લોન લેનારા ખેડૂતો માટે ખુશખબર, આગામી બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટી જાહેરાત

જે ખેડૂતો લોનની ચુકવણી સમયસર કરે છે તો તેઓને દર વર્ષે 3 ટકાની વધારાની વ્યાજમાં રાહત પણ મળે છે. આ ઉપરાંત ખેડૂતો લાંબા ગાળા માટે પણ લોન લઈ શકે છે, પરંતુ તેમાં વ્યાજ બજાર દર મુજબ ચૂકવવાનું રહે છે. આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ લોનનો ટાર્ગેટ વધીને 22 થી 25 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે.

લોન લેનારા ખેડૂતો માટે ખુશખબર, આગામી બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટી જાહેરાત
Agriculture Loan
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 31, 2024 | 1:47 PM

આગામી 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ આવશે. આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ધિરાણનો લક્ષ્યાંક 22 થી 25 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે. સાથે સરકારના પ્રયત્નો રહેશે કે દરેક પાત્ર ખેડૂતને સરળતાથી લોન મળે. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક 20 લાખ કરોડ રૂપિયા છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 2 ટકા વ્યાજની છૂટ આપે છે. તેથી ખેડૂતોને વાર્ષિક 7 ટકાના રાહત દરે ત્રણ 3 લાખ સુધીની લોન મળે છે.

ત્રણ ટકાની વધારાની વ્યાજ છૂટ

જે ખેડૂતો લોનની ચુકવણી સમયસર કરે છે તો તેઓને દર વર્ષે 3 ટકાની વધારાની વ્યાજમાં રાહત પણ મળે છે. આ ઉપરાંત ખેડૂતો લાંબા ગાળા માટે પણ લોન લઈ શકે છે, પરંતુ તેમાં વ્યાજ બજાર દર મુજબ ચૂકવવાનું રહે છે. આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ લોનનો ટાર્ગેટ વધીને 22 થી 25 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે.

લોન માટે એક અલગ વિભાગ બનાવ્યો

સરકાર ખેડૂતો માટે કૃષિ લોન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેથી સરકાર બાકી રહેલા ખેડૂતોને ઓળખ અને તેમને લોન નેટવર્કમાં લાવવા માટે ઝુંબેશ ચલાવી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, કૃષિ મંત્રાલયે ક્રેડિટ પર લોન માટે એક અલગ વિભાગ પણ બનાવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

અંદાજે 16.37 લાખ કરોડ રૂપિયાની લોન ખેડૂતોને આપવામાં આવી

કૃષિ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે ખેડૂતોને લોનનું વિતરણ છેલ્લા 10 વર્ષમાં લક્ષ્યાંક કરતાં વધી ગયું છે. સરકારી આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર 2023 સુધીમાં 20 લાખ કરોડ રૂપિયાના કૃષિ લોન લક્ષ્યાંકના અંદાજે 82 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યા છે. માહિતી મૂજબ આ સમયગાળા દરમિયાન ખાનગી અને જાહેર બેંક દ્વારા અંદાજે 16.37 લાખ કરોડ રૂપિયાની લોન ખેડૂતોને આપવામાં આવી છે.

આ પણ વાંચો : હાપુડના ફૂલોથી મહેકશે શ્રી રામ નગરી અયોધ્યા, આ ખેડૂતને મળ્યો 10 ટન ફૂલોનો ઓર્ડર

ચાલુ નાણાકીય વર્ષમાં પણ કૃષિ લોનનો લક્ષ્યાંક વધવાની શક્યતા છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કુલ 21.55 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન આપવામાં આવી હતી. આ સમયગાળા માટે નિર્ધારિત 18.50 લાખ કરોડ રૂપિયાના ટાર્ગેટ કરતાં તે વધારે હતી. માહિતી મૂજબ કિસાન ક્રેડિટ કાર્ડના દ્વારા 7.34 કરોડ ખેડૂતોને લોન આપવામાં આવી હતી.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">