્રાદેશિક બેઠક

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડો. કુબેર એમ. ડિંડોર હતા અને ગેસ્ટ ઓફ ઓનર ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર, આઇએએસ એમ નાગરાજન ઉપસ્થિત  હતા. કાર્યક્રમમાં 5 શ્રેષ્ઠ ઇનોવેશન સ્ટોલ્સ (Innovation Stalls And creative posters Award) અને ક્રિએટિવ પોસ્ટર્સને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

Ahmedabad:  વિદ્યાર્થીઓની ઉદ્યોગ સાહસિકતને મળશે વેગ, ઇડીઆઇઆઈ ખાતે યોજાઈ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની  પ્રાદેશિક બેઠક
Regional meeting of Union Ministry of Education held at EDII
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 9:51 PM
Share

આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, (EDII) અમદાવાદે શિક્ષણ મંત્રાલયની ઇનોવેશન કાઉન્સિલની વર્ષ 2022ની પ્રાદેશિક બેઠક યોજાઈ હતી. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના (Education department) ઇનોવેશન સેલ અને એઆઇસીટીઇના સાથસહકાર સાથે આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઈ), અમદાવાદે 18 ઓગસ્ટના રોજ ઇડીઆઇઆઈના કેમ્પસમાં 14મી પ્રાદેશિક બેઠકનું (Meeting) આયોજન કર્યું હતું. આ બેઠકનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ વચ્ચે ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમ અને ઇનોવેશનને વેગ આપવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડો. કુબેર એમ. ડિંડોર હતા અને ગેસ્ટ ઓફ ઓનર ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર, આઇએએસ એમ નાગરાજન ઉપસ્થિત  હતા. કાર્યક્રમમાં 5 શ્રેષ્ઠ ઇનોવેશન સ્ટોલ્સ (Innovation Stalls And creative posters Award) અને ક્રિએટિવ પોસ્ટર્સને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ અને એઆઇસીટીઇના ઇનોવેશન ડિરેક્ટર દિપાન સાહુ, એઆઇસીટીઇ, ભોપાલના સીઆરઓ ડો. સી એસ વર્મા, આઇહબના સીઇઓ હિરણ્મય મહંતા, ઇડીઆઇઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લા અને ઇડીઆઇઆઈના આંતરપ્રિન્યોરશિપ એજ્યુકેશન વિભાગના ડિરેક્ટર ડો. સત્ય રંજન આચાર્ય હતા. આ એક દિવસીય કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત અને આસપાસની 185 સંસ્થાઓમાં 400થી વધારે લોકો સહભાગી થયા હતા અને 75થી વધારે સ્ટોલમાં તેમના ઇનોવેટિવ સ્ટાર્ટઅપ આઇડિયા પ્રસ્તુત કર્યા હતા.

આ બેઠકમાં એમઆઇસી અને એઆઇસીટીઇની આઇએન્ડઇની પહેલો માટે આઇઆઇસી મોડલ, નીતિગત જાગૃતિ અને હિમાયત પર ગુણવત્તાયુક્ત એચઇઆઇ સહભાગીદારીની અસર અંગે ચર્ચાવિચારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સહભાગીઓને યુક્તિ-નેશનલ ઇનોવેશન રિપોઝિટરી (એનઆઇઆર)નો પરિચય આપવામાં આવ્યો હતો, જે સંસ્થામાં ઇન્ક્યુબેટ વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ/તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, સ્ટાફ, ઉદ્યોગસાહસિકો વચ્ચે વિચારો, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સની ઓળખ અને શોધ દ્વારા સંસ્થાઓમાં ઇનોવેશન રિપોઝિટરીના સર્જનની પ્રક્રિયા છે.

કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મહાનુભાવો અને મહેમાનોને આવકારીને ઇડીઆઇઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, “મને ખુશી છે કે, અમે એક સમાજ તરીકે કારકિર્દીનાં અન્ય વિકલ્પોની જેમ ઉદ્યોગસાહસિકતાને સ્થાન અપાવવાના પ્રયાસો શરૂ કર્યો છે. અત્યારે ઉદ્યોગસાહસિકતા કારકિર્દીનો સ્વાભાવિક વિકલ્પ છે અને વિદ્યાર્થીઓ એક કારકિર્દી તરીકે ઉદ્યોગસાહસિકતાન પસંદગી સાથે આગળ આવી રહ્યાં છે.

ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડો. કુબેર  ડિંડોરો જણાવ્યું  હતું કે, “આપણે બધા ઉદ્યોગસાહસિક દેશ શું ચમત્કાર કરી શકે છે એનાથી વાકેફ છીએ અને અમે આ દેશને મહાન ઉદ્યોગસાહસિક દેશનો દરજ્જો એ સુનિશ્ચિત કરવા આતુર છીએ. ભારત અને ગુજરાત પણ સંસ્થાઓ, નીતિઓ અને રોકાણકારોનો અસરકારક સમન્વય ધરાવે છે. રાજ્ય સરકાર યુવા પેઢીને તેમના વિશિષ્ટ વિચારો સાથે આગળ આવવા પ્રોત્સાહન આપે છે. નવા વિચારોને પ્રોત્સાહન આપવામાં આવે છે તથા આ યુનિકોર્ન્સની વધતી સંખ્યામાં અને દેશમાં સ્ટાર્ટઅપ રેશિયોમાં વધારામાં સ્પષ્ટ જોવા મળે છે.”

ગેસ્ટ ઓફ ઑનર તરીકે આવેલા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર, આઇએએસ, એમ નાગરાજને કહ્યું હતું કે, “આ કામગીરી મોટી છે અને સંસ્થાઓ, નીતિનિર્માતાઓ, નિયમનકારી સંસ્થાઓ અને સમાજને સાતત્યપૂર્ણ પરિણામો મેળવવા સહિયારા પ્રયાસોની જરૂર છે. ઉદ્યોગસાહસિકતા દેશ માટે વૃદ્ધિનું પ્રેરકબળ છે અને તમામ માધ્યમો દ્વારા એને પ્રોત્સાહન આપવું જોઈએ. આજની યુવા પેઢી નવું સંશોધન કરવામાં મોખરે છે અને નવાનવા વિચારો રજૂ કરે છે. તેમને પ્રોત્સાહન મળવું જોઈએ અને તેમના વિચારોને ખીલવવા જોઈએ. મને એ જણાવવાની ખુશી છે કે, ગુજરાત આ જરૂરિયાતો પૂર્ણ કરવામાં પથપ્રદર્શક ભૂમિકા ભજવે છે.” ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ અને એઆઇસીટીઇના આસિસ્ટન્ટ ઇનોવેશન ડિરેક્ટર દિપાન સાહૂએ કહ્યું હતું કે, “મને એ ઉલ્લેખ કરવાની ખુશી છે કે, આઇઆઇસી પ્રાદેશિક બેઠક શ્રેષ્ઠ વિચારોને પ્રોત્સાહન આપે છે, જે ઉદ્યોગસાહસિકતાની સાનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરવા અતિ મદદરૂપ પુરવાર થઈ છે. આઇઆઇસી આ પ્રકારની એક સંસ્થા છે, જે ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રોમાં અનેબલર છે અને અમે મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરવા અખિલ ભારતીય સ્તરે સંસ્થાઓ સાથે સંયુક્તપણે કામ કરી રહ્યાં છીએ. હું દેશમાં ઉદ્યોગસાહસિકતામાં મોટા પાયે વધારો કરવા આતુર છું, જેમાં વધારે યુવાનો તેમના નવીન વિચારો સાથે આગળ આવશે.” પ્રાદેશિક બેઠકના ભાગરૂપે એક રાઉન્ડટેબલ બેઠકનું પણ આયોજન થયું હતું, જેમાં પ્રાદેશિક ઇકોસિસ્ટમ અનેબલર્સ સામેલ થયા હતા. ચાર ટેકનિકલ આંતરકાર્ય સત્રોનું આયોજન વિવિધ મુદ્દાઓ પર થયું હતું, જેમાં આઇએન્ડઇ ઇકોસિસ્ટમની રચના અને જાળવણી, આઇએન્ડઇ ઇકોસિસ્ટમ માટે કાર્યયોજનાઓની કલ્પના કરવા અને વિકસાવવા, એચઇઆઇમાં આઇએન્ડઇ ઇકોસિસ્ટમ અને અસરનું મૂલ્યાંકન કરવું તથા આઇપી અને ટેકનોલોજી ટ્રાન્સફર સામેલ હતા.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">