જો ખેડૂતો (Farmers)સિઝન પ્રમાણે પાકની ખેતી કરે તો તેઓ પાકમાંથી વધુ નફો મેળવી શકે છે. જેમ કે તમે જાણો છો કે આ વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર પણ પૂરો થવા જઈ રહ્યો છે. એટલે કે આ મહિને ખેડૂતોએ ખેતીને લગતા મહત્વના કામ લગભગ પૂર્ણ કરી લીધા છે. હવે નવું વર્ષ આવવાનું છે. આ સાથે આગામી મહિનામાં ખેતીને લગતા અન્ય કામો પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
આવી સ્થિતિમાં આજે અમે જાન્યુઆરી મહિનામાં વાવવાના પાકની માહિતી લઈને આવ્યા છીએ. તેનાથી ખેડૂતોને પણ ઘણો ફાયદો થશે. ટામેટા, મર્ચા, મૂળા, ગાજર અને ડુંગળીના પાક માટે જાન્યુઆરી યોગ્ય સમય માનવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ આ પાક માટે કેવી માવજતની જરૂર રહે છે.
ટામેટા (Tomatoes)
ટામેટા (Tomato Crop)ના વાવેતર માટે જાન્યુઆરી મહિનો ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે, પરંતુ જાન્યુઆરીમાં અતિશય ઠંડીના કારણે હિમ લાગવાથી નુકસાન થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં પાકને હિમથી બચાવવાના ઉપાય કરવા જોઈએ.
મર્ચા (Chilly)
નવેમ્બરમાં મરચાની નર્સરી તૈયાર થાય છે અને જાન્યુઆરીમાં રોપણી થાય છે. તેની સારી ઉપજ માટે, ખેતરમાં રોપવા માટે છોડ વચ્ચેનું અંતર 18 ઇંચ હોવું જોઈએ. આ પછી, રોપણી પહેલાં, 100 ક્વિન્ટલ સડેલું છાણ, 1 બોરી યુરિયા (જરૂરીયાત પ્રમાણે નાખવું), 1.7 બોરી સિંગલ સુપર ફોસ્ફેટ અને 1 બોરી મ્યુરિએટ ઓફ પોટાશ ઉમેરો, જેનાથી પાકના ઉત્પાદનમાં સુધારો થશે. શિયાળાની ઋતુમાં 10-17 દિવસ પછી હળવું પિયત આપવું, જેથી પાકને હિમથી બચાવી શકાય.
મૂળા અને ગાજર (Radishes and carrots)
મૂળાની એક જાતનું નામ પુસા હિમાની છે. આ જાતની ખેતી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી કરી શકાય છે. આ જાત 40 થી 70 દિવસમાં પાકે છે. તેની સારી ઉપજ મેળવવા માટે, સમયાંતરે પાકને સિંચાઈ અને ખેડ કરવી. આ સાથે નીંદણને પણ હટાવતા રહેવું.
ડુંગળી (Onion)
જાન્યુઆરી મહિનામાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. તૈયાર કરેલા ખેતરમાં ખાતરનો ઉપયોગ કરો. ત્યારે રોપણી દરમિયાન ક્યારામાં 10-20 સે.મી.નું અંતર રાખો. રોપણી પછી તરત જ સિંચાઈ કરી શકાય છે.
નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.
આ પણ વાંચો: Viral: પેન્ટ પહેરવાની આવી યૂનિક સ્ટાઈલ તમે નહીં જોઈ હોય, વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
આ પણ વાંચો: Turmeric Farming : હળદરના વાવતેરમાં વધારો છતાં ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો, શું રસોઈનો રંગ પડશે ફિક્કો ?