AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Turmeric : કાળી હળદરની ખેતીની સંપૂર્ણ માહિતી, ખેડૂતો તેની ખેતીથી થઈ શકે છે માલામાલ

આ દિવસોમાં બજારમાં ઔષધીય વસ્તુઓની માગ ઝડપથી વધી રહી છે, આવી સ્થિતિમાં ખેડૂતો (Farmers)ઔષધીય પાકની ખેતી કરીને ઘણો નફો કમાઈ રહ્યા છે. અમે ખેડૂતો માટે કાળી હળદરની ખેતી (Black Turmeric)વિશે સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ.

Black Turmeric : કાળી હળદરની ખેતીની સંપૂર્ણ માહિતી, ખેડૂતો તેની ખેતીથી થઈ શકે છે માલામાલ
Cultivate black turmericImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 3:01 PM
Share

ખેડૂતો હવે પરંપરાગત ખેતી કરવાની સાથે આધુનિક ખેતી (Modern farming) તરફ વળ્યા છે, કારણ કે તેઓ તેમાં વધુ નફો જોઈ રહ્યા છે. આમાંથી એક ઔષધીય પાક પણ છે. આ દિવસોમાં બજારમાં ઔષધીય વસ્તુઓની માગ ઝડપથી વધી રહી છે, આવી સ્થિતિમાં ખેડૂતો (Farmers) ઔષધીય પાકની ખેતી કરીને ઘણો નફો કમાઈ રહ્યા છે. ત્યારે કોઈ નવા પાકને લઈ ખેડૂતોને ઘણા પ્રશ્નો હોય છે તેવી જ રીતે હળદરને લઈ પણ ઘણા લોકોનેે તેની ખેતી વિશે પ્રશ્નો રહે છે ત્યારે અમે ખેડૂતો માટે કાળી હળદરની ખેતી (Black Turmeric)વિશે સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ.

કાળી હળદરની ખેતીના ફાયદા

આપને જણાવી દઈએ કે હળદરની જેમ કાળી હળદરની માગ પણ બજારોમાં ઘણી વધારે છે, પરંતુ તેનું ઉત્પાદન ઓછું છે. આવી સ્થિતિમાં ખેડૂતો તેની ખેતી કરીને મોટો નફો મેળવી શકે છે. ઘણી ઓનલાઈન વેબસાઈટ પર તમને કાળી હળદર 500 થી 4000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી જોવા મળશે. ધારો કે તમારી કાળી હળદર માત્ર 500 રૂપિયામાં વેચાય તો પણ અનુમાન લગાવો કે 15 ક્વિન્ટલમાં તમને 7 થી 8 લાખ રૂપિયાનો ફાયદો થશે.

કાળી હળદરની ખેતી વિશે સંપૂર્ણ માહિતી

સમય– જૂન મહિનો તેની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

માટી– આ માટે એવી માટી સૌથી યોગ્ય માનવામાં આવે છે, જેમાં ભેજધારણની શ્રેષ્ઠ ક્ષમતા હોય છે. આ જ કારણ છે કે લોમ માટી તેની ખેતી માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. આ ઉપરાંત રેતાળ, લોમ, મટિયાર, મધ્યમ જમીનમાં પણ તેની ખેતી કરી શકાય છે. માટીનું pH 5 થી 7 હોવી જોઈએ. ચીકણી કાળી માટીવાળી અને મિશ્રિત જમીનમાં તેની ખેતી ન કરવાની સલાહ આપવામાં આવે છે.

હવામાન– કાળી હળદર 15 થી 40 ડિગ્રી તાપમાનમાં ઉગાડવામાં આવે છે, કારણ કે તેના છોડ ભારે ઠંડી અને પ્રતિકૂળ હવામાનને સહન કરી શકે છે.

સિંચાઈ– તેની ખેતી માટે વધારે પાણીની જરૂર પડતી નથી. તેની સિંચાઈ માટે વરસાદનું પાણી પૂરતું છે. હા, તેની ખેતીમાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ખેતરની તૈયારી એવી રીતે કરવી જોઈએ કે વરસાદનું પાણી તેમાં રોકાઈ ન જાય.

બીજ– એક હેક્ટર માટે લગભગ 2 ક્વિન્ટલ કાળી હળદરના બીજની જરૂર પડે છે. આ દરમિયાન માત્ર સુધારેલી જાતોના જ બીજ પસંદ કરો.

જંતુનાશકો – તેના પાક માટે જંતુનાશકોની જરૂર નથી, કારણ કે તેના છોડને રોગ લાગતો નથી. જો કે, ખેતી કરતા પહેલા તેમાં છાણના ખાતરનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવાથી હળદરનું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.

આપને જણાવી દઈએ કે કાળી હળદર તેના ઔષધીય ગુણો માટે પ્રખ્યાત છે. તેનો ઉપયોગ આયુર્વેદ, હોમિયોપેથ અને ઘણી મહત્વપૂર્ણ દવાઓ બનાવવામાં થાય છે. આ સાથે, તેનો ઉપયોગ ત્વચાની સંભાળ તરીકે પણ થાય છે. આવી સ્થિતિમાં, તેની માગ આખા વર્ષ દરમિયાન બજારમાં રહે છે. તેથી જો ખેડૂતો ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને ખેતી કરે તો જ તેમને નફો મળશે. તેમ છતા કૃષિ નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.

g clip-path="url(#clip0_868_265)">