AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરડીના પાક માટે નીંદણ ખૂબ જ નુકશાનકારક, ખેડૂતોને પાક ઉત્પાદનમાં થશે ઘટાડો, જાણો કેવી રીતે કરવું નિયંત્રણ

ડો. સંજીવ પાઠકના જણાવ્યા અનુસાર, શેરડીના વાવેતર બાદ 3 મહિના નીંદણ નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. નીંદણ નિયંત્રણ માટે બે પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. પહેલી છે રાસાયણિક જેમાં હર્બિસાઇડ્સનો છંટકાવ કરીને નીંદણનો નાશ કરી શકાય છે. બીજી યાંત્રિક પદ્ધતિ છે.

શેરડીના પાક માટે નીંદણ ખૂબ જ નુકશાનકારક, ખેડૂતોને પાક ઉત્પાદનમાં થશે ઘટાડો, જાણો કેવી રીતે કરવું નિયંત્રણ
Sugarcane Farming
| Updated on: Nov 28, 2023 | 3:36 PM
Share

હાલ દેશમાં જુદા-જુદા રાજ્યોમાં શેરડીનું વાવેતર કરવામાં આવી રહ્યુ છે. તેથી આ સમયે નીંદણ નિયંત્રણ પણ ખૂબ જ જરૂરી છે. નીંદણ શેરડીના પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તેનાથી ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે છે. તેથી વાવેતર પહેલા તેનું નિયંત્રણ કરવું જોઈએ. કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ખેડૂતોએ નિયમિત રીતે નીંદણ નિયંત્રણ કરવું જોઈએ, જેથી પાકનો સંપૂર્ણ વિકાસ સારી રીતે થઈ શકે.

વાવણી કરતા પહેલા કરો નીંદણ નિયંત્રણ

ઉત્તર પ્રદેશ સુગરકેન રિસર્ચ કાઉન્સિલના વિસ્તરણ અધિકારી ડો. સંજીવ પાઠકના જણાવ્યા મૂજબ દેશના ઘણા રાજ્યોમાં હાલ શેરડીનું વાવેતર થઈ રહ્યુ છે. તેથી વાવણી કરતા પહેલા નીંદણ નિયંત્રણનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે જણાવ્યું કે શેરડીમાં અંદાજે 45 પ્રકારના જુદા-જુદા નીંદણ જોવા મળે છે.

ઉત્પાદનમાં થઈ શકે છે ઘટાડો

જો સમયસર શેરડીના પાકમાં નીંદણ નિયંત્રણ કરવામાં આવશે નહીં તો ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. ઉત્પાદનમાં 10-30 ટકાનો ઘટાડો થઈ શકે છે. કારણ કે શેરડીના પાક સાથે નીંદણ પણ વધે છે. તેથી, સમયસર નીંદણનું નિયંત્રણ કરો, જેના કારણે પાકને નુકસાન થાય નહીં.

આ રીતે કરો નીંદણ નિયંત્રણ

ડો. સંજીવ પાઠકના જણાવ્યા અનુસાર, શેરડીના વાવેતર બાદ 3 મહિના નીંદણ નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. નીંદણ નિયંત્રણ માટે બે પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. પહેલી છે રાસાયણિક જેમાં હર્બિસાઇડ્સનો છંટકાવ કરીને નીંદણનો નાશ કરી શકાય છે. બીજી પદ્ધતિ છે યાંત્રિક, જેમાં મશીન દ્વારા નીંદણ દૂર કરવામાં આવે છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા, ખેડૂતોને શીખવવામાં આવશે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ

નીંદણ જમીનમાં હવાના પરિભ્રમણમાં મદદ કરે છે, જેના કારણે શેરડીના મૂળનો સારી રીતે વિકાસ થાય છે. મૂળનો સંપૂર્ણ વિકાસ થાય તો છોડ જમીનમાં રહેલા પોષક તત્વો, ખેડૂતો દ્વારા આપવામાં આવતા ખાતરો અને સિંચાઈ માટેના પાણીને શોષી લેશે, જેના કારણે તેનો વિકાસ સારો થશે અને ખેડૂતોને વધારે ઉત્પાદન મળશે.

આ રીતે દવાનો કરો છંટકાવ

જો રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો નીંદણ નિયંત્રિત માટે 500 ગ્રામ મેટ્રિબ્યુઝીન 70% (મેટ્રીબ્યુઝીન 70% ડબલ્યુપી) અને 24 ડી 58% પ્રતિ હેક્ટર અઢી લીટરના દરે 1000 લિટર પાણીમાં દ્રાવણ બનાવો અને તેનો છંટકાવ કરો. શેરડીની બે લાઇન વચ્ચેની જગ્યામાં જ દવાનો છંટકાવ કરો. શેરડીના છોડ પર દવા ન પડવા દેવાની કાળજી રાખો.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">