Lollo Rosso Farming: ભારતમાં આ ખાસ પાંદડાવાળા સલાડની ઝડપથી વધી રહી છે માગ, ખેડૂતો ખેતી કરી વધારી રહ્યા છે આવક

Lollo Rosso Farming: ભારતમાં આ ખાસ પાંદડાવાળા સલાડની ઝડપથી વધી રહી છે માગ, ખેડૂતો ખેતી કરી વધારી રહ્યા છે આવક
Lollo Rosso farming (PC: Video Grab DD Kisan)

લોલો રોસો (Lollo Rosso) ભારતમાં લાલ પાંદડાવાળા સલાડ તરીકે ઓળખાય છે. તેની ખેતી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં થાય છે. પરંતુ પોલી હાઉસ, ગ્રીનહાઉસ અને સંરક્ષિત ખેતીની ટેક્નિકને કારણે આખા વર્ષ દરમિયાન તેનું ઉત્પાદન કરવામાં આવે છે.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jan 09, 2022 | 1:55 PM

બદલાતી જીવનશૈલીને જોતા હવે આપણે આપણા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે થાળીમાં પૌષ્ટિક ખોરાકનું સ્થાન વધી રહ્યું છે. સલાડ પણ એકદમ હેલ્ધી ગણાય છે. તે આપણા સ્વાસ્થ્યને તો સુધારે છે પણ આપણને વધુ પડતું ખાવાથી પણ બચાવે છે.

સલાડની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, આયર્ન અને ફેટ જેવા તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સલાડની વધતી માગ (Lollo Rosso Demand)ને જોતા હવે આપણા ખેડૂતોમાં પણ લોલો રોસોની ખેતી કરવાનું ચલણ વધી રહ્યું છે. લોલો રોસો એક એવું જ પાન છે, જેની ખેતી કરીને ખેડૂતો તેમની આવકમાં વધારો કરી રહ્યા છે.

લોલો રોસો ભારતમાં લાલ પાંદડાવાળા સલાડ (Salad) તરીકે ઓળખાય છે. તેની ખેતી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં થાય છે. પરંતુ પોલી હાઉસ, ગ્રીનહાઉસ અને સંરક્ષિત ખેતીની ટેક્નિકને કારણે આખા વર્ષ દરમિયાન તેનું ઉત્પાદન કરવામાં આવે છે.

ખેડૂત ભાઈઓ તેને કોઈપણ જમીનમાં વાવી શકે છે, પરંતુ લોલો રોસોની ખેતી માટે રેતાળ લોમ જમીન સૌથી યોગ્ય માનવામાં આવે છે. તેની ખેતી માટે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જમીનમાં પાણી ભરાઈ ન રહેવું જોઈએ.

એક એકર જમીન માટે 100 ગ્રામ બિયારણની જરૂર

લોલો રોસોનું pH મૂલ્ય 6થી 6.5 હોય તેવા ખેતરમાં સરળતાથી વાવણી કરી શકાય છે. તેની ખેતી ડાંગર જેવી છે એટલે કે પહેલા બીજમાંથી રોપા તૈયાર કરવામાં આવે છે અને પછી તેને રોપવામાં આવે છે. 100 ગ્રામ બિયારણ સાથે, ખેડૂતો (Farmers) એક એકર જમીનમાં રોપણી માટે રોપાઓ તૈયાર કરી શકે છે.

તેની વાવણી પાળા નજીક કરવામાં આવે છે. બંધ બનાવ્યા પછી તેની ઉપરની સપાટી પર કોકોપીટનો એક સ્તર નાખવામાં આવે છે. કોકોપીટ લાંબા સમય સુધી ભેજ અને સૂક્ષ્મ પોષકતત્ત્વોને જાળવી રાખે છે. આ પછી અડધી આંગળીની ઊંડાઈ સુધી રેખાઓ દોરવામાં આવે છે અને તેમાં દરેક એક આંગળીના અંતરે બીજ વાવી. વાવણી કર્યા પછી, માટીથી ઢાંકી દો અને તરત જ પાણી રેડવું.

આ રીતે લોલો રોસોની કરવામાં આવે છે રોપણી

વાવણીના 20 દિવસ પછી રોપાઓ તૈયાર થાય છે. વાવણી સમયે એક એકર ખેતરમાં 4થી 6 ટન સડેલું છાણ, 35 કિલો ફોસ્ફરસ, નાઈટ્રોજન અને 10થી 10 કિલો પોટાશ નાખવાની ભલામણ કરવામાં આવે છે. ખેડાણ કર્યા પછી ખેતરમાં ઉંચો પાળો બાંધો. પાળાની પહોળાઈ એક હાથથી વધુ રાખો અને બે બંધનું અંતર બે હાથ સુધી રાખો. દરેકથી એક હાથના અંતરે એક સીધી રેખામાં ચારથી પાંચ ઇંચના છોડ વાવો.

રોપણી પછી તરત જ પાણી આપવું જોઈએ. આ મૂળને જમીનને પકડી રાખવા દે છે. રોપ્યા પછી 7-8 દિવસના અંતરે જૈવિક ખાતર ઉમેરતા રહો, જેથી છોડને યોગ્ય પોષણ મળે. 7-8 દિવસમાં એકવાર નીંદણ દૂર કરો અને ખેડૂતોને ભેજ જાળવવા દર બે દિવસે પિયત આપવાની સલાહ આપવામાં આવે છે.

લોલો રોસો પાક રોપ્યાના એક મહિના પછી થાય છે તૈયાર

લોલો રોસોના પાકમાં સફેદ માખી અને લીફ બોરરનો ઉપદ્રવ થઈ શકે છે. તેનાથી બચવા માટે લીમડાનું તેલ અથવા અળસિયાનું ખાતર પાણીમાં ભેળવી છંટકાવ કરો. લોલો રોસોનો પાક રોપ્યાના એક મહિના પછી તૈયાર થાય છે. આ પછી ખેડૂતો લણણી શરૂ કરે છે.

લોલો રોસોની લણણી કર્યા પછી તેને પાણીમાં ધોવાનું હોય છે અને પછી તેને પાણી કાઢવા માટે છાયાદાર જગ્યાએ રાખવામાં આવે છે. તેને વેન્ટિલેટેડ કાર્ડબોર્ડ બોક્સમાં ભરીને બજારમાં મોકલવામાં આવે છે. સલાડ ઉપરાંત લોલો રોસોનો ઉપયોગ સુશોભન છોડ તરીકે પણ થાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. લોલો રોસો અસ્થમા અને એલર્જીમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ભારતના આ રાજ્યોમાં લોલો રોસોની ખેતી કરવામાં આવે છે

એક અહેવાલ મુજબ ભારતમાં આસામ, તમિલનાડુ, મેઘાલય અને કેરળ, મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં લોલો રોસોની ખેતી વધી રહી છે. નિષ્ણાતો કહે છે કે જો યોગ્ય રીતે માર્કેટિંગ કરવામાં આવે તો લોલો રોસો અન્ય વિદેશી શાકભાજી કરતાં વધુ આવક આપી શકે છે.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Paytm Tap to Pay Feature: આ ફીચરથી હવે તમે ઈન્ટરનેટ વગર પણ કરી શકશો પેમેન્ટ, આ રીતે સર્વિસ કરો એક્ટિવેટ

આ પણ વાંચો: Viral: કૂતરાનો આટલો મસ્ત વીડિયો પહેલા ક્યારેય નહીં જોયો હોય, વીડિયો જોતા જ દિલ થઈ જશે ખુશ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati