ખેડૂતો જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરો, પાક ઉત્પાદનમાં થશે વધારો
ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
શાકભાજીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
રીંગણ : સફેદ માખી માટે ડાયફેન્થ્યુરોન ૧૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં નાખી ત્રણ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.
ભીંડા : તડતડીયા તથા ફળ અને ડુંખ કોરીખાનાર ઈયળ માટે મેટારીઝીયમ એનીસોપ્લી ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
ટમેટા : પાનનાં સુકારાનાં રોગ માટે કોપર હાઈડ્રોકસાઈડ ૭૭ વે.પા. ૨૫ ગ્રામ /૧૦ લીટર પાણીમાં નાખી ૧૦ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. લીલી ઈયળના વધુ ઉપદ્રવ વખતે ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિ.લી. અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. ફ્લુબેન્ડીયા ૪૮૦ એસસી ૩ મિ.લી. નો છંટકાવ કરવો.
કોબીજ અને કોલી ફલાવર : હીરાફૂદુના નિયંત્રણ માટે ઉપદ્રવની લીમડાની લીંબોળીની મીંજનો ભુકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. નોવાલ્યુરોન ૨૦ મિ.લી. અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૩ મિ.લી. અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૩ મિ.લી. અથવા ઈન્ડોકઝાકાર્બ ૫ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ પણ વાંચો : ખેડૂતોએ શેરડી અને કેળના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા, પાક ઉત્પાદનમાં થશે વધારો
દુધી : ગુજરાત આણંદ સંકર દુધી- ૧ નું વાવેતર કરો.
ચોળી : કાતરાનાં નિયંત્રણ માટે થાયોડીકાર્બ ૨૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરો
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી