નવોદય વિદ્યાલયમાં ધોરણ 9 અને 11 માં પ્રવેશ માટેની અરજી શરૂ, આ તારીખ સુધી કરી શકાશે અરજી

નવોદય વિદ્યાલયના ધોરણ 11માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ શૈક્ષણિક સત્ર 2023-24 દરમિયાન કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મી પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. જ્યારે ધોરણ 9માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ JNV કાર્યરત હોય તેવા જિલ્લાની કોઈપણ એક સરકારી કે સરકાર માન્ય શાળાઓમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ.

નવોદય વિદ્યાલયમાં ધોરણ 9 અને 11 માં પ્રવેશ માટેની અરજી શરૂ, આ તારીખ સુધી કરી શકાશે અરજી
| Edited By: | Updated on: Sep 20, 2023 | 6:49 PM

નવોદય વિદ્યાલય સમિતિએ (NVS) શૈક્ષણિક સત્ર 2024-25 માટે ધોરણ 9 અને 11માં પ્રવેશ (Admission) માટે ઓનલાઇન નોંધણી (Online Application) પ્રક્રિયા શરૂ કરી છે. પ્રવેશ માટે સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in દ્વારા નોંધણી કરી શકાય છે. પ્રવેશ માટે 31મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે.

લેટરલ એન્ટ્રી પરીક્ષા 10 ફેબ્રુઆરી 2024 ના રોજ લેવાશે

પ્રવેશ JNV લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટના આધારે કરવામાં આવશે. પ્રવેશ માટે લેટરલ એન્ટ્રી પરીક્ષા 10 ફેબ્રુઆરી 2024 ના રોજ લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા અને પ્રવેશ સંબંધિત તમામ માહિતી માટે તમે JNVની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

પ્રવેશ માટે શું છે લાયકાત

નવોદય વિદ્યાલયના ધોરણ 11માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ શૈક્ષણિક સત્ર 2023-24 દરમિયાન કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મી પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. જ્યારે ધોરણ 9માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ JNV કાર્યરત હોય તેવા જિલ્લાની કોઈપણ એક સરકારી કે સરકાર માન્ય શાળાઓમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ.

પ્રવેશ માટે આ ઉંમર હોવી જોઈએ

ધોરણ 11માં પ્રવેશ માટે વિદ્યાર્થીની લઘુત્તમ ઉંમર 15 વર્ષ અને મહત્તમ 17 વર્ષ હોવી જોઈએ અને વિદ્યાર્થીની જન્મ તારીખ 1 જૂન 2007 થી 31 જુલાઈ 2009 ની વચ્ચે હોવી જોઈએ. જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો જન્મ 1લી મે 2009થી 31મી જુલાઈ 2011ની વચ્ચે હોવો જોઈએ.

આ રીતે કરો નોંધણી

  • NVS ની સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલ NVS વર્ગ 9 અથવા 11 LEST નોંધણી 2023 ની લિંક પર ક્લિક કરો.
  • વિગતો દાખલ કરીને નોંધણી કરો અને દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે ફી ભરો અને સબમિટ કરો.

આ પણ વાંચો : Ahmedabad : બાળકની ઉંમર 6 વર્ષથી ઓછી હશે તો ધોરણ-1માં પ્રવેશ મળશે ? જાણો વાલીઓએ કરેલી અરજી સામે હાઇકોર્ટે શું કહ્યું

મેરિટના આધારે જ પ્રવેશ આપવામાં આવશે

તમને જણાવી દઈએ કે આ પહેલા NVS માત્ર ધોરણ 9માં પ્રવેશ માટે લેટરલ એન્ટ્રી પરીક્ષાનું આયોજન કરી શકે છે. હવે 11માં પ્રવેશ પર પણ તેનો અમલ કરવામાં આવ્યો છે. પ્રવેશ પરીક્ષા બાદ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને માત્ર મેરિટના આધારે જ પ્રવેશ આપવામાં આવશે.

શિક્ષણના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:48 pm, Wed, 20 September 23