ભારત (India) કૃષિ પ્રધાન દેશ છે. ખેડૂતો (Farmers) ખેતી (Farming) માટે અવનવી રીત અપનાવતા હોય છે. તો ખાતરને લઈને અવનવા પ્રયોગ કરતા રહે છે. સામાન્ય રીતે ડુંગળીના (Onion) ફોતરાને આપણે કચરા પેટીમાં ફેંકી દઈએ છીએ. મોટાભાગના લોકો જાણે છે કે ડુંગળીની છાલ ખૂબ ઉપયોગી છે. ડુંગળીમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા તત્વો જોવા મળે છે. પરંતુ હજુ પણ આપણે ડુંગળીની છાલને નકામી માનીએ છીએ.
જો કે, ડુંગળીની છાલની વિશેષતા વિશે માત્ર થોડા લોકો જ જાણતા હશે. આ કુદરતી કાચી છાલનો ઉપયોગ કરીને તમે તમારા છોડ માટે કાર્બનિક જૈવિક ખાતર બનાવી શકો છો અને તેનો તમારા બગીચામાં છંટકાવ કરી શકો છો.
આ માટે તમારે ડુંગળીનો ઉપયોગ કર્યા પછી તેની છાલ બચાવવાની છે. આ બાદ આ છાલ ઉપયોગ કરવાથી બગીચા માટે ખાતર ખરીદવા માટે રૂપિયા ખર્ચવાની જરૂરિયાત દૂર કરી શકશો. આ તમારા ખર્ચમાં ઘટાડો કરશે જેના કારણે તમારો નફો વધશે.
તમે ડુંગળીની છાલથી ઓર્ગેનિક ગાર્ડન ખાતર જાતે બનાવી શકો છો
4 થી 5 ડુંગળીની છાલ લો.
તેમને એક લિટર પાણીમાં પલાળી રાખો.
મિશ્રણને ઢાંકીને 24 કલાક રાખો.
જો કે, શિયાળા દરમિયાન આ સમયગાળો 48 કલાક સુધી લંબાવવામાં આવે છે.
આ પછી તેને સીધા ઉપયોગ માટે કન્ટેનરમાં ગાળી લો.
તમે કેટલા દિવસ રાખી શકો છો?
ડુંગળીનું છાલનું પાણી પોટેશિયમથી ભરપૂર છે. તેનો ઉપયોગ ઇન્ડોર તેમજ આઉટડોર પ્લાન્ટ્સ માટે થઈ શકે છે. મહિનામાં ત્રણથી ચાર વખત તેનો ઉપયોગ છોડના સ્વાસ્થ્યને સારૂ રાખવા માટે પૂરતો સાબિત થાય છે. 10 થી 15 દિવસ સુધી આ પાણીને રાખી શકો છો.
છોડ સ્વસ્થ રહેશે
ડુંગળીની છાલનો ખાતર તરીકે ઉપયોગ કરવાથી તમે ઝીરો બજેટ ઓર્ગેનિક ગાર્ડનિંગ તેમજ ખેતીમાં મદદ કરી શકો છો. તેને ફેંકી દેવાને બદલે તમે તેનો ઉપયોગ તમારા છોડને તંદુરસ્ત બનાવવા માટે કરી શકો છો.
છંટકાવ માટે કેવી રીતે તૈયાર કરવો
તમે આ કાર્બનિક પ્રવાહી ખાતરનો ઉપયોગ સિંચાઈના પાણી સાથે અથવા સ્પ્રે તરીકે કરી શકો છો. જો કે, એક લિટર પાણીમાં આ પ્રવાહી ખાતરના 100 થી 200 મિલીલિટર નાખીને ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો : Red Lady Finger : ક્યારે પણ લાલ ભીંડા જોયા છે ? લાલ ભીંડાની ખેતીથી કરી શકો છો અઢળક કમાણી, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
આ પણ વાંચો :Good News for Farmer: ડ્રોનના ઉપયોગથી ખેડૂતોની આવકમાં થશે વધારો તો ખર્ચમાં થશે ઘટાડો, આ રીતે કરી શકશો ઉપયોગ