જો ભારત વિશ્વભરમાં ઓર્ગેનિક ફૂડની માગ પૂરી કરશે તો અર્થવ્યવસ્થાનું થઈ જશે કાયાકલ્પ: ગૃહ પ્રધાન અમિત શાહ

Natural Farming: જો દરેક ગામમાં બે-પાંચ ગોબર ગેસ પ્લાન્ટ લગાવવામાં આવે તો 5-10 વર્ષમાં દરેક ઘરમાં ગોબર ગેસ પ્લાન્ટ (Gobar Gas Plant)હશે, જે કુદરતી ખેતી માટે વિશાળ કાચો માલ પણ ઉપલબ્ધ કરાવશે.

જો ભારત વિશ્વભરમાં ઓર્ગેનિક ફૂડની માગ પૂરી કરશે તો અર્થવ્યવસ્થાનું થઈ જશે કાયાકલ્પ: ગૃહ પ્રધાન અમિત શાહ
Union Home and Cooperation Minister Amit Shah (Ministry Of Cooperation)
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Apr 11, 2022 | 9:49 AM

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ભારતને કુદરતી ખેતી(Natural Farming)ની દિશામાં આગળ લઈ જવાનો સમય આવી ગયો છે. જો ભારત વિશ્વભરમાં ઓર્ગેનિક ફૂડની માગ પૂરી કરે તો આપણી અર્થવ્યવસ્થા બદલાઈ જશે. ડેરી(Dairy)સેક્ટર આમાં મોટી ભૂમિકા ભજવી શકે છે, કારણ કે કુદરતી ખેતી માટે મૂળ વસ્તુ ગાયનું છાણ છે. જો દરેક ગામમાં બે-પાંચ ગોબર ગેસ પ્લાન્ટ લગાવવામાં આવે તો 5-10 વર્ષમાં દરેક ઘરમાં ગોબર ગેસ પ્લાન્ટ (Gobar Gas Plant)હશે, જે કુદરતી ખેતી માટે વિશાળ કાચો માલ પણ ઉપલબ્ધ કરાવશે. શાહ રાજયની રાજધાની ગાંધીનગરમાં નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કરી હતી.

સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે પશુઓની જાતિ સુધારણા અને દેશી ઓલાદોની જાળવણી માટે વધુ કામ કરવાની જરૂર છે. કારણ કે દેશી ઓલાદના છાણમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાની સૌથી વધુ ક્ષમતા હોય છે. શાહે કહ્યું કે ડેરી સેક્ટરમાં ઘણી સંભાવનાઓ છે અને 1.94 લાખ ગામડાઓનું જે નેટવર્ક બનેલું છે, જેમાં લગભગ 17 કરોડથી વધુ ખેડૂતો તેમનું દૂધ દરરોજ કોઓપરેટિવને વેચે છે. વર્ષ 2020-21માં આ સહકારી સંઘો દ્વારા ખેડૂતોને લગભગ 65,000 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

સહકારી ચળવળએ ભારતને દૂધ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવ્યું

સહકારી ચળવળે ભારતને દૂધના (Milk)ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે એટલું જ નહીં, દેશની આવનારી પેઢીઓને પોષક બનાવીને કુપોષણની સમસ્યાને હલ કરવામાં પણ અમૂલ્ય ફાળો આપ્યો છે. તેમણે કહ્યું કે જો સરદાર પટેલ, મોરારજી દેસાઈ અને ત્રિભુવન દાસે દૂધ સહકારી ચળવળ દ્વારા દેશને આર્થિક શક્તિ તરીકે ઉભરવાની કલ્પના ન કરી હોત તો આજે આપણે પોષણની બાબતમાં ક્યાં હોત?. આવું વિચારતાં જ આપણી સામે એક ભયાનક ચિત્ર ઊભું થાય છે.

ગોબરધન યોજના શરૂ કરશે NDDB

અમિત શાહે કહ્યું કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)વેસ્ટથી વેલ્થના કોન્સેપ્ટને જીવંત કરવા માટે ગોબરધન યોજના શરૂ કરવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાત સરકાર પણ સહયોગ આપી રહી છે. તેમણે કહ્યું કે આજે ડેરી ક્ષેત્રે ખેડૂતો સુધી તેમના હક્ક અને નાણા પહોંચે તે માટે ઈલેક્ટ્રોનિક સિસ્ટમથી સારી કામગીરી કરનારને એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. આ સાથે આજે ડેરી એસોસિએશનની સુવર્ણ જયંતિનો અવસર પણ છે.

કુદરતી ખાતર ઉત્પાદનમાં ખેડૂતો જોડાઓ

ગૃહ પ્રધાન અને સહકાર મંત્રી અમિત શાહે (Amit Shah)કહ્યું કે ખેડૂતોએ તેમને ડેરી તેમજ મધમાખી ઉછેર અને કુદરતી ખાતરના ઉત્પાદન સાથે જોડવાના વિકલ્પો પર વિચાર કરવો પડશે. જો આપણે સંપૂર્ણ સંપુટ બનાવીને ખેડૂતની આવકને મજબૂત બનાવી શકીએ, તો આપણને તેનો લાભ ચોક્કસપણે મળશે. મધમાખી ઉછેરમાં મોટી સંભાવનાઓ છે અને આપણે ભારતમાંથી સમગ્ર વિશ્વમાં ખૂબ સારું મધ મોકલી શકીએ છીએ.

ડેરી સેક્ટરમાં ભારતે કર્યો ચમત્કાર

આ માટે ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને બિહારમાં ખૂબ જ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક છે. જો તેને મધમાખી ઉછેર સાથે જોડી દેવામાં આવે તો તમારી જ વ્યવસ્થાથી કલેક્ટ થઈને નિકાસ કરી શકાય છે. ગાયના છાણ સંગ્રહ માટે કોઈ નવી વ્યવસ્થા કરવાની જરૂર નથી. શાહે કહ્યું કે ભારતે ડેરી સેક્ટરમાં જે ચમત્કાર કર્યો છે તેના માટે હું તેની સાથે જોડાયેલા લોકોને અભિનંદન આપું છું. મહિલાઓના ચહેરા પર સ્મિત આવી ગયું છે અને કદાચ ડેરીથી વધુ તેમને કોઈએ સશક્ત કર્યા નથી.

આ પણ વાંચો: PM મોદીએ કહ્યું, ખેડૂત ભાઈ-બહેનો પર દેશને ગર્વ, તેઓ સશક્ત થશે તો નવું ભારત સમૃદ્ધ થશે

આ પણ વાંચો: Pakistan’s Next PM: ‘માઈક તોડુ’ છે શાહબાઝ શરીફ, વીડિયોમાં જુઓ કેવી રીતે સંબોધન બાદ ઉખાડી લે છે Mic

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati