આ યુવા ખેડૂત રેતાળ જમીનમાં કરી સ્ટ્રોબેરી અને બ્રોકોલીની ખેતી, પોલી હાઉસમાં ખેતી કરી મેળવ્યું બમ્પર ઉત્પાદન
પિતાના અવસાન બાદ તેમણે 17 વર્ષની ઉંમરે તેમની જમીન પર ખેતી કરવાનું નક્કી કર્યું હતું. તેમણે કહ્યું કે, શરૂઆતમાં તેઓ મગ, બાજરી અને જુવારની ખેતી કરતા હતા. કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન અને ટ્રેનિંગ દ્વારા મેળવેલા જ્ઞાન દ્વારા તેમણે વરસાદી પાણીના સંગ્રહની સંભવિતતા અને અનિયમિત હવામાન સામે પોલી હાઉસ દ્વારા ખેતી કરી હતી.
રાજસ્થાનના જોધપુર જિલ્લાના ખેડૂત રામચંદ્ર રાઠોડે પ્રતિકૂળ સંજોગોમાં એવા પાકની ખેતી કરી જેની કલ્પના કરવી પણ અઘરી છે. રાજસ્થાન કઠોર આબોહવાની પરિસ્થિતિ ધરાવતું રાજ્ય છે, તેમ છતાં રામચંદ્રએ રેતાળ જમીન પર સ્ટ્રોબેરી અને બ્રોકોલીની ખેતી કરીને એક દાખલો બેસાડ્યો છે. તેમની આ સફળ ખેતીથી બીજા ઘણા ખેડૂતોને પણ પ્રેરણા આપી છે અને આસપાસના ગામના ખેડૂતો તાલીમ લેવા માટે આવી રહ્યા છે.
પડકારજનક પરિસ્થિતિમાં કરી ખેતી
રામચંદ્ર જોધપુરના લુની તાલુકાનો રહેવાસી છે. લુની પશ્ચિમ રાજસ્થાનના મારવાડ પ્રદેશનો એક ભાગ છે, જે બંજર જમીન માટે પ્રખ્યાત છે. આ સાથે જ પ્રદૂષિત પાણીને કારણે આ વિસ્તારને ડાર્ક ઝોનમાં ગણવામાં આવે છે. હાલમાં થોડો સુધારો થયો છતાં આ રણ પ્રદેશના લોકોને દુષ્કાળનો સામનો કરવો પડે છે. ઘણા યુવાઓ નોકરીની શોધમાં શહેરો તરફ વળ્યા છે.
સ્ટ્રોબેરી અને બ્રોકોલીની સફળ ખેતી કરી
આ પડકારજનક સ્થિતિ હોવા છતા રામચંદ્રએ તેમની ખેતીની જમીન પર સ્ટ્રોબેરી અને બ્રોકોલીની સફળ ખેતી કરી છે. તેના ખેતરમાં તૈયાર કરાયેલા ટામેટા બે મહિના સુધી ફ્રીજમાં તાજા રહે છે. રામચંદ્રની અગ્રીકલ્ચર ટેકનિકને કૃષિ નિષ્ણાતોનું પણ ધ્યાન ખેંચ્યું છે.
નાની ઉંમરે શરૂ કરી હતી ખેતી
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ રામચંદ્રએ જણાવ્યું હતું કે, તે પડકારજનક સ્થિતિમાં મોટો થયો છે. તેમના પિતા પણ એક ખેડૂત હતા અને ઓછા વરસાદને કારણે ઘણી વખત પાક નિષ્ફળ જવાનો સામનો કર્યો હતો. તેથી રામચંદ્રને વધુ અભ્યાસ કરવાને બદલે ખેતીમાં મદદ કરવાની ફરજ પડી હતી. તેમણે તેમના પરિવારને મદદ કરવા માટે દરજી કામ પણ કર્યું છે. તેમણે પોતે કામ કરીને સાથે 12 ધોરણ સુધી પોતાનું શિક્ષણ લીધુ હતું.
આ પણ વાંચો : ખેડૂતોને મળશે વ્યાજ વગર જ કૃષિ લોન, રાજ્ય સરકારના આ નિર્ણયથી ધરતીપુત્રોને થશે ફાયદો
વર્ષ 2004 માં તેમના પિતાના અવસાન બાદ તેમણે 17 વર્ષની ઉંમરે તેમની જમીન પર ખેતી કરવાનું નક્કી કર્યું હતું. તેમણે કહ્યું કે, શરૂઆતમાં તેઓ મગ, બાજરી અને જુવારની ખેતી કરતા હતા. ત્યારબાદ પ્રદૂષિત અને અયોગ્ય પાણીને કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન અને ટ્રેનિંગ દ્વારા મેળવેલા જ્ઞાન દ્વારા તેમણે વરસાદી પાણીના સંગ્રહની સંભવિતતા અને અનિયમિત હવામાન સામે પોલી હાઉસ દ્વારા ખેતી કરી હતી. તેમણે 100 વર્ગ મીટરમાં 14 ટન ઉત્પાદન મેળવ્યું હતું.