Ahmedabad: સોલા સિવિલમાં ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગ્વેજ કોલેજની શરૂઆત, બહેરાશ ધરાવતા દર્દીઓ માટે વધારાની સુવિધા
સોલા સિવિલ હોસ્પિટલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેન્ગવેજ કોલેજ ઉપરાંત કેમ્પસમાં બનેલા આહાર કેન્દ્રનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીના પરિવારજનોને સવારે 9થી 1 સુધી નિશુલ્ક આહાર આપવામાં આવશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) એ અમદાવાદ (Ahmedabad) માં સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital) ) ખાતે ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેન્ગવેજ (Audiology and Speech Language) પેથોલોજી કોલેજ (College) નો પ્રારંભ કરાવ્યો. આ પહેલાં કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોલા સિવિલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી નિમિષા સુથાર ,અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, મેયર, ડે મેયર, આરોગ્ય કમિશનર શાહમીના હુસેન સહિતના તમામ આરોગ્ય વિભાગના પદાધિકારી હાજર રહ્યા હતા અને સોલા સિવિલમાં અમિત શાહનું બુકે અપીને સ્વાગત કરાયું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહનું મંત્રી મંડળ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સોલા સિવિલના સત્તાધીશોએ સ્વાગત કર્યું હતું. અમિત શાહના સ્વાગત માટેના સોલા સિવિલ ખાતે તબીબોએ બેનરો પણ બનાવ્યાં હતાં.
સોલા સિવિલ કેમ્પસમા બનેલા આહાર કેન્દ્રનુ પણ ગૃહમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીના પરિવારજનોને સવારે ૯થી ૧ સુધી નિશુલ્ક આહાર આપવામાં આવશે. આ ઉપરાંત સોલા સિવિલમાં ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કાર્યરત થવાથી બાળકોમાં જન્મજાત બહેરાશ, સાંભળવાને લગતી કોઈ પણ તકલીફ, ચેતા તંત્રના રોગના કારણે થતી બોલવાની, સમજવાની અને ભૂલવાની તકલીફ, પક્ષઘાત અથવા પેરાલીસીસ અને સેરેબ્રલ સ્ટ્રોકથી પીડિત દર્દીઓના પુર્નવસન તેમજ કોમ્પુટરાઇઝ્ડ સોફ્ટવેર દ્વારા નિદાન સરળ અને સચોટ બનશે.
સોલા સિવિલમા ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગ્વેજ કોલેજ શરૂ થશે જેમાં દર વર્ષે હાલ 20 વિદ્યાર્થીને પ્રવેશ મળશે. ૧૨ સાયન્સ પછી વિદ્યાર્થી ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગવેજનો વિનામુલ્યે કોર્ષ કરી શકશે. બેચલર ઈન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી B.ASLP (બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી) આ એક પેરામેડિકલ કોર્સ છે. જેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષ સાથે 1 વર્ષની ઇન્ટર્નશીપ છે. જેમાં દર વર્ષે 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. કાન નાક ગળાના વિભાગ હેઠળ આ કોર્ષ થશે.આ પેરામેડિકલ કોર્ષ ૩ વર્ષનો રહેશે બાદમા વિદ્યાર્થીએ ૧ વર્ષની ઈન્ટર્નસીપ કરાવવામા આવશે. આ કોર્ષ થકિ જન્મજાત બહેરાશ અલ્ઝાઈમર્સ ડિઝીઝ પક્ષઘાત અથવા પેરાલિસીસની સારવાર કોમ્પ્યુટર રાઈઝ સોફ્ટવેર દ્વારા નિદાન કરતા શીખશે.
આ પણ વાંચોઃ Surat : રસ્તા પર હપ્તારાજ વાયરલ : ટ્રાફિક પોલીસ અને ભ્રષ્ટાચાર બન્યું એકબીજાનો પર્યાય