દિલ્હીના શિક્ષણ મોડલ સામે ગુજરાત ભાજપે સવાલો ઉઠાવ્યા, AAP દ્વારા જીતુ વાઘાણીને ચર્ચા કરવા ખુલ્લી ચેલેન્જ અપાઇ

દિલ્હીના શિક્ષણ મોડલ સામે ગુજરાત ભાજપે સવાલો ઉઠાવ્યા, AAP દ્વારા જીતુ વાઘાણીને ચર્ચા કરવા ખુલ્લી ચેલેન્જ અપાઇ
Gujarat BJP raises questions against Delhi's education model, Manish Sisodia openly challenges Jitu Waghani to discuss

આદિવાસી સમાજના આંદોલનને લઈને આપના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સરકાર આદિવાસી સમાજને હેરાન કરે છે. અમે આદિવાસી સમાજની સમસ્યા સમજી છે. આદિવાસીઓને પૂરતું વળતર અને લાભ નથી મળતાં.

Dipen Padhiyar

| Edited By: Utpal Patel

Mar 26, 2022 | 4:59 PM

દિલ્હીના શિક્ષણ મોડલ (Education model)સામે ગુજરાત ભાજપે (Gujarat BJP) સવાલો ઉઠાવ્યા બાદ દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સીસોદીયાએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને (Jitu Waghani) ચર્ચા કરવા માટે ખુલ્લી ચેલેન્જ આપી હતી. આ અંગે આપના (AAP) પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે અમારા સામે થયેલા વિરોધને અમે ખેલદિલી પૂર્વક લીધો છે. અમે ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ અમારી ચેલેન્જ ના સ્વીકારી. ગુજરાતના ખાડે ગયેલા શિક્ષણની પોલ ના ખુલે તે માટે શિક્ષણમંત્રી ચર્ચાથી ભાગી રહ્યા છે. ત્યારે અમે ભાજપના શિક્ષણમંત્રી, મંત્રીઓ, પ્રવક્તાઓ અને ભાજપના ધારાસભ્યોને દિલ્હીની સરકારી સ્કૂલ બતાવવા આમંત્રણ આપ્યું છે. દિલ્હીની 70 વિધાનસભામાંથી જે સ્કૂલ જોવા ઇચ્છતા હોય તે સ્કૂલમાં અમે લઇ જઇશું. માન સન્માન અને પ્રોટોકોલથી અમે લઇ જઈશું. સચિવાલયમાં રૂબરૂમાં અમે આ આમંત્રણ પત્રિકા આપવા જઈશું. શિક્ષણમંત્રીને આમંત્રણ આપશું.

આદિવાસી સમાજના આંદોલનને લઈને આપના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સરકાર આદિવાસી સમાજને હેરાન કરે છે. અમે આદિવાસી સમાજની સમસ્યા સમજી છે. આદિવાસીઓને પૂરતું વળતર અને લાભ નથી મળતાં. આદિવાસી સમાજની માંગણીઓને આપનો ટેકો છે. ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો ભાજપ વર્ષોથી દાવો કરે છે. પણ 8 કલાક વીજળી આપવામાં નથી આવતી. વીજળીની ઘટ હોય તો ઉધોગોને કેમ વીજળી પૂરતી મળે છે. ખેડૂતો મુદ્દે સરકાર નિરાકરણ નહીં લાવે આપ આંદોલન કરશે.

કાશ્મીર ફાઇલ ફિલ્મ યુટ્યુબ પર મુકવા અંગે જીતુ વાઘાણીના નિવેદન અંગે આપના પ્રમુખ ગોપાલ ઇટાલીયાનએ જણાવ્યું હતું કે જીતુ વાઘાણી શિક્ષણની વાત આવે તો ચર્ચાથી દૂર ભાગે છે. હિન્દૂ, મુસ્લિમ, પાકિસ્તાન અને કાશ્મીર વાત આવે તો ઉછળીને વાતો કરે છે. જે બાબતો વિવાદિત છે તેને સૌ જાણે તે જરૂરી. અરવિંદ કેજરીવાલે છેવાડાના લોકો ઇતિહાસ જાણી શકે તે માટે કહ્યું છે. ગામડાઓમાં સિનેમા નથી. સરકાર કે નિર્માતાને દેશના લોકો સત્ય જાણે અને સમજે તે માટે આ ફિલ્મ યુ ટ્યુબ પર મુકવી જોઈએ. આમાં વિરોધ કરવાની ક્યાં જરૂર છે. ફિલ્મને કર મુક્ત કરી છે તો શિક્ષણ, ટોલ નાકા, દવાખાના ફ્રી કરો.

પંજાબમાં સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે. 2 એપ્રિલના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવશે. બંને મુખ્યમંત્રી અમદાવાદમાં રોડ શો કરી શક્તિ પ્રદર્શન કરશે. તથા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રદેશના આગેવાનો સાથે ચર્ચા કરશે. તથા ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત બનવવા અંગે પણ ચર્ચા કરશે. રોડ શો અંગે હજી પોલીસની મંજૂરી નથી મળી. પરંતુ મંજૂરી મળ્યા બાદ બંને મુખ્યમંત્રીના રોડ શોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના નેતાઓએ BTPના પ્રમુખ છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે મુલાકાત કરી છે. છોટુ વસાવા અને મહેશ વસાવાને આપમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. આપમાં જોડાવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં છોટુ વસાવા અને મહેશ વસાવા આપમાં જોડાવા અંગે અથવા આપમા નહીં જોડાય તો બંને પક્ષે વચ્ચે ગઠબંધન કરવા અંગે નિર્ણય કરવામાં આવશે.આ અંગે આપના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે અમે અમારી વાત એમની સમક્ષ મૂકી છે. તેમને પણ તેમની વાત અમારી સમક્ષ રાખી છે. ચર્ચાઓ ચાલી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad : પરણિતાને લગ્નની લાલચ આપી યુવકે ગુજાર્યું દુષ્કર્મ, મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો :  Bhavnagar: જર્જરિત શાળામાં ભણે છે ભાવિ, શું આવી રીતે ભણશે ગુજરાત? જાણો શું વિસાવદરની આ શાળાની સ્થિતિ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati