આ મહિલાઓએ બદલ્યું તેના ગામનું ચિત્ર, હવે ઘરે બેઠા આ રીતે કરે છે લાખોની કમાણી

સાચું જ કહેવાયું છે કે જો સ્ત્રીઓને તક આપવામાં આવે તો તેઓ પોતાનું અને તેમના પરીવારનું ભવિષ્ય બદલીને નવો આકાર આપે છે. બિહારના બાન્કા જિલ્લાના આ ઝીરવા ગામની વાત પણ કંઈક આવી જ છે. જ્યાં 100થી વધુ મહિલાઓએ મશરૂમ્સની ખેતી કરીને તેમનું અને તેમના પરીવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે.

આ મહિલાઓએ બદલ્યું તેના ગામનું ચિત્ર, હવે ઘરે બેઠા આ રીતે કરે છે લાખોની કમાણી

બિહાર (Bihar)ના બાંકા જિલ્લામાં આવેલું ઝીરવા ગામ એક આદિવાસીઓનું ગામ છે. અહીંના યુવાનો રોજની છુટક મજુરી માટે તેમજ નોકરી માટે  ઝારખંડ અને બિહારના જુદા જુદા જિલ્લાઓમાં ભટકતા હતા. પરંતુ હવે અહીંની મહિલાઓએ આ ગામનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. હવે આ ગામમાં દરેક છોકરી ભણે છે. ગામના યુવકો કોઈને કોઈ રોજગારમાં રોકાયેલા હોય છે, મહિલાઓ મશરૂમ્સ ઉગાડીને મોટી કમાણી કરી રહી છે.

 

થઈ રહી છે લાખોમાં કમાણી

રિંકુ દેવી જણાવે છે કે બિનિતા કુમારીની એક જ જગ્યાએ સ્પૉન ફેક્ટરી છે, જ્યાં 20થી વધુ મહિલાઓ પણ કામ કરે છે. મહિનામાં એક દિવસમાં 40થી 50 કિલો સ્પૉન વેચાય છે, જે રોજ 4થી 5 હજાર રૂપિયા કમાય છે. શિયાળાના મહિનાઓમાં તે દરરોજ ચાર ક્વિન્ટલથી લઈને 10 ક્વિન્ટલ સુધી વેચાય છે. આ રીતે 100 વધુ મહિલાઓ સાથે મળીને આખા વર્ષ દરમિયાન મશરૂમની ખેતી કરે છે, મહિનામાં 10થી 15 લાખ રૂપિયા કમાઈને એક નવું ઉદાહરણ પુરુ પાડ્યું છે.

 

હવે વેપારીઓ તેમના ઘરે જ મશરૂમ્સ લેવા આવે છે. બિહાર સરકારે પણ આ ગામનું સન્માન કર્યું હતું. હવે અહીંના યુવાનો શિક્ષણ અને સારી નોકરી માટે અન્ય રાજ્યોમાં જાય છે, એટલે કે આત્મનિર્ભર બની ગયા છે.

 

બિનીતા કુમારીએ શરૂ કરી મશરૂમની ખેતી

સાચું જ કહેવાયું છે કે જો સ્ત્રીઓને તક આપવામાં આવે તો તેઓ પોતાનું અને તેમના પરીવારનું ભવિષ્ય બદલીને નવો આકાર આપે છે. બિહારના બાંકા જિલ્લાના આ ઝીરવા ગામની વાત પણ કંઈક આવી જ છે. જ્યાં 100થી વધુ મહિલાઓએ મશરૂમ્સની ખેતી કરીને તેમનું અને તેમના પરીવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે.

 

2012માં ગામની બિનીતા કુમારી જેણે ઘરેથી 300 કિલોમીટર દુર ડો.રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રિય કૃષિ યુનિવર્સિટીમાં તાલીમ લીધી અને શરૂઆત કરી.જ્યારે તેણે મશરૂમની ખેતી શરૂ કરી, ત્યારે લોકો તેની મજાક ઉડાવતા અને જ્યારે મશરૂમનું ઉત્પાદન શરૂ થયું, ત્યારે કોઈ ખરીદનારૂ પણ નહોતું.

 

તેમ છતાં બિનીતા કુમારીએ હાર ન માની અને કેટલીક મહિલાઓને સાથે લઈને ખેતી કરવાનું શરૂ કર્યું. નજીકના રેલ્વે સ્ટેશન માર્કેટમાં વેચાણ શરૂ કર્યું. ધીમે ધીમે લોકો સમજ્યા અને પછી મશરૂમનું વેચાણ શરૂ થયું. બિનિતાએ તેના ગામની 500 જેટલી મહિલાઓને તાલીમ આપી હતી.

મહિલાઓએ પોતાના ઘરોમાં ખેતી શરૂ કરી. તેનો ફાયદો એ હતો કે આ નાના ગામમાં દરરોજ 1 ક્વિન્ટલથી વધુ મશરૂમ્સનું ઉત્પાદન થવાં લાગ્યું.  બિનીતાને તેના યોગદાન બદલ બાબુ જગજીવન રામ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. ગામની મુન્ની દેવી જણાવે છે કે શરૂઆતમાં દરેક વ્યક્તિ બીજા ગામ અથવા શહેરમાં જ રોજગાર માટે જતા હતા. હવે આપણા ગામના બાળકો પણ સારૂ શિક્ષણ મેળવી રહ્યા છે.

 

ચાર બાળકોની માતા મુન્ની દેવી જણાવે  છે કે મશરૂમની ખેતીએ અમારું ભવિષ્ય બદલી નાખ્યું છે. હવે દર મહિને અમે ઘરે બેઠાં જ 20થી 50 હજારની કમાણી કરીએ છીએ. આ મોસમમાં જ્યારે મશરૂમની ખેતી ઓછી થાય છે તો પણ અમે મહિનામાં 10 હજાર રૂપિયાની કમાણી કરીએ છીએ.

 

 

આ પણ વાંચો :  સરકારે આ કઠોળ ઉપર કૃષિ સેસમાં કર્યો અડધો ઘટાડો, ખેડુતો અને સામાન્ય લોકો પર થશે સીધી અસર

Click on your DTH Provider to Add TV9 Gujarati