Solar Pumps Subsidy: સોલાર પંપ પર સરકાર આપે છે સબસિડી, પડતર જમીનમાં સોલાર પ્લાન્ટથી ખેડૂતો કરી શકે છે કમાણી
આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને સોલર પંપ પર સબસિડી (Subsidy on Solar Pump)આપે છે. સોલાર પંપનો ઉપયોગ કરીને ખેડૂતો (Farmers) તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે છે.
ઘણી વખત વીજળીની સમસ્યાને કારણે ખેડૂતો (Farmers)ને પાકની સિંચાઈ દરમિયાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને નુકસાન પણ વેઠવું પડે છે. આવી સ્થિતિમાં પીએમ કુસુમ યોજના (PM Kusum Yojana)ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આપને જણાવી દઈએ કે આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને સોલર પંપ પર સબસિડી (Subsidy on Solar Pump)આપે છે. સોલાર પંપનો ઉપયોગ કરીને ખેડૂતો તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે છે.
આ સિવાય તમે તમારી બિનફળદ્રુપ જમીન અથવા પડતર જમીન પર સોલાર પ્લાન્ટ લગાવીને દર મહિને નિશ્ચિત આવક પણ મેળવી શકો છો. નિષ્ણાતોના મતે એક મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે લગભગ 4થી 5 એકર જમીનની જરૂર પડે છે. આ સાથે એક વર્ષમાં લગભગ 15 લાખ પાવર યુનિટનું ઉત્પાદન થઈ શકે છે. તે વીજળી વિભાગ દ્વારા લગભગ 3 રૂપિયા 7 પૈસાના ટેરિફ પર ખરીદે છે. આવી સ્થિતિમાં ખેડૂત સોલાર પંપ પ્લાન્ટથી સરળતાથી વાર્ષિક 45 લાખ સુધીની આવક મેળવી શકે છે.
કુસુમ યોજના હેઠળ, ખેડૂતો, ખેડૂત પંચાયતો, સહકારી મંડળીઓનું જૂથ સોલાર પંપ લગાવવા માટે અરજી કરી શકે છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને 60% સબસિડી આપે છે. આ ઉપરાંત ખર્ચના 30% લોન પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. ખેડૂતોએ આ પ્રોજેક્ટનો માત્ર 10 ટકા જ ખર્ચ કરવો પડશે.
કેન્દ્રની સાથે રાજ્ય સરકારો પોતાના સ્તરે તેનું સંચાલન કરે છે. આવી સ્થિતિમાં ખેડૂતો પોતપોતાના રાજ્યોના વીજળી વિભાગનો સંપર્ક કરીને અન્ય માહિતી મેળવી શકે છે. જણાવી દઈએ કે આ યોજના હેઠળ પડતર જમીન પર ખેડૂતો 10,000 મેગાવોટના વિકેન્દ્રિત રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટની સ્થાપના કરશે, જે પડતર જમીન પર ગ્રીડ સાથે જોડાયેલા છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર એગ્રીકલ્ચર પંપ લગાવવા માટે 17.50 લાખનું ફંડ પણ આપવામાં આવે છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-