PMFBY: ખેડૂતોને આપવામાં આવશે પાક વીમાની હાર્ડ કોપી, ‘મેરી પોલિસી-મેરે હાથ’ અભિયાન શનિવારથી થશે શરૂ

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કહ્યું કે આ એક મહા અભિયાન છે જે સમગ્ર દેશમાં શરૂ થવા જઈ રહ્યું છે. અમે PMFBY ના પોલિસી દસ્તાવેજો ખેડૂતોને સોંપીશું.

PMFBY: ખેડૂતોને આપવામાં આવશે પાક વીમાની હાર્ડ કોપી, 'મેરી પોલિસી-મેરે હાથ' અભિયાન શનિવારથી થશે શરૂ
PMFBY-Meri Policy Mere Hath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 6:38 PM

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY)ના 6 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્ર સરકાર શનિવારથી એક વિશેષ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અંતર્ગત ખેડૂતોને પાક વીમા પોલિસીની હાર્ડ કોપી આપવામાં આવશે. આ અભિયાનને ‘મેરી પોલીસી, મેરે હાથ’ (Meri Policy Mere Hath) નામ આપવામાં આવ્યું છે. શુક્રવારે આ સંદર્ભમાં માહિતી આપતાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કહ્યું કે આ એક મહા અભિયાન છે જે સમગ્ર દેશમાં શરૂ થવા જઈ રહ્યું છે. અમે PMFBY ના પોલિસી દસ્તાવેજો ખેડૂતોને સોંપીશું. કૃષિ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 26 ફેબ્રુઆરી એટલે કે શનિવારે નરેન્દ્ર સિંહ તોમર ઈન્દોરથી આ પોલિસી વિતરણ અભિયાનની શરૂઆત કરશે. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહેશે.

‘મેરી પોલિસી, મેરે હાથ’ ઝુંબેશ એ એક અનોખી પહેલ છે, જે અંતર્ગત ગ્રામ પંચાયત/ગ્રામ્ય સ્તરે વિશેષ શિબિરો દ્વારા PMFBYમાં નોંધાયેલા ખેડૂતોને પાક વીમા પૉલિસીની હાર્ડ કૉપીઓનું વિતરણ કરવામાં આવશે. આ ઝુંબેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજવામાં આવશે જ્યાં PMFBY લાગુ કરવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય યોજના હેઠળ નોંધાયેલા તમામ લોન લેનાર અને લોન ન લેનારા ખેડૂતો સુધી પહોંચવાનો અને તેમને પાક વીમા વિશે જાગૃત કરવાનો છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ઈન્દોર જિલ્લાના સાંવર તાલુકાના બુધી બરલાઈ ગામ (માલવા કોઓપરેટિવ સુગર ફેક્ટરી સંકુલ)માં આયોજિત આ કાર્યક્રમમાં 20 હજારથી વધુ ખેડૂતો ભાગ લેશે. આ દરમિયાન મહેમાનો દ્વારા કેટલાક ખેડૂતોને પાક વીમા પોલિસી આપવામાં આવશે. અહીંના કૃષિ મેળા દ્વારા ખેડૂતોને ખેતીમાં ડ્રોનના ઉપયોગ વિશે પણ જાગૃત કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીને લગતી ટૂંકી ફિલ્મો અને ખેડૂતોના લાભ માટે અનેક સરકારી યોજનાઓની જાગૃતિ પણ પ્રસારિત કરવામાં આવશે.

PMFBY એ તેના અમલીકરણના 6 વર્ષ પૂર્ણ કર્યા છે. આ યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 ફેબ્રુઆરી 2016ના રોજ મધ્યપ્રદેશના સિહોરથી કરી હતી. છેલ્લા 6 વર્ષોમાં, આ યોજના હેઠળ લગભગ 36.5 કરોડ ખેડૂત અરજદારોનો વીમો લેવામાં આવ્યો છે અને વીમાધારક ખેડૂતોને વળતર તરીકે 1.07 લાખ કરોડ રૂપિયાથી વધુના દાવા ચૂકવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gir somnath: ગીરની પ્રખ્યાત કેસર કેરીનો પાક વીમામાં થઇ શકે સમાવેશ, ખેડૂતોની રજૂઆતને સરકાર સુધી

પહોંચાડવાની સી.આર. પાટિલે આપી ખાતરી

આ પણ વાંચો : Mandi: અમરેલીના સાવરકુંડલા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2305 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">