AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા, ખેડૂતોને શીખવવામાં આવશે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ

ગ્રામીણ વિકાસ મંત્રાલયે આ અંગે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પહેલનો ઉદ્દેશ્ય 50,000 'કૃષિ સખી'ને તાલીમ આપવાનો છે. જેથી કૃષિ મંત્રાલયની ગૌણ કચેરી નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ (NCONF) દ્વારા તબક્કાવાર પ્રમાણન આપી શકાય. કેન્દ્ર આ તાલીમ માટે નોડલ સંસ્થા છે. તાલીમ મોડ્યુલ NCONF દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા, ખેડૂતોને શીખવવામાં આવશે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ
Natural Farming
| Updated on: Nov 27, 2023 | 2:09 PM
Share

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ ક્રમમાં હવે સરકાર દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ‘કૃષિ સખી’ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે.

તેનો ઉદ્દેશ્ય 50,000 ‘કૃષિ સખી’ને તાલીમ આપવાનો

ગ્રામીણ વિકાસ મંત્રાલયે આ અંગે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પહેલનો ઉદ્દેશ્ય 50,000 ‘કૃષિ સખી’ને તાલીમ આપવાનો છે. જેથી કૃષિ મંત્રાલયની ગૌણ કચેરી નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ (NCONF) દ્વારા તબક્કાવાર પ્રમાણન આપી શકાય. કેન્દ્ર આ તાલીમ માટે નોડલ સંસ્થા છે. તાલીમ મોડ્યુલ NCONF દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને અંતિમ સમીક્ષા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ એક્સટેન્શન મેનેજમેન્ટને મોકલવામાં આવ્યા છે.

પ્રાકૃતિક ખેતી પહેલની મહત્વની ભૂમિકા

આ કાર્યક્રમમાં દરમિયાન ગ્રામીણ આજીવિકાના અધિક સચિવ, ચરણજીત સિંહે સામાજિક અને આર્થિક ગતિશીલતા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પરિવર્તન લાવવામાં સામુદાયિક સંસાધન વ્યક્તિઓની ભૂમિકા પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગામડાઓને ‘સમૃદ્ધિ ગામો’ તરીકે રૂપાંતરિત કરવામાં અને “લખપતિ” SHG સભ્યો બનાવવા માટે બંને મંત્રાલયો માટે પ્રાકૃતિક ખેતી પહેલની ભૂમિકા ઘણુ મહત્વ ધરાવે છે.

આ પણ વાંચો : ખેડૂતોને આ પાકની ખેતીથી થશે લાખો રૂપિયાની કમાણી, જાણો તેની સુધારેલી જાત અને ખેતી પદ્ધતિ વિશે

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા તેમની ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે

ગ્રામીણ આજીવિકાના સંયુક્ત સચિવ સ્મૃતિ શરણે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રયોગશાળાથી માટી સુધી ટેકનોલોજીનું ટ્રાન્સફર મહત્વનું છે અને તેમાં કોમ્યુનિટી રિસોર્સ પર્સન્સ (CRPs) મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે આગળ જણાવ્યું કે, CRP નાના અને સીમાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા તેમની ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">