જાપાનીઝ રેડ ડાયમંડ જામફળની ખેતી કરીને ખેડૂતો બનશે આર્થિક રીતે સમૃદ્ધ, બમ્પર ઉત્પાદનની સાથે મળશે વધારે નફો

|

Sep 25, 2023 | 1:28 PM

જાપાનીઝ રેડ ડાયમંડ જામફળની ખેતી માટે તાપમાન 10 ડિગ્રીથી 42 ડિગ્રી વચ્ચે સારું માનવામાં આવે છે. તેની ખેતી માટે, જમીનનું pH મૂલ્ય 7 થી 8 ની વચ્ચે હોવું જોઈએ. જો તમે કાળી અને રેતાળ લોમ જમીનમાં જાપાનીઝ રેડ ડાયમંડ જામફળની ખેતી કરો છો, તો તમને બમ્પર ઉપજ મળશે.

જાપાનીઝ રેડ ડાયમંડ જામફળની ખેતી કરીને ખેડૂતો બનશે આર્થિક રીતે સમૃદ્ધ, બમ્પર ઉત્પાદનની સાથે મળશે વધારે નફો
Guava Farming

Follow us on

જામફળ (Guava) ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. તેની ખેતી (Guava Farming) લગભગ સમગ્ર ભારતમાં થાય છે. તેનો ભાવ પણ બધી જગ્યાએ લગભગ સરખો જ હોય છે. જામફળમાં ઘણા વિટામિન હોય છે. પરંતુ તેમાં સૌથી વધુ માત્રામાં વિટામિન C હોય છે. આ ઉપરાંત જામફળમાં આયર્ન અને ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે નિયમિતપણે જામફળનું સેવન કરો છો, તો તમારું શરીર સ્વસ્થ અને ફ્રેશ રહેશે.

જામફળનો ભાવ હોય છે ઘણો વધારે

દેશમાં જામફળની ઘણી જાતો ઉગાડવામાં આવે છે. પરંતુ આજે આપણે એક એવી વેરાયટી વિશે વાત કરીશું જેની ખેતી ખેડૂતોને સમૃદ્ધ બનાવશે. સામાન્ય રીતે જામફળ 40 થી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. પરંતુ જાપાનીઝ રેડ ડાયમંડ એ જામફળની જાત છે જેનો ભાવ ઘણો વધારે હોય છે. આ જામફળ તેના સ્વાદ અને મીઠાશ માટે જાણીતું છે.

આ જામફળ બજારમાં 100 થી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જે ખેડૂતો તેની ખેતી કરે છે તેઓ થોડા વર્ષોમાં સમૃદ્ધ બની જાય છે. ખાસ વાત એ છે કે ઘણા રાજ્યોમાં ખેડૂતોએ જાપાની રેડ ડાયમંડ જામફળની ખેતી પણ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ખેડૂતોને મળશે બમ્પર ઉપજ

જાપાનીઝ રેડ ડાયમંડ જામફળની ખેતી માટે તાપમાન 10 ડિગ્રીથી 42 ડિગ્રી વચ્ચે સારું માનવામાં આવે છે. તેની ખેતી માટે, જમીનનું pH મૂલ્ય 7 થી 8 ની વચ્ચે હોવું જોઈએ. જો તમે કાળી અને રેતાળ લોમ જમીનમાં જાપાનીઝ રેડ ડાયમંડ જામફળની ખેતી કરો છો, તો તમને બમ્પર ઉપજ મળશે. જાપાની ડાયમંડ વાવતી વખતે બે હરોળ વચ્ચેનું અંતર 8 ફૂટ હોવું જોઈએ. છોડ વચ્ચેનું અંતર 6 ફૂટ રાખવું જોઈએ, કારણ કે તેનાથી છોડ ઝડપથી વધે છે. આ ઉપરાંત છોડની કાપણી વર્ષમાં 2 વાર કરવી જોઈએ.

એક વર્ષમાં 3 લાખ રૂપિયાની થશે કમાણી

જામફળમાં ખાતર તરીકે ગાયના છાણ અને વર્મી ખાતરનો ઉપયોગ કરો, તેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે. જો તમે ઈચ્છો તો, તમે NPK સલ્ફર, કેલ્શિયમ નાઈટ્રેટ, મેગ્નેશિયમ સલ્ફેટ અને બોરોનનો ઉપયોગ ખાતર તરીકે કરી શકો છો. છોડને પાણી આપવા માટે ટપક સિંચાઈનો ઉપયોગ કરો. જેના કારણે પાણીનો બગાડ થતો નથી.

આ પણ વાંચો : ખેડૂતોએ જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ

જો તમે દેશી જામફળની ખેતીથી વર્ષે 1 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છો, તો જાપાની રેડ ડાયમંડ જામફળની ખેતીથી તમારી આવક ત્રણ ગણી વધી જશે. એટલે કે તમે એક વર્ષમાં 3 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article