AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ કહ્યું, ખેડૂત ભાઈ-બહેનો પર દેશને ગર્વ, તેઓ સશક્ત થશે તો નવું ભારત સમૃદ્ધ થશે

ડેટા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) હેઠળ 11.3 કરોડ ખેડૂતોના ખાતામાં 1.82 લાખ કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

PM મોદીએ કહ્યું, ખેડૂત ભાઈ-બહેનો પર દેશને ગર્વ, તેઓ સશક્ત થશે તો નવું ભારત સમૃદ્ધ થશે
PM Narendra Modi (PTI File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 7:55 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ રવિવારે સવારે કરેલા ટ્વીટમાં કહ્યું, કે ‘દેશનો ખેડૂત જેટલો મજબૂત હશે તેટલું જ નવું ભારત વધુ સમૃદ્ધ થશે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)અને કૃષિ સંબંધિત અન્ય યોજનાઓ દેશના કરોડો ખેડૂતોને નવી તાકાત આપી રહી છે. વડાપ્રધાને આ વાતો એવા સમયે કહી છે જ્યારે દેશનો ખેડૂત ખેતરોમાં પરસેવો પાડી રહ્યો છે અને રવિ પાકની લણણી (Rabi Crops Harvesting)માં વ્યસ્ત છે. આ ટ્વિટ સાથે તેમણે કેટલાક આંકડા પણ શેર કર્યા.

ડેટા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 11.3 કરોડ ખેડૂતોના ખાતામાં 1.82 લાખ કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તમામ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે કૃષિ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 1 લાખ કરોડ રૂપિયાની લોનની સુવિધા આપવામાં આવી છે.

સરકારી યોજનાઓમાંથી ખેડૂતોને મળી રહી છે મદદ

એવું પણ કહેવામાં આવ્યું છે કે 11 હજાર 632 પ્રોજેક્ટ માટે 8585 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. આ ફંડ કોવિડ મહામારી દરમિયાન આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ બહાર પાડવામાં આવ્યું હતું. ઈ-નામ (નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ) વિશે વાત કરતી વખતે એવું કહેવામાં આવ્યું છે કે દેશભરની મંડીઓનું ડિજિટલ એકીકરણ કરવામાં આવી રહ્યું છે. 1.73 કરોડ ખેડૂતો e-NAM પર નોંધાયેલા છે અને આ પ્લેટફોર્મ હેઠળ રૂ. 1.87 લાખ કરોડનો બિઝનેસ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારતના ખેડૂતો માટે મોટો આધાર બની છે. દરેક વખતે, દરેક હપ્તે, દર વર્ષે, કોઈપણ વચેટિયા વગર, કોઈપણ કમિશન વિના હજારો કરોડનું ટ્રાન્સફર. અગાઉ કોઈએ કલ્પના પણ કરી ન હતી કે ભારતમાં પણ આવું થઈ શકે છે. નાના ખેડૂતો આ રકમમાંથી સારા ખાતર અને સાધનોનો ઉપયોગ કરીને સારી ગુણવત્તાના બિયારણની ખરીદી કરી રહ્યા છે.

PM Kisanના 11મા હપ્તાની રાહ

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ખેડૂતોને પીએમ કિસાનના 10 હપ્તા મળ્યા છે. યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 11મો હપ્તો જાહેર કરવાની કૃષિ મંત્રાલયની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને આગામી દિવસોમાં ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ શકે છે. ગયા વર્ષે 15 મેના રોજ હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મે મહિનામાં કોઈ દિવસ, વડા પ્રધાન 11મો હપ્તો જાહેર કરશે.

આ પણ વાંચો: Cucumber Farming: ઉનાળામાં ખીરા કાકડીની ખેતીથી મળી શકે છે સારી કમાણી, જાણો સંપૂર્ણ પ્રોસેસ

આ પણ વાંચો: Pakistan’s Next PM: ‘માઈક તોડુ’ છે શાહબાઝ શરીફ, વીડિયોમાં જુઓ કેવી રીતે સંબોધન બાદ ઉખાડી લે છે Mic

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">