AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો મરી મસાલાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે તો મળશે વધારે પાક ઉત્પાદન

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતો મરી મસાલાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે તો મળશે વધારે પાક ઉત્પાદન
Spice Crops
| Updated on: Dec 18, 2023 | 12:47 PM
Share

ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.

પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે જુદા-જુદા મરી મસાલાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

મરી મસાલાના પાકમાં ખેતી કાર્યો અને રોગ જીવાત નિયંત્રણ

વરીયાળી, જીરુ, ઘાણા, મેથી, સુવા અને અજમો : મોલો અને થ્રીપ્સના નિયંત્રણ માટે થાયોમેથોકઝામ ૭૦ ડબલ્યુએસ ૩ ગ્રામ / કિગ્રા બીજ પ્રમાણે પટ આપીને વાવવાથી મેથીમાં મોલો અને તડતડીયા સામે રક્ષણ છે.

સર્વે દરમ્યાન આ જીવાતોનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોળીનું મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર દવાઓ ૨૦ મિલી (૧ ઈસી) થી ૪૦ લેકાનીસીલીયમ લેકાની કે બુવેરીયા નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

મોલો અને થ્રીપ્સનો વધુ ઉપદ્રવ જણાય તો ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લી. અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લી. અથવા કારબોસ્લફાન ૨૫ ઈસી ૨૦ મિ.લી. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લી. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો બીજા છંટકાવની જરૂરીયાત જણાય તો કીટનાશક બદલવી.

આ પણ વાંચો : ખેડૂતો જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરો, પાક ઉત્પાદનમાં થશે વધારો

જીરૂના પાકમાં ખેતી કાર્યો અને રોગ જીવાત નિયંત્રણ

1. પાકને ત્રીજુ પિયત વાવણી બાદ ૩૦ દિવસે અને ચોથું પિયત વાવણી બાદ ૪૫ – ૫૦ દિવસે આપવું. વાદળવાળું વાતાવરણ હોય તો પિયત આપવું નહી.

2. ચરમી રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૨૫ ગ્રામ ૧૦ લી. પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

3. ભુકીછારાના નિયંત્રણ માટે સલ્ફર ૮૦ ટકા વેટેબલ પાવડર ૩૦ ગ્રામ ઉપરાંત હેક્જાકોનેઝોલ ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી ૨ થી ૩ છટકાવ કરવા.

4. જીરૂને પ્રતિકુળ વાતાવરણથી બચવા લો-ટનલ સ્ટ્રકચરનો ઉપયોગ કરવો.

5. પૂર્તિ ખાતર તરીકે ૧૫ કિ.ગ્રા./હે. નાઈટ્રોજન આપવો.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
g clip-path="url(#clip0_868_265)">