Success Story: લીલા શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરી મહિને 2 લાખ રૂપિયાની કમાણી કરે છે આ ખેડૂત

|

Jun 26, 2023 | 6:13 PM

ખેડૂત દીનદયાલ રાય કહે છે કે તે તેમના ખેતરમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરતા નથી. તેની પાસે ઘણી ગાયો છે, જેનું છાણ તે ખેતરમાં ખાતર તરીકે નાખે છે, જે સારી ઉપજ આપે છે. તેમણે જણાવ્યું કે હું દોઢ એકરમાં કોળાની ખેતી કરી રહ્યો છું.

Success Story: લીલા શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરી મહિને 2 લાખ રૂપિયાની કમાણી કરે છે આ ખેડૂત
Organic Farming

Follow us on

Agriculture Success Story: બિહારનો સમસ્તીપુર જિલ્લો સમગ્ર દેશમાં બાગાયતી પાકની ખેતી માટે પ્રખ્યાત છે. અહીં કેરી, લીચી અને કેળાની સાથે ખેડૂતો લીલા શાકભાજીની (Vegetables Farming) પણ મોટા પાયે ખેતી કરે છે. અહીંના ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતી લીલા શાકભાજી રાજધાની પટનામાં સપ્લાય કરવામાં આવે છે. પરંતુ, જિલ્લામાં કેટલાક ખેડૂતો એવા છે જેઓ શાકભાજીની ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી (Farmers Income) કરી રહ્યા છે. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થઈ ગઈ છે.

શાકભાજીની ખેતીમાંથી મહિને 2 લાખ રૂપિયાની કમાણી

અમે તમને એવા જ એક ખેડૂત વિશે વાત કરીશું, જેમણે શાકભાજીની ખેતી કરીને એક ઉદાહરણ રજૂ કર્યું છે. આ ખેડૂતનું નામ દીનદયાળ રાય છે. તે સમસ્તીપુરના કલ્યાણપુર બ્લોકના મધુરપુર તારા ગામનો રહેવાસી છે. તે શાકભાજીની ખેતીમાંથી મહિને 2 લાખ રૂપિયા કમાય છે. ખાસ વાત એ છે કે દીનદયાલ રાયે દોઢ એકરમાં કોળાની ખેતી કરી છે. જેના કારણે પરંપરાગત પાકોની સરખામણીમાં તેમને ઘણો નફો મળી રહ્યો છે. તેમના ખેતરોમાં ઉગાડવામાં આવતા શાકભાજીની માગ એટલી છે કે અન્ય જિલ્લાના વેપારીઓ પણ તેમની પાસે કોળા ખરીદવા આવે છે.

રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી

ખેડૂત ઓર્ગેનિક પદ્ધતિથી કોળાની ખેતી કરે છે. તે તેમના ખેતરમાં ક્યારેય રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. આ જ કારણ છે કે તેમની શાકભાજીની માગ વધી રહી છે. હવે ઝારખંડ અને પશ્ચિમ બંગાળના વેપારીઓએ પણ કોળાની ખરીદી માટે મધુરપુર તારા ગામની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. અહીં વેપારીઓને ઓર્ગેનિક ખેતી પદ્ધતિથી તૈયાર કરેલા તાજા શાકભાજી મળી જાય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : Olive Farming: આ છે ઓલિવની શ્રેષ્ઠ જાતો, તેની ખેતી કરવાથી ખેડૂતોને થશે લાખો રૂપિયાની કમાણી

એક સપ્તાહમાં કરે છે 1500 થી 1600 નંગ કોળાનું વેચાણ

ખેડૂત દીનદયાલ રાય કહે છે કે તે તેમના ખેતરમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરતા નથી. તેની પાસે ઘણી ગાયો છે, જેનું છાણ તે ખેતરમાં ખાતર તરીકે નાખે છે. તે સારી ઉપજ આપે છે. તેમણે જણાવ્યું કે મે દોઢ એકરમાં કોળાની ખેતી કરી છે, જેમાંથી દર અઠવાડિયે 1500 થી 1600 જેટલા કોળાની ઉપજ મળે છે. તેઓ એક કોળું 30 થી 40 રૂપિયામાં વેચે છે. આ રીતે તેઓ એક મહિનામાં 6400 જેટલા કોળા વેચીને 2 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article