મોદી સરકારની આ યોજના દ્વારા સરળતાથી બની જશે કિસાન ક્રેડિટ કાર્ડ, આ રીતે કરો અરજી

Kisan Credit Card: તમે જે બેંકમાંથી KCC લેવા માંગો છો તેની અધિકૃત વેબસાઇટ પર અરજી કરી શકો છો અથવા તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-kisan Scheme)ના અધિકૃત પોર્ટલ દ્વારા અરજી કરીને લાભો મેળવી શકો છો.

મોદી સરકારની આ યોજના દ્વારા સરળતાથી બની જશે કિસાન ક્રેડિટ કાર્ડ, આ રીતે કરો અરજી
Kisan Credit Card (TV9 Digital)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 8:10 AM

જો તમે ખેડૂત છો અને ખેતી માટે પૈસાની જરૂર હોય, તો તમે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC-Kisan Credit Card)ની મદદ લઈ શકો છો. અહીં તમને સૌથી સસ્તા દરે પૈસા મળશે. આ માટે અરજી કરવી ખૂબ જ સરળ છે. આ માટે ખેડૂત ભાઈઓ-બહેનો બે રીતે ઓનલાઈન અરજી કરી શકે છે. તમે જે બેંકમાંથી KCC લેવા માંગો છો તેની અધિકૃત વેબસાઇટ પર અરજી કરી શકો છો અથવા તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-kisan Scheme)ના અધિકૃત પોર્ટલ દ્વારા અરજી કરીને લાભો મેળવી શકો છો. PM કિસાન યોજના દ્વારા KCC બનાવવું ખૂબ જ સરળ છે. તમને તેની વેબસાઇટ પર KCC એપ્લિકેશન ફોર્મનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

KCC એ અરજી પૂર્ણ થયાની અને સબમિટ કર્યાની તારીખથી 14 દિવસની અંદર મંજૂર કરવાની રહેશે. નહિંતર, તમે બેંક મેનેજર સામે ફરિયાદ કરી શકો છો. બેંકો સામાન્ય રીતે કિસાન ક્રેડિટ કાર્ડ સરળતાથી બનાવતી નથી. આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે ક્રેડિટ કાર્ડ યોજનાને પીએમ કિસાન યોજના સાથે જોડી દીધી છે. હકીકતમાં પીએમ કિસાન યોજનામાં દેશના લગભગ 12 કરોડ ખેડૂતોની સંપૂર્ણ વિગતો સરકાર પાસે આવી છે. જેમાં આધાર કાર્ડ, રેવન્યુ રેકોર્ડ, બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર સામેલ છે.

પીએમ કિસાન યોજનાએ કામ સરળ બનાવ્યું છે

પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓનો સંપૂર્ણ ડેટા એપ્રુવ્ડ છે. ત્યાર બાદ જ પૈસા મળી રહ્યા છે. તેથી, જો PM કિસાન યોજનાનો લાભાર્થી KCC માટે અરજી કરે છે, તો બેંક તેના રેકોર્ડ અંગે કોઈ પ્રશ્ન ઉઠાવી શકશે નહીં. તે ફિઝિકલ વેરિફિકેશન કરશે. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના 1998 માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળે છે. ખેડૂત તેનો ઉપયોગ બિયારણ, ખાતર, જંતુનાશકો જેવી કૃષિ સામગ્રી ખરીદવા માટે કરી શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કેવી રીતે અરજી કરવી?

PM કિસાન યોજનાની વેબસાઈટ પર જમણી બાજુએ ફાર્મર કોર્નરમાં કેસીસી ફોર્મ ડાઉનલોડ(Download KCC Form)કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેની પ્રિન્ટ કાઢીને ભરો. ફોર્મમાં દાખલ કરેલ તમામ માહિતી આપો. દસ્તાવેજો જોડો અને તમારું જે પણ બેંકમાં ખાતું હોય તે બેંકમાં જઈને તમારું અરજીપત્રક સબમિટ કરો. SBI, PNB, HDFC અને ICICI સહિતની તમામ બેંકો આ સુવિધા પૂરી પાડે છે.

KCC નિયમોમાં શું ફેરફાર આવ્યો

  1. મોદી સરકારે 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન પર સર્વિસ ટેક્સ, પ્રોસેસિંગ ફી, ઇન્સ્પેક્શન અને લેજર ફોલિયો ચાર્જ નાબૂદ કર્યા છે. આ રીતે, આ બધાને જોડીને, હવે ખેડૂતોને અરજી કરતી વખતે જ પાંચ હજાર રૂપિયા સુધીની બચત થાય છે. કોઈપણ બેંક કોઈપણ KCC અરજદાર પાસેથી આ બધા પૈસા વસૂલ કરી શકશે નહીં.
  2. KCC યોજના હેઠળ ખેડૂતોને ખેતી માટે ગેરંટી વગર માત્ર 1 લાખ રૂપિયા મળતા હતા. હવે તે રકમ વધારીને 1.60 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે હવે ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર વધુ પૈસા મળી શકશે.
  3. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે ઓળખ કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જમીનનો રેકોર્ડ અને ફોટો આપવાનો રહેશે. મોદી સરકારે બેંકોને કડક શબ્દોમાં કહ્યું છે કે અરજી સ્વીકાર્યાના બે સપ્તાહની અંદર KCC બનાવવાની આપવાનું જ રહેશે.

કેટલા વ્યાજદર પર લોન ઉપલબ્ધ છે

જો કે, KCC પર લોનનો વ્યાજ દર 9% છે. પરંતુ ખેડૂતોને મદદ કરવા માટે સરકાર આમાં 2% સબસિડી આપે છે. જો તમે સમયસર બેંકને વ્યાજ સાથે પૈસા પરત કરો છો, તો 3% વધુ રિબેટ મળે છે. આ રીતે માત્ર 4 ટકા વ્યાજ લેવામાં આવે છે.

આ પણ વાંચો: ખેડૂતોના લાભ માટે મોદી સરકાર પાંચ દિવસ સુધી ચલાવશે વિશેષ અભિયાન

આ પણ વાંચો: Success Story: લગ્નની સીઝનમાં ફૂલની કિંમતમાં થયો વધારો, ખેડૂતોએ સારા ભાવની આશા કરી વ્યક્ત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">