Board Exams: ગુજરાત સહિત આ રાજ્યોએ રદ્દ કરી બોર્ડની પરીક્ષા, જ્યારે અમુક રાજ્યોના નિર્ણય હજુ બાકી

Board Exams: CBSEની ધોરણ 12ની પરીક્ષાઓ પહેલી જૂનના રોજ રદ્દ કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદી, શિક્ષણ પ્રધાન તેમજ અલગ અલગ રાજ્યોના શિક્ષણ સચિવ વચ્ચે બેઠક કરવામાં આવી અને કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો.

Board Exams: ગુજરાત સહિત આ રાજ્યોએ રદ્દ કરી બોર્ડની પરીક્ષા, જ્યારે અમુક રાજ્યોના નિર્ણય હજુ બાકી
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 07, 2021 | 7:08 PM

Board Exams: CBSEની ધોરણ 12ની પરીક્ષાઓ પહેલી જૂનના રોજ રદ્દ કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદી, શિક્ષણ પ્રધાન તેમજ અલગ અલગ રાજ્યોના શિક્ષણ સચિવ વચ્ચે બેઠક કરવામાં આવી અને કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો. પીએમ મોદીના CBSEના નિર્ણય બાદ અલગ અલગ રાજ્યોએ પણ 2021ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો.

1)  ગુજરાત

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બુધવારે જાહેરાત કરી કે ધોરણ 12ની જે પરીક્ષાઓ ગુજરાત બોર્ડ દ્વારા લેવાય છે, તેને રદ્દ કરવામાં આવે છે. કેન્દ્રના ધોરણ 12ના CBSE માટેના નિર્ણયને જોતા આ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવે છે.

2) મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટર પર વીડિયો પોસ્ટ કરી મધ્યપ્રદેશ બોર્ડની ધોરણ12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો.

3) ઉત્તરાખંડ

ઉત્તરાખંડના શિક્ષણપ્રધાને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષાને જોતા ધોરણ 12ની ઉત્તરાખંડ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો.

4) ઉત્તર પ્રદેશ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ ટ્વીટરના માધ્યમથી ઉત્તરપ્રદેશ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરી.

5) રાજસ્થાન

રાજસ્થાનના શિક્ષણપ્રધાને ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી ધોરણ 10 અને ધોરણ 12ની રાજસ્થાન બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો.

6) મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે પણ મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો.

7) ગોવા

ગોવાએ પણ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ જે વિદ્યાર્થીઓ પોતાના માર્કસથી સંતુષ્ટ ન હોય તે પછીથી પરીક્ષા આપી શકે છે. આ સાથે જ તેલગાંણા, ઓડિશા અને કર્ણાટક  સરકારે પણ પરીક્ષા બોર્ડની પરીક્ષાઓની વર્તમાના કોવિડ-19ની પરિસ્થિતિને જોતા પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યો જેમણે હજી સુધી નિર્ણય લીધો નથી

આંધપ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ આ એવા રાજ્યો છે કે જેમણે હજી સુધી બોર્ડની પરીક્ષા અંગે કોઈ પ્રકારનો નિર્ણય લીધો નથી.

આ રાજ્યોએ નિર્ણય લેવાની જરુર નથી

બિહાર

બિહારની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ફેબ્રુઆરી 2021માં જ લેવાઈ ચૂકી છે સાથે જ પરિણામની જાહેરાત પણ થઈ ચૂકી છે માટે તેમને કોઈ નિર્ણય લેવાની જરુર નથી.

કેરળ

ધોરણ 10 અને ધોરણ 12ની કેરળ બોર્ડની પરીક્ષા તેના ટાઈમટેબલ પ્રમાણે એપ્રિલ મહિનામાં લેવાઈ ચૂકી છે માટે કેરળે નિર્ણય લેવાની જરુર નથી.

છત્તીસગઢ

છત્તીસગઢની બોર્ડની પરીક્ષા પહેલી જૂનના રોજ શરુ થઈ છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ અલગ અલગ કેન્દ્ર પરથી પ્રશ્નપત્રો પણ મેળવી લીધા છે. વિદ્યાર્થીઓને ઘરે બેસીને પેપર લખવાના રહેશે અને પાંચ દિવસમા ઉત્તરવહી સબમિટ કરાવવાની રહેશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">