AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr. Hockey World Cup: ભારતીય મહિલા ટીમનું જીતનું અભિયાન યથાવત, કોરિયા સામે મોટી જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

એક ટીમ તરીકે રમીને અને ક્વાર્ટર ફાઈનલની ટક્કર દરમિયાન તેમનું માળખું જાળવી રાખતા, ભારતીય ખેલાડીઓએ બે વખતના ચેમ્પિયન કોરિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું, ભારત માટે મુમતાઝ ખાન (10મી મિનિટ), લાલરિંદિકી (14મી) અને સંગીતા કુમારીએ ગોલ કર્યા હતા.

Jr. Hockey World Cup: ભારતીય મહિલા ટીમનું જીતનું અભિયાન યથાવત, કોરિયા સામે મોટી જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
ભારતીય મહિલા ટીમનું જીતનું અભિયાન ચાલુ છે, કોરિયા સામે મોટી જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો Image Credit source: FILE PHOTO
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 10:27 AM
Share

Jr. Hockey World Cup: ભારતીય મહિલા હોકી ટીમે (Indian Women Hockey Team) શુક્રવારે જુનિયર હોકી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. દક્ષિણ આફ્રિકાના પોચેફસ્ટ્રુમમાં રમાઈ રહેલા જુનિયર વર્લ્ડ કપ (Women Jr. Hockey World Cup)ની ક્વાર્ટર ફાઈનલમાં ભારતે દક્ષિણ કોરિયાને હરાવ્યું. ભારત તરફથી મુમતાઝ ખાન, લાલરિંદીકી અને સંગીતા કુમારી (Sangita Kumari) એ ગોલ કર્યા હતા. આ સાથે જ દક્ષિણ કોરિયા એક પણ ગોલ કરી શક્યું ન હતું. આ બીજી વખત છે જ્યારે ભારતીય ટીમ જુનિયર મહિલા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી છે.

ભારત ત્રણ મેચમાં ત્રણ જીતથી મહત્તમ નવ પોઈન્ટ સાથે પૂલ ડીમાં ટોચ પર છે. ભારતે વેલ્સ (5-1), જર્મની (2-1) અને મલેશિયા (4-0)ને હાર આપી હતી. ટીમે આ સમયગાળા દરમિયાન 11 ગોલ કર્યા હતા, જ્યારે તેની સામે માત્ર બે ગોલ થયા હતા.

ભારતે ત્રણ ગોલ કર્યા હતા

એક ટીમ તરીકે રમીને અને ક્વાર્ટર ફાઈનલની ટક્કર દરમિયાન તેમનું માળખું જાળવી રાખતા, ભારતીય ખેલાડીઓએ બે વખતના ચેમ્પિયન કોરિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું, ભારત માટે મુમતાઝ ખાન (10મી મિનિટ), લાલરિંદિકી (14મી) અને સંગીતા કુમારીએ ગોલ કર્યા હતા, જેઓ હવે ત્રણ વખતની ચેમ્પિયન નેધરલેન્ડ અને યજમાન દક્ષિણ આફ્રિકા વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મુકાબલાના વિજેતા સામે ટકરાશે. ભારતે સારી શરૂઆત કરી અને પ્રથમ ક્વાર્ટરમાં 10મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ કરનાર મુમતાઝ ખાન દ્વારા બે વખત ગોલ કર્યો,સંગીતાએ ગોલ કરીને ભારતને કોરિયા સામે 3-0થી જીત અપાવી હતી.

ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો

અન્ય ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડનો મુકાબલો દક્ષિણ આફ્રિકા જ્યારે ઈંગ્લેન્ડનો અમેરિકા સામે થશે. આર્જેન્ટિનાને જર્મનીનો સામનો કરવો પડશે. જુનિયર વિમેન્સ વર્લ્ડ કપ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાવાનો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ના ઓમિક્રોનના જોખમને કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો. જુનિયર વર્લ્ડ કપમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2013માં હતું, જ્યારે ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો :મહા વિકાસ આઘાડી સરકાર ચલાવવામાં અસમર્થ, ઉદ્ધવ ઠાકરે લાચાર મુખ્યમંત્રી’, ફરી એકવાર કેન્દ્રીયમંત્રીએ સાધ્યુ નિશાન

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">