જાણો જેનેટિકલી મોડીફાઇડ ઓર્ગનીઝમ (GMOs) વિષે અજાણ્યા મુદ્દાઓ
પહેલાના ખેડૂતો જે કરી રહ્યા હતા તે આપણે પરંપરાગત ક્રોસબ્રીડિંગ તરીકે જાણીએ છીએ. જો કે, તે સમયે, સફળતાનો દર ઓછો હતો અને સાથે તે બિનકાર્યક્ષમ રીતે કરવામાં આવતુ હતું. આપ્રક્રિયા જેનેટિક ફેરફારથી વધારે અલગ નથી, ફક્ત તે પ્રયોગશાળામાં ઉચ્ચ સફળતા દર સાથે કરવામાં આવતી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે

હજારો વિષોથી, માનિજાતેછોડ અને કૃષિ ઉત્પાદનોમાં ફેરફાર કરી કુદરતી સંવર્ધન (Natural Crossbreeding) પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે. કેળા, ઘઉં અને મકાઈને આજે આપણે જે સ્વરૂપમાં ઓળખીએ છીએ તેવા તે શરૂઆતમાાં બિલકુલ પણ દેખાતા ન હતા. કેળા બીજથી ભરેલા હતા; ઘઉંનો છોડ પોતાની દાંડીમાં અનાજ જાળવવી રાખવા અસમર્થ હતો. મકાઇ મુળસ્વરૂપે એક અખાદ્ય ઘાસ હતું. આ પરથી આપણે તારણ કાઢી શકીએ કે પ્રાચીન ખોડુતો વિશ્વના સૌથી પ્રારંભિક વનસ્પતિ આનુવંશિકશાશ્ત્રી હતા.
પહેલાના ખેડૂતો જે કરી રહ્યા હતા તે આપણે પરંપરાગત ક્રોસબ્રીડિંગ તરીકે જાણીએ છીએ. જો કે, તે સમયે, સફળતાનો દર ઓછો હતો અને સાથે તે બિનકાર્યક્ષમ રીતે કરવામાં આવતુ હતું. આ પ્રક્રિયા જેનેટિક ફેરફારથી વધારે અલગ નથી, ફક્ત તે પ્રયોગશાળામાં ઉચ્ચ સફળતા દર સાથે કરવામાં આવતી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે,જેનેટિક રીતે સંશોધિત સજીવ (Genetically Modified Organism- જીએમઓ) એ પ્રાણી, છોડ અથવા સુક્ષ્મજીવાણુ છે જેનું ડિએનએ ઇચ્છિત લક્ષણો ઉમેરવા માટે મોડીફાય કરવામાં આવે છે.
જેનેટિક સુધારણા એ અનાદિકાળથી કૃષિ ઉત્પાદકતામાં વધારો કરવા માટેની કેન્દ્રિય આધારસ્તંભ રહ્યુ છે. જીનેટિક્સમાાં ફેરફાર કરવાથી પાકના જીવન દરમાાં સુધારો થઇ શકે છે. જેનેટિક્સમાં ફેરફાર કરવાથી પાક જીવન દરમાં સુધારો થઇ શકે છે.વૌજ્ઞાનિકોએ ઇચ્છિત લક્ષણો મેળવવાની અનેક રીતે શોધી કાઢી છે, ઉદાહરણ તરીકે માટીના બેક્ટેરિયાના ડીએનએમાંથી પ્રોટીન કે કેટલપિલર માટે ઝેરી છે પરંતુ મનુષ્યો માટે નથી અને તે મકાઇના બીજમાં ઉમેર્યુ છે જેથીતે જંતુ પ્રતિ રોધક બની શકે.આ રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઘટાડે છે, પાકના જીવનદરમાં સુધારો કરે છે અને હેક્ટક દીઠ સરેરાસ ઇપજમાં પણ વધારો કરે છે.
છોડની કલમ બનાવવાની સામાન્ય પ્રથા પણ જેનેટિક ફેરફારની પ્રક્રિયા છે. આમ, જેનેટિક ફેરફારો માત્ર પાકના અસ્તિત્વના તબક્કે હસ્તક્ષેપ કરે છે અને માનવ વપરાશ માટે ખોરાકના સ્વાસ્થયને અસર કરે તેવી શક્યતા નથી.કેટલાક કિસ્સામાં તે પોષણનો સ્વાદ પણ વધારી શકે છે.ઉદાહરણ તરીકે કેટલાક જીએમઓ સોયાબીન તેલ પરંપરાગત તેલ કરતા વધારે આરોગ્યપ્રદ છે
ઝડપથી વધતી વૈશ્વિક ખાદ્ય માંગ સાથે, કૃષિ ઉત્પાદનને 2050 સુધી 70% જેટલી વિસ્તરીત કરવાની જરૂર પડશે. જો કે, ફૂડ એન્ડ એગ્રીકલચર ઓર્ગેનાઝેશન (FAO) એ અનુમાન લગાવાયુ છે કે દર વર્ષે 40 ટકા વૈશ્વિક પાક જીવતો નષ્ટ થઇ જાય છે. અને ક્લાઇમેટ ચેન્જથી સ્થિતી વધુ વણસવાની શક્યતા છે.,જેનેટિકમાં ફેરફારથી ઉચ્ચ કૃષિ ઉત્પાદન અને ખાદ્ય ઉત્પાદન ખર્ચ પણ ઘટશે
ખાદ્ય પદાર્થોને લઇને ડરવાને બદલે વિજ્ઞાનને સમર્થન આપવોનો સમય છે,જીમોમિક્સનું ક્ષેત્રએ એક સલામત ટેક્નોલોજી છે જોનો વપરાશનો સમય આવી ગયો છે.અને તે પર્યાપ્ત ખાદ્ય ભાવિની ખાતરી કરવાની મહત્વની ભુમિકા ભજવશે તે નિશ્ચિત છે.
આ પણ વાંચો :એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન FDI ઇક્વિટી 16 ટકા ઘટીને 43.17 અબજ ડોલર સુધી ગગડી : DPIIT