ઓછા ખર્ચમાં વધુ કમાણી માટે કરો મધમાખી ઉછેર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રોથી પણ મળે છે મદદ

ઓછા ખર્ચમાં વધુ કમાણી માટે કરો મધમાખી ઉછેર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રોથી પણ મળે છે મદદ
Bee keeping (File Photo)

ખેડૂતો દેશભરમાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાંથી મધમાખી ઉછેર માટેની તાલીમ લઈ શકે છે. અહીંના વૈજ્ઞાનિકો માત્ર ખેડૂતોને મદદ જ નહીં પરંતુ સમયાંતરે મધમાખી ઉછેરના કામનું નિરીક્ષણ કરવા પણ આવે છે.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Mar 27, 2022 | 8:20 AM

મધમાખી ઉછેર (Bee keeping) એક એવો વ્યવસાય છે, જે કોઈપણ વ્યક્તિ સરળતાથી કરી શકે છે. આ કામનો ખર્ચ ઘણો ઓછો છે, પરંતુ તેને શરૂ કરવા માટે તાલીમ ખૂબ જ જરૂરી છે. મધને પૃથ્વીનું અમૃત કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં લગભગ 9 લાખ 92 હજાર ટન મધનું ઉત્પાદન (Honey Production) થઈ રહ્યું છે. ભારતમાં દર વર્ષે લગભગ 33,425 ટન મધ કાઢવામાં આવે છે. મધ પોતાનામાં સંપૂર્ણ ખોરાક છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ 70થી 80 ટકા હોય છે. આ સિવાય મધમાં ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ પણ જોવા મળે છે. થોડી માત્રામાં પ્રોટીન પણ હોય છે. મધમાં 18 પ્રકારના એમિનો એસિડ પણ હોય છે. તેઓ શરીરમાં પેશીઓ બનાવે છે, જે આપણને સ્વસ્થ બનાવે છે.

પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા 11 પ્રકારના મિનરલ્સ પણ મધમાં જોવા મળે છે. આ જ કારણ છે કે 80 ટકા મધનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. કોસ્મેટિક અને કન્ફેક્શનરીમાં પણ તેનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. મધમાખીઓ ફૂલો પર રહીને મધ એકત્ર કરે છે અને એક ફૂલથી બીજા ફૂલમાં અવરજવરને કારણે પાકમાં પરાગનયનની પ્રક્રિયા ઝડપી બને છે, જેના કારણે ખેડૂતને પાક વધુ મળે છે.

આવક વધારવા માટે મધમાખી ઉછેર એ સારો વિકલ્પ

રાજ્યના નવસારી જિલ્લાના રહેવાસી અશોકભાઈ 10 એકર જમીન ધરાવે છે, જેના પર તેઓ કેરી, શેરડી, સાપોટા અને શાકભાજીની ખેતી કરે છે. આ સાથે જ તેમણે ઘરેલું ઉપયોગ માટે મધમાખીઓ પાળવાનું પણ શરૂ કર્યું. બોક્સથી શરૂઆત કરનાર અશોકભાઈ આજે મધ ઉછેરના વ્યવસાયમાં ઉતર્યા છે. આજે તેઓ 600 બોક્સમાંથી 12 હજાર કિલો મધનું ઉત્પાદન કરે છે.

આખા વર્ષ દરમિયાન એક જગ્યાએ ફૂલ મળવા શક્ય નથી. જેના કારણે ખેડૂતોને બોક્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા પડે છે. અશોક 5 વર્ષથી મધનું ઉત્પાદન કરે છે. તેમણે આ કામમાં નિપુણતા મેળવી લીધી છે અને હવે તેઓ અન્ય ખેડૂતોને પણ તાલીમ આપે છે. જો તમે ઓછા મહેનતે તમારી આવક વધારવા માંગતા હોવ તો મધમાખી ઉછેર એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

નાના ખેડૂતો માટે સારો વિકલ્પ

દેશમાં મધમાખી ઉછેરનો વ્યવસાય ઝડપથી વધી રહ્યો છે. મધનું ઉત્પાદન વધવાને કારણે ભારતમાંથી નિકાસ પણ વધી છે. APEDA ડેટા અનુસાર 2019-20માં ભારતે 59 હજાર મેટ્રિક ટનથી વધુ મધની નિકાસ કરી હતી. કૃષિ નિષ્ણાતો જણાવે છે કે મધમાખી ઉછેર એ નાના, સીમાંત અને જમીન વિહોણા ખેડૂતો માટે એક જબરદસ્ત વિકલ્પ છે. તે તેમને ઓછા ખર્ચે વધુ નફો મેળવવામાં મદદ કરશે.

ખેડૂતો દેશભરમાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાંથી મધમાખી ઉછેર માટેની તાલીમ લઈ શકે છે. અહીંના વૈજ્ઞાનિકો માત્ર ખેડૂતોને મદદ જ નહીં, પરંતુ સમયાંતરે મધમાખી ઉછેરના કામનું નિરીક્ષણ કરવા પણ આવે છે અને ખેડૂતોને આ કામમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા સલાહ આપે છે.

આ પણ વાંચો: ગીતા બસરા પતિ હરભજન સિંહના રાજ્યસભા નોમિનેશનથી ખુશ, કહ્યું- લોકોને સાચા નેતાની જરૂર છે

આ પણ વાંચો: Viral: ઊંટ સાથે સેલ્ફી લઈ રહી હતી મહિલા, પછી ઊંટે કંઈક એવું કર્યું કે જે જોઈ તમે હસવું નહીં રોકી શકો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati