AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: વિદેશમાં અભ્યાસ કરી પરત ફરી યુવતી, નોકરી છોડી હાઈડ્રોપોનિક ટેક્નોલોજીથી ઉગાડે છે શાકભાજી

એવી ઘણી શાકભાજી છે જે વિદેશી હોય છે અને માત્ર ચોક્કસ સિઝનમાં જ ઉગાડી શકાય છે. તેની સૌથી મહત્વની બાબત એ છે કે આ શાકભાજી ઉગાડવામાં કોઈ માટી, ખાતર અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

Success Story: વિદેશમાં અભ્યાસ કરી પરત ફરી યુવતી, નોકરી છોડી હાઈડ્રોપોનિક ટેક્નોલોજીથી ઉગાડે છે શાકભાજી
Hydroponics Cultivation (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 2:22 PM
Share

આ દિવસોમાં ભારતમાં ખેડૂતો (Farmers)એ નવી ટેક્નોલોજી દ્વારા ખેતી કરવાનું શરૂ કર્યું છે. આમ કરવાથી તેમને સારો નફો પણ મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ખેતીમાં નવી તકનીકો અને મશીનોનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઈટાવા શહેરમાં એક ફાર્મહાઉસ આ દિવસોમાં ચર્ચામાં છે. આ ફાર્મહાઉસમાં 5 હજાર ચોરસ ફૂટમાં હાઈડ્રોપોનિક (Hydroponic Farming) રીતે શાકભાજી ઉગાડવામાં આવે છે. એવી ઘણી શાકભાજી છે જે વિદેશી હોય છે અને માત્ર ચોક્કસ સિઝનમાં જ ઉગાડી શકાય છે. તેની સૌથી મહત્વની બાબત એ છે કે આ શાકભાજી ઉગાડવામાં કોઈ માટી, ખાતર અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ બેક્ટેરિયા મુક્ત આરઓ પાણીથી જ તૈયાર કરવામાં આવે છે.

ઈટાવામાં આ રીતે ખેતી કરવાનો આ પહેલો પ્રયોગ છે. આવું કરનાર 25 વર્ષીય પૂર્વી મિશ્રા વિદેશમાં અભ્યાસ કરીને પરત ફરી છે. પૂર્વીએ યુકેથી એમબીએ કર્યા પછી એક ખાનગી કંપનીનું માર્કેટિંગ કામ સંભાળ્યું. જ્યારે કોરોનાકાળમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે તમામ વ્યવસાયોને અસર થઈ હતી. ત્યારે પૂર્વીના મગજમાં હાઇડ્રોપોનિક ફાર્મિંગનો વિચાર આવ્યો. તેણીએ આ વિચાર તેના પરિવારના સભ્યો સાથે શેયર કર્યો અને આ માધ્યમ દ્વારા સારી રીતે ખેતી કરવાનું શરૂ કર્યું.

આ શાકભાજીમાં રોમેઈન, બટર હેડ, ગ્રીક ઓક, રેડ ઓક, લોકેરિસ, બોક ચોય, તુલસી, બ્રોકોલી, લાલ કેપ્સીકમ, યલો કેપ્સીકમ, ચેરી ટામેટા અને લેટીસ સહિત અન્ય ઘણી વિદેશી શાકભાજીનો સમાવેશ થાય છે. આ પ્રગતિશીલ મહિલા ખેડૂત અનુસાર આ ખેતીમાં માટીનો ઉપયોગ કરવામાં આવતો નથી અને માત્ર પાણી અને નાળિયેરના સ્ક્રેપનો ઉપયોગ કરવામાં આવે છે.

લોકો તેને સોઈલેસ ફાર્મિંગ પણ કહે છે. તેમાં એક NFT ટેબલ લગાવવામાં આવ્યું છે, જેમાં પાણીનો પ્રવાહ થાય છે. પછી તે પાણી પાછું જાય છે અને ફરીથી રિસાયકલ કરવામાં આવે છે. આ ટેકનિકથી ઉગાડવામાં આવતા શાકભાજીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.

તેણી આગળ જણાવ્યું હતું કે તેના શાકભાજી રેસ્ટોરન્ટ અને હોટલોમાં સપ્લાય કરવામાં આવે છે. જેમાં તે નજીકના શહેરોમાં સપ્લાય કરવામાં આવે છે. જેના કારણે તેઓ યોગ્ય નફો કરી રહ્યા છે. ધીરે ધીરે, તે તેને મોટા સ્તરે વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: PM Kisan: મળવા પાત્ર ન હોય તેવા ખેડૂતોને મળ્યા 4350 કરોડ રૂપિયા, કેન્દ્ર સરકારે વસૂલવા માટે જાહેર કરી એડવાઈઝરી

આ પણ વાંચો: WhatsApp Updates: હવે દરેક મેસેજનો ટાઈપ કરી નહીં આપવો પડે જવાબ, આવ્યું ઈમોજી રિએક્શન, જાણો કોણ કરી શકશે ઉપયોગ

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">