જામનગર (Jamnagar) શહેરના લાલવાડી વિસ્તારમાં મહાનગર પાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નંબર 1 આધુનિક મોડેલ સ્કૂલ (Model School)તરીકે તૈયાર કરવામાં આવી છે. મહાનગર પાલિકાને (Corporation)જમીન મળ્યા બાદ ત્યાં શૈક્ષણિક સ્કૂલ બનાવવાનું નક્કી થયું. જે માટે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા અંદાજે 4 કરોડ જેટલો ખર્ચ કરીને શાળા બનાવવામાં આવી. જેમાં પ્રવેશ મેળવવા માટે શાળા શરૂ થયા પહેલાથી વાલીઓ અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન આકાશ બારડે જણાવ્યું કે લાલવાડી વિસ્તારમાં આવેલી આશરે 1 લાખ ફુટને મૈદાનમાં શાળાને રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ટુંક સમયમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જે શહેરને મોટી ભેટ ગણી શકાય. જે આધુનિક મોડેલ સ્કૂલ ગણાશે.
આ નવનિર્મિત શાળામાં ‘બિલ્ડીંગ એઝ લર્નિંગ એઇડ’ (BALA) ની વિભાવનાને સાકાર કરતાં વર્ગખંડો અને શાળાની લોબીમાં સુંદર શૈક્ષણિક ચિત્રો બનાવાયા છે. સીસીટીવી કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટ, ક્લાસરૂમ ફર્નિચર, સાયન્સ લેબોરેટરી, કોમ્પ્યુટર લેબોરેટરી, કુમારો- કન્યાઓ અને શાળાના કર્મચારીઓ માટે અલગ ટોયલેટ બ્લોક્સની સુવિધા ઉપરાંત કલા- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમતને પ્રોત્સાહિત કરવા સ્પોર્ટ્સ કીટ અને સંગીતનાં સાધનોથી પણ આ શાળાને સજ્જ કરવામાં આવી છે. શાળા પરિસરમાં ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષારોપણ દ્વારા હરિયાળીનું સર્જન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. 14 જેટલા ઓરડામાં ખુલ્લા હવા ઉજાસ સાથેના વર્ગખંડ, આચાર્યની કચેરી, લેબોરેટરી, પ્રાર્થના ખંડ સહીતની શાળાને જરૂરી તમામ સવલતો આપવામાં આવી છે. સાથે શાળામાં વિશાળ રમતનું મેદાન આવેલું છે. અનેક વિશેષતાના કારણે આધુનિક મોડેલ સ્કૂલ બનતી હતી, ત્યારથી સ્થાનિકો અહીં બાળકોને ભણવવા માટેના સપના સેવ્યા. જે શાળામાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થતા વાલીઓનું આ સપનુ પુર્ણ થયું છે. સમાણા ગામમાં સરકારી શાળામાં આચાર્યની ફરજ બજાવતા અને લાલવાડી વિસ્તારમાં રહેતા જાગૃતિબેન નિર્મળે પોતાની બાળકી સુરભિ માટે ધોરણ બેમાં પ્રવેશ મેળવ્યો. જે માટે લાંબા સમયથી રાહ જોતા હતા.
ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ જણાવ્યુ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતી જામનગરની આ સરકારી શાળા સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની આધુનિક મોડેલ સરકારી સ્કૂલ ગણી શકાય. શાળા 25 ફેબુઆરીને સમિતિને સોપવામાં આવી હતી. બાદ 13 એપિલે શાળામાં હાલ ફરજ ત્રણ શિક્ષકો જેમાં આચાર્ય મનહર વરમોરા, બે શિક્ષકો અમિત સોની અને દિવ્યેશ મકવાણાને ફરજ સોંપવામાં આવી છે.
પ્રથમ દિવસે શાળાના દરવાજા ખોલતાની સાથે પ્રવેશ માટે કુલ 25 જેટલી ઈન્કવારીએ ગણતરીના કલાકમાં નોંધાઈ છે. પ્રથમ વર્ષે ધોરણ 1 થી 8માં કુલ 500 જેટલા વિધાર્થીઓ પ્રવેશ મેળવે તેવો અંદાજ છે. જો વધુ વિધાર્થી થાય તો બે પાળીમાં પણ શાળાને કાર્યરત કરવાનું આયોજન હોવાનું શાસનધિકારી ફાલ્ગુનીબેન પટેલ જણાવ્યું હતું. લાલવાડી વિસ્તારમાં સરકારી આવાસો આવેલા છે. તેમજ આ વિસ્તારને લોકોને ખાનગી શાળા કરતા પણ સારૂ શિક્ષણ મળી રહે માટે માટે શિક્ષિણ સમિતીની ટીમ કાર્યરત છે અને રહેશે.
આ પણ વાંચો :Bhavnagar : ટુંક સમયમાં જ લીંબુના જથ્થાબંધ ભાવ ઘટવાનો વેપારીઓનો મત
આ પણ વાંચો :ગુજરાતમાં આજે કોરોનાના નવા 10 કેસ નોંધાયા, એકટીવ કેસની સંખ્યા 156 થઇ