AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું અજમેર શરીફની દરગાહ છે ત્યાં પહેલા શિવ મંદિર હતુ? જજના પુસ્તકમાં પૃથ્વીરાજ ચૌહાણ અને શિવલીંગને લઈને શું કરાયો છે દાવો- વાંચો

ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લાનો મસ્જિદ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં રાજસ્થાનમાં અજમેર શરીફનો નવો વિવાદ શરૂ થઈ ગયો છે. અજમેર શરીફ દરગાહને શિવ મંદિર બતાવનારી અર્જીને સ્થાનિક કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ આપી છે.

શું અજમેર શરીફની દરગાહ છે ત્યાં પહેલા શિવ મંદિર હતુ? જજના પુસ્તકમાં પૃથ્વીરાજ ચૌહાણ અને શિવલીંગને લઈને શું કરાયો છે દાવો- વાંચો
| Updated on: Nov 28, 2024 | 8:46 PM
Share

અયોધ્યામાં કાશી- મથુરા અને સંભલ બાદ હવે અજમેર શરૂફની દરગાહનો કેસ પણ કોર્ટમાં પહોંચી ગયો છે. હિંદુ સેનાની અરજીમાં અજમેર શરીફ દરગાહને શિવમંદિર બતાવવામાં આવ્યુ છે. અજમેરની સિવિલ કોર્ટે અરજી સ્વીકારતા તમામ પક્ષકારોને નોટિસ જારી કરી જવાબ માગ્યો છે. આ અરજી પર 20 ડિસેમ્બરે આગામી સુનાવણી થશે. હિંદુ સેનાના દાવાને લઈને ઓલ ઈન્ડિયા સજ્જાદાનશીલ કાઉન્સિલના અધ્યક્ષ સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ નારાજગી વ્યક્ત કરી છે. ઓવૈસીએ આ મામલે 1991માં પૂજા સ્થળ એક્ટનો હવાલો આપતા પીએમને ઘેર્યા હતા.

યાચિકામાં રિટાયર્ડ જજ હરવિલાસ શારદાની 1911માં લખેલા પુસ્તક ‘અજમેર: હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રીપ્ટીવ’ નો હવાલો આપ્યો છે. પુસ્તકમાં દરગાહના નિર્માણમાં મંદિરનો કાટમાળ હોવાનો દાવો કરાયો છે. સાથે જ ગર્ભગૃહ અને પરિસરમાં એક જૈન મંદિર હોવાનુ પણ જણાવાયુ છે.

પુસ્તકમાં જણાવાયા છે આ તથ્યો

અરજીકર્તાના વકીલ રામસ્વરૂપ બિશ્નોઈએ નિવૃત્ત ન્યાયાધીશ હરવિલાસ શારદાના પુસ્તકને ટાંક્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે દરગાહના નિર્માણમાં હિંદુ મંદિરના કાટમાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પુસ્તકમાં દરગાહની અંદર એક ભોંયરાની વિગતો છે, જેમાં શિવ લિંગ હોવાનો દાવો કરવામાં આવે છે. પુસ્તકમાં દરગાહની રચનામાં જૈન મંદિરના અવશેષો અને તેના 75 ફૂટ ઊંચા બુલંદ દરવાજાના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા મંદિરના કાટમાળના તત્વોનો પણ ઉલ્લેખ છે.

આ શિવલિંગની પરંપરાગત રીતે બ્રાહ્મણ પરિવાર દ્વારા પૂજા કરવામાં આવતી હોવાનું કહેવાય છે, અને દરગાહના 75 ફૂટ ઊંચા દરવાજાનું માળખું જૈન મંદિરના અવશેષોની હાજરી સૂચવે છે. અરજીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને દરગાહનું સર્વેક્ષણ કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે જેથી શિવલિંગ જે વિસ્તારમાં હોવાનું કહેવાય છે ત્યાં પૂજા ફરી શરૂ કરી શકાય.

અજમેર વિશે એક રસપ્રદ તથ્ય એ છે કે પૃથ્વીરાજ ચૌહાણે પણ અહીં શાસન કર્યું હતું. જજ હરવિલાસે જણાવ્યું કે અજમેરમાં મહાન યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણના વંશજોએ આ મંદિર બનાવ્યું હતું.

શું છે દાવો ?

વાદી વિષ્ણુ ગુપ્તાના એડવોકેટ યોગેશ સિરોજાએ જણાવ્યું હતું કે સિવિલ કેસના જજ મનમોહન ચંદેલની કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી. સિરોજાએ કહ્યું, ‘દરગાહમાં શિવ મંદિર હોવાનું કહેવાય છે. અગાઉ પૂજા પાઠ થતો હતો. સપ્ટેમ્બર 2024માં પૂજા પાઠ ફરી શરૂ કરવા માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે દાવો સ્વીકારીને નોટિસ જારી કરી છે.

તેમણે કહ્યું કે આ સંબંધમાં અજમેર દરગાહ સમિતિ, લઘુમતી મંત્રાલય, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) કાર્યાલય-નવી દિલ્હીને સમન્સ જારી કરવામાં આવ્યા છે. ફરિયાદી વિષ્ણુ ગુપ્તાએ કહ્યું, “અમારી માંગ હતી કે અજમેર દરગાહને સંકટ મોચન મહાદેવ મંદિર જાહેર કરવામાં આવે અને જો દરગાહનું કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન હોય તો તેને રદ કરવામાં આવે. તેનો સર્વે ASI મારફત થવો જોઈએ અને હિન્દુઓને ત્યાં પૂજા કરવાનો અધિકાર મળવો જોઈએ.

દરગાહ સંચાલકોએ વ્યક્ત કરી ચિંતા

કોર્ટની કાર્યવાહીના જવાબમાં, દરગાહના કેરટેકર્સની દેખરેખ રાખતી અંજુમન કમિટીના સેક્રેટરી સૈયદ સરવર ચિશ્તીએ આવા વિવાદોની અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટનો હવાલો આપ્યો.

1991માં લાગુ કરાયેલા આ પ્લેસ ઓફ વર્શીપ એક્ટમાં કહેવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટ, 1947 પહેલા અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધર્મના પૂજા સ્થળને અન્ય કોઈ ધર્મના પૂજા સ્થળમાં ફેરવી શકાય નહીં. ચિશ્તીએ દરગાહના 800 વર્ષથી વધુના લાંબા ઈતિહાસને રેખાંકિત કર્યો અને દરગાહ પર ASIના અધિકારક્ષેત્ર પર વિવાદ કર્યો, જે લઘુમતી બાબતોના મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">