Gir somnath: ગીરની પ્રખ્યાત કેસર કેરીનો પાક વીમામાં થઇ શકે સમાવેશ, ખેડૂતોની રજૂઆતને સરકાર સુધી પહોંચાડવાની સી.આર. પાટિલે આપી ખાતરી
ખેડૂતોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે કેસર કેરીના પાકને પાક વીમામાં સમાવવામાં આવે તેવી માગ કરાઇ છે. તો સી. આર. પાટિલે પણ તેમની માગ અંગે સરકારમાં રજૂઆત કરવાની ખેડૂતોને હૈયાધારણા આપી છે.
આપણે સૌ કોઇ ગીર સોમનાથ (Gir somnath)ની પ્રખ્યાત કેસર કેરી (Kesar Mango)વિશે જાણીએ છીએ. જો કે ગીરની આ કેસર કેરી પર વારંવાર કુદરતનો માર પડતો હોય છે. ત્યારે હવે ગીર સોમનાથની પ્રખ્યાત કેસર કેરીનો પાક વીમા (Crop insurance)માં સમાવેશ થાય તેવી શક્યતા છે. ખેડૂતોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે કેસર કેરીના પાકને પાક વીમામાં સમાવવામાં આવે તેવી માગ કરાઇ છે. તો સી. આર. પાટિલે (C. R. Patil) પણ તેમની માગ અંગે સરકારમાં રજૂઆત કરવાની ખેડૂતોને હૈયાધારણા આપી છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નેજા હેઠળ ખેડૂત શીબીરનું આયોજન કરાયું હતું. જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા ગીરની કેસર કેરીના સંવર્ધન અને રક્ષણ માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ખેડૂતો દ્વારા કેરીના પાકને પાક વીમામાં સમાવવામાં આવે તેવી માગ કરાઇ છે.. કેરી ટૂંકી મુદતનો પાક છે અને માવઠા અને વાવાઝોડાને કારણે પાકને નુકસાન થાય છે. જેથી પાક વીમો હોય તો ખેડૂતોને નુકસાનીનું વળતર મળી રહે તેવી ખેડૂતોએ રજૂઆત કરી હતી.
તો ખેડૂતોની માગને પગલે સી.આર.પાટીલે જણાવ્યું છે કે આ સરકાર ખેડૂતલક્ષી છે અને હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય લે છે.ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે ખેડૂતોના ટૂંકી મુદતના પાકને પણ પાક વીમામાં સમાવવામાં આવે તેવી યોજના અમલમાં લાવવામાં આવે તેવી સરકારમાં રજૂઆત કરાશે તેવી ખેડૂતોને હૈયાધારણા આપી છે.
આ પણ વાંચો-
Ahmedabad: ફરજીયાત ઓફલાઇન શિક્ષણ સામે હોસ્ટેલ્સ માટે કોઇ SOP જાહેર નહીં, બહારગામથી આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
આ પણ વાંચો-