Success Story: મોટી કંપનીની નોકરી છોડી ખેતી કરી રહ્યા છે આ યુવા પ્રગતીશિલ ખેડૂત, યુવાઓ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
દેશના યુવાનો સારી નોકરી છોડીને ખેતી(Farming)ને અપનાવી રહ્યા છે. તેમાંય મોટી સંખ્યામાં એવા યુવાનો છે જેઓ સફળતાના શિખરોને સ્પર્શ્યા પછી પણ મૂળ સાથે જોડાયેલા રહેવા માંગે છે.
દેશમાં આજે કૃષિ (Agriculture) રોજગારના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી રહી છે. આ જ કારણ છે કે દેશના યુવાનો સારી નોકરી છોડીને ખેતીને અપનાવી રહ્યા છે. તેમાંય મોટી સંખ્યામાં એવા યુવાનો છે જેઓ સફળતાના શિખરોને સ્પર્શ્યા પછી પણ મૂળ સાથે જોડાયેલા રહેવા માંગે છે. હૈદરાબાદના રહેવાસી યુવાન બોંગુરામ રાજુ એવા લોકો માટે પ્રેરણારૂપ છે, જેઓ પોતાના ગામમાં રહેવા માગે છે. કારણ કે રાજુ ભારત બાયોટેક (Bharat Biotech) જેવી મોટી કંપનીમાં કામ કરતા હતા, સારો પગાર પણ હતો પણ તે પોતાના જીવનથી સંતુષ્ટ ન હતા. રાજુ ખેતીમાં કેમિકલના વધી રહેલા ઉપયોગથી ચિંતિત હતા.
ખેતરોમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા જતા ઉપયોગને કારણે માનવીઓ પર થતી ખરાબ અસરો વિશે વિચારીને તે ખૂબ જ અસ્વસ્થ હતા. જે બાદ તેમણે નોકરી છોડવાનો નિર્ણય લીધો હતો. નોકરી છોડ્યા પછી તેમણે ખેતી કરવાનું નક્કી કર્યું અને તેલંગાણામાં સ્થિત તેના ગામ હબસીપુર ગયા. તેમના ગામના લોકો પરંપરાગત ખેતી કરતા હતા. તેમણે આ શૈલીથી દૂર જઈને ખેતી કરવાનું નક્કી કર્યું. રાજુએ ખેતી માટે દેશી ડાંગરની તે જાતો પસંદ કરી, જેની ખેતી હબસીપુર ગામના ખેડૂતોએ કરી ન હતી.
ઓર્ગેનિક ખેતીની શરૂઆત
એટલું જ નહીં, રાજુએ તેના ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો ન હતો. તેમણે તેમની જૈવિક ખેતી અપનાવી અને તેમના ખેતરોમાં ખાતર તરીકે ગાયના છાણ અને જંતુનાશક માટે લીમડાના તેલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેમના પ્રયત્નો ફળ્યા અને તેમણે ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કર્યું. આનાથી તેમને ફાયદો થયો, સાથે સાથે નજીકના ખેડૂતો પણ તેમની ખેતી પદ્ધતિથી પ્રભાવિત થયા.
રાજુ ઘણા યુવાનો માટે પ્રેરણા બની ગયા
રાજુના સજીવ ખેતી તરફના પ્રયત્નોને જોતા અને કૃષિને સારી રીતે કરવા માટેના તેમના પ્રયત્નોની માન્યતામાં આપવા માટે ગાંધી ગ્લોબલ ફેમિલી અને ગાંધી જ્ઞાન પ્રતિષ્ઠાન ટ્રસ્ટે તેમને ગત વર્ષ પુદામી પુત્ર એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત તેઓ ગ્રામ ભારતી સ્વૈચ્છિક સંસ્થા, સુભિક્ષા એગ્રી ફાઉન્ડેશન અને ડેક્કન મુદ્રા સાથે મળીને ખેડૂતોને શિક્ષિત કરવા માટે કામ કરી રહ્યા છે. એક મીડિયા અહેવાલ અનુસાર સ્થાનિક કૃષિ વિસ્તરણ અધિકારી મહેશ જણાવે છે કે, ખેતીમાં પોતાનું કરિયર બનાવ્યા બાદ રાજુ આજે ઘણા યુવાનો માટે પ્રેરણારૂપ બની ગયા છે.
ફળ શાકભાજીની ખેતી સાથે કરે છે માછલીની ખેતી
રાજુ કહે છે કે તેમના નિર્ણયથી તેમના માતા-પિતા અને સાસરિયાઓ ખૂબ નારાજ હતા, પરંતુ તેમની પત્નીએ તેમને દરેક સમયે સાથ આપ્યો હતો. રાજુ માટે તેમની પત્નીએ હૈદરાબાદની કોર્પોરેટ શાળામાં શિક્ષક તરીકેની નોકરી છોડી દીધી. તેઓએ સાથે મળીને સાડા ચાર એકર જમીનમાં મણિપુર બ્લેક રાઈસ, કુજી પાટલી, દશમુથી રત્ન ચોડી, કલાબાતી જેવી ચોખાની જાતો ઉગાડી છે, તેમજ રાજુ ઘેટાં ઉછેર અને મરઘાં ઉછેર ઉપરાંત ફળો અને શાકભાજીની ખેતી કરે છે.
આ પણ વાંચો: Viral Video: ટ્રોલી પરથી પડી રહ્યો હતો શખ્સ, કાર ડ્રાઈવરે જે કર્યું તેને લોકોનું દીલ જીતી લીધી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-