AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: મળવા પાત્ર ન હોય તેવા ખેડૂતોને મળ્યા 4350 કરોડ રૂપિયા, કેન્દ્ર સરકારે વસૂલવા માટે જાહેર કરી એડવાઈઝરી

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સંસદમાં જણાવ્યું કે અપાત્ર ખેડૂતોને 4352.49 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવેલી કુલ રકમના 2 ટકા છે.

PM Kisan: મળવા પાત્ર ન હોય તેવા ખેડૂતોને મળ્યા 4350 કરોડ રૂપિયા, કેન્દ્ર સરકારે વસૂલવા માટે જાહેર કરી એડવાઈઝરી
Symbolic Image (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 12:17 PM
Share

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે (Agriculture Ministry)જણાવ્યું છે કે ઘણા અપાત્ર ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi Scheme)નો લાભ લઈ રહ્યા છે. આવા ખેડૂતો પાસેથી વસૂલાત માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા સંસદ(Parliament)માં આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે અપાત્ર ખેડૂતોને 4350 કરોડ રૂપિયાથી વધુ રકમ મળી છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 296 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સંસદમાં જણાવ્યું કે અપાત્ર ખેડૂતોને 4352.49 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવેલી કુલ રકમના 2 ટકા છે. સરકારે અપાત્ર ખેડૂતો પાસેથી વસૂલાતની પ્રક્રિયા શરૂ કરી છે અને અત્યાર સુધીમાં રૂ. 296.67 કરોડની વસૂલાત કરવામાં આવી છે.

આ લોકો છે PM Kisan માટે અપાત્ર

પીએમ કિસાન યોજના હેઠળ, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના મંત્રાલયો, કાર્યાલયો અને વિભાગોમાં સેવા આપતા અથવા નિવૃત્ત કર્મચારીઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. આ સિવાય આવકવેરા ભરનારને આ યોજનાનો લાભ નહીં મળે. જ્યારે વર્તમાન કે પૂર્વ મંત્રી, મેયર કે જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, એમએલસી અને બંને ગૃહોના સાંસદ પીએમ કિસાન માટે લાયક નથી. ત્યારે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, આર્કિટેક્ટ અને સીએ જેવા વ્યાવસાયિકોને પણ આ યોજના માટે અયોગ્ય ગણવામાં આવ્યા છે.

જો કે, આધારથી પ્રમાણીકરણ હોવા છતાં, ઘણા અપાત્ર ખેડૂતો યોજનાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આ યોજનાનો લાભ પરિવારના એક જ સભ્યને લેવાની જોગવાઈ છે, જ્યારે આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પતિ અને પત્ની બંને પીએમ કિસાન હેઠળ નોંધાયેલા છે અને હપ્તા મેળવી રહ્યા છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે પતિ-પત્ની બંનેના નામે ભલે જમીન હોય, પરંતુ કોઈ એકને જ યોજનાનો લાભ મળશે.

ત્રણ હપ્તામાં ખેડૂતોને મળે છે 6000 રૂપિયા

ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 2019માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. દર વર્ષે ખેડૂતોને 2000 હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ સંપૂર્ણપણે કેન્દ્રીય યોજના છે અને તમામ ખર્ચ કેન્દ્રીય બજેટમાંથી ફાળવવામાં આવે છે. જો કે, કોણ ખેડૂત છે અને કોણ નથી તે નક્કી કરવાની જવાબદારી રાજ્યોની છે.

આ પણ વાંચો: WhatsApp Updates: હવે દરેક મેસેજનો ટાઈપ કરી નહીં આપવો પડે જવાબ, આવ્યું ઈમોજી રિએક્શન, જાણો કોણ કરી શકશે ઉપયોગ

આ પણ વાંચો: Jio ની પેટાકંપની બદલશે ખેતીની તસ્વીર, લોન્ચ કર્યું ઓપરેશન પ્લેટફોર્મ ‘સ્કાયડેક’

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">