AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 83. 51 ટકા પરિણામ જાહેર

Gujarat Board 12th Science Result 2025 : ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાકા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સમાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

Breaking News : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 83. 51 ટકા પરિણામ જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2025 | 11:41 AM
Share

Gujarat Board 12th Science Result 2025 : ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાકા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આજે જાહેર થયેલા વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર થયું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી પરીક્ષામાં 1,72,500 પરીક્ષાર્થીઓમાંથી 1,75,000 ઉપસ્થિત રહ્યા હતા. આ પૈકી 83,987 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જે 83.51% પાસ ટકાવારી દર્શાવે છે. મોરબી જિલ્લો 92.91% સાથે ટોચ પર રહ્યો છે, જ્યારે દાહોદ જિલ્લો 49.15% સાથે છેલ્લા ક્રમે છે. કેન્દ્ર-વાઇઝ પરિણામોમાં ગોંડલ કેન્દ્ર 96.60% સાથે પ્રથમ અને દાહોદ કેન્દ્ર 54.48% સાથે છેલ્લા ક્રમે રહ્યા છે. ગ્રુપ-વાઇઝ પરિણામોમાં A ગ્રુપનું 91.90% અને B ગ્રુપનું 78.72% છે.

વિજ્ઞાનના પરિણામમાં મોરબી જિલ્લા મોખરે

આ પરિણામ જિલ્લા-વાઇઝ અને કેન્દ્ર-વાઇઝ પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લો ગુજરાતમાં સૌથી ઉંચી 92.91% પાસ ટકાવારી સાથે પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે દાહોદ જિલ્લો 49.15% સાથે છેલ્લા ક્રમે રહ્યો છે. કેન્દ્ર-વાઇઝ પરિણામોમાં ગોંડલ કેન્દ્ર 96.60% પાસ ટકાવારી સાથે પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે દાહોદ કેન્દ્ર 54.48% સાથે છેલ્લા ક્રમે રહ્યું છે.

વિદ્યાર્થીઓના માધ્યમ-વાઇઝ પરિણામો પણ ઉપલબ્ધ છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49% રહ્યું છે. ગ્રુપ-વાઇઝ પરિણામોમાં A ગ્રુપનું પરિણામ 91.90% અને B ગ્રુપનું પરિણામ 78.72% રહ્યું છે. આ પરિણામો GSEB ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

આ વર્ષે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 4.23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 12 સાયન્સમાં એક લાખ અગિયાર હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. GUJCET 2025નું પરિણામ પણ ધોરણ 12ના પરિણામ સાથે જાહેર કરવામાં આવું છે.

ઉલ્લેખનીય છે કે ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 1.11 લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ જેટલી હતી. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 4.23 લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 3.64 લાખ જેટલી હતી.

સાયન્સના 1.11 લાખ વિદ્યાર્થી આપી હતી પરિક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાઇ હતી. જેમાં ધોરણ-12 સાયન્સની પરીક્ષા 10 માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 17 માર્ચે પૂર્ણ થઈ હતી. ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે શિક્ષણ બોર્ડ દ્વારા 23 માર્ચના રોજ ગુજકેટ લેવામાં આવી હતી. જેમાં નોંધાયેલા 1.29 લાખ વિદ્યાર્થીમાંથી 1.26 લાખ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

WhatsApp પરથી પણ જાણી શકશો પરિણામ

આ ઉપરાંત પરિણામ વધુ સરળતાથી પરિણામ મેળવવું હોય તો વિદ્યાર્થીઓ WhatsApp નંબર 6357300971 પર પોતાનો બેઠક નંબર મોકલીને પણ પરિણામ જોઈ શકે છે. શિક્ષણપ્રધાન કુંબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આ અંગે માહિતી આપી હતી. તેમજ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક નંબર દાખલ કરીને જોઈ શકે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
g clip-path="url(#clip0_868_265)">