ભારતમાં ખેતીની (Farming In India) સાથે પશુપાલન (Animal Husbandry)એ જૂની પરંપરા રહી છે. ખેડૂતો તેમની જરૂરિયાતો માટે દૂધાળા પશુઓ રાખે છે. પરંતુ બદલાતા સમયની સાથે પશુપાલન એ એક વ્યવસાયનું સ્વરૂપ લીધું છે. સારી વાત એ છે કે ખેડૂતો (Farmers) ખેતીની સાથે પશુપાલન પણ સરળતાથી કરી શકે છે. ટેક્નોલોજીની મદદથી અને આધુનિક પદ્ધતિઓના ઉપયોગથી ખેડૂતો આજે શ્રમ ખર્ચ અને મહેનતમાં ઘટાડો કરીને તેમની આવકમાં અનેકગણો વધારો કરી રહ્યા છે. મોટા શહેરોથી માંડીને ગામડાઓમાં ડેરી ફાર્મિંગ તરફ લોકોનું વલણ વધ્યું છે. સખત મહેનત અને સમર્પણ સાથે ઘણા ખેડૂતો સફળતાની ગાથાઓ લખી રહ્યા છે. વિકાસ સિંહ પણ આવા જ એક ખેડૂત છે.
વિકાસ સિંહનો જન્મ ફરીદાબાદના એક નાના ગામમાં થયો હતો. તેમના પિતા પણ ખેડૂત હતા અને તેઓ કેમિકલનું કામ પણ કરતા હતા. શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિકાસ સિંહે ટેક્સટાઈલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. અભ્યાસ પૂરો કરીને તે પિતાના કામમાં જોડાયા. ધીરે ધીરે તેમનું મન આ કામમાંથી હટવા લાગ્યું અને તેમણે નક્કી કર્યું કે હવે આ કામ બંધ કરી દેવું જોઈએ.
બાદમાં તેમણે ખેતીને પોતાનો વ્યવસાય બનાવ્યો અને સાત ગાયો ખરીદીને ડેરી ફાર્મિંગ શરૂ કર્યું. જો કે તેમાં કોઈ ઓછા પડકારો ન હતા. લોકોને પોતાની ડેરીમાંથી દૂધ ખરીદવા માટે સમજાવવાનું તેમના માટે મુશ્કેલ કામ હતું, પરંતુ તેમણે હાર માની નહીં. વિકાસ સિંહે નક્કી કર્યું કે તે દૂધની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં કરે.
ધીમે ધીમે તેઓ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા. જ્યારે દૂધનું વેચાણ વધવા લાગ્યું, ત્યારે તેમણે ગાયોની સંખ્યા પણ વધારી દીધી. પશુપાલન એ સખત મહેનતનું કામ છે. મજૂરી ઓછી કરવા માટે તેમણે ટેક્નોલોજીનો સહારો લીધો. આજે તેમના ડેરી ફાર્મમાં મશીન દ્વારા દૂધ કાઢવામાં આવે છે.
વિકાસ સિંહ હવે દેશી ગાયો ઉછેરવાની યોજના બનાવી રહ્યા છે. આ સાથે તેઓ દૂધમાંથી અન્ય ડેરી ઉત્પાદનો બનાવવાની દિશામાં પણ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ડેરી ફાર્મિંગના વ્યવસાયમાં નફો નિશ્ચિત છે. બસ, ખેડૂતોએ પ્રામાણિકપણે તેમનું કામ કરવું પડશે.
કોરોના મહામારી પછી આરોગ્યની જાગૃતિ અને પરંપરાગત ખાવાની પદ્ધતિઓમાં વિશ્વાસ વધવાને કારણે ડેરી વ્યવસાય પહેલા કરતા વધુ નફાકારક બન્યો છે. હવે લોકો તેમના આહારમાં દૂધ, દહીં અને પનીરથી લઈને માવાનો સમાવેશ કરી રહ્યા છે. આજે ડેરી ફાર્મિંગમાં જોડાતા લોકો માત્ર દૂધ પૂરતા મર્યાદિત નથી. તેઓ દૂધમાંથી બનેલી મીઠાઈઓ બનાવીને પણ આવકમાં વધારો કરી રહ્યા છે.
આ પણ વાંચો: Viral: બિલાડીને યુવકની ફોટો પાડવાની સ્ટાઈલ ન આવી પસંદ, કર્યું કંઈક આવું, જુઓ Funny Video
આ પણ વાંચો: ઓછા ખર્ચમાં વધુ કમાણી માટે કરો મધમાખી ઉછેર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રોથી પણ મળે છે મદદ