valsad: વાપીમાંથી NCB એ મેફેડ્રિંન ડ્રગ્સનો 4.5 કિલોના જથ્થા સાથે 2 જણાને ઝડપ્યા, ડ્રગ્સની સાથે 85 લાખની રોકડ પણ જપ્ત કરી
વાપીમાંથી મેફેડ્રિંન ડ્રગ્સના 4.5 કિલોનો જથ્થા સાથે 2 વ્યક્તિઓને એનસીબીએ પકડ્યા
valsad: વાપીમાંથી મેફેડ્રિંન ડ્રગ્સનો (mephedrine drugs) 4.5 કિલોનો જથ્થો ઝડપાયો છે. નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોએ ( NCB ), દરોડા પાડીને મેફેડ્રિંન ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. સાથોસાથ રૂપિયા 85 લાખ રોકડા પણ મળી આવ્યા છે. દવાની ફેકટરીમાં ગેરકાયદે રીતે મેફેડ્રિંન ડ્રગ્સનું ( mephedrine drugs) ઉત્પાદન કરવામાં આવતુ હતુ. દવાઓનું ઉત્પાદન કરતા સોનુ રામનિવાસ સહિત બે શખ્સની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
નારકોટીક્સ ક્ંટ્રોલ બ્યુરો દ્વારા પકડી પાડવામાં આવેલા મેફેડ્રિન ડ્રગ્સના જથ્થાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 4 કરોડ 50 લાખની આંકવામાં આવી રહી છે. ડ્રગ્સ કેસના માસ્ટરમાઈન્ડ ગણાતા પ્રકાશ પટેલ મેફેડ્રિંન ડ્રગ્સ બનાવતો હતો. જ્યારે તેની સાથે ઝડપાયેલ સોનુ રામનિવાસ અલગ અલગ જગ્યા પર એમડી ડ્રગ્સ આપવા જતો હતો.
એવુ કહેવાઈ રહ્યુ છે કે, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોએ (NCB) એ ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી મોટી કાર્યવાહી વલસાડના વાપીમાં હાથ ધરી છે. નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોએ (NCB) એ મેફેડ્રિંન ડ્રગ્સનો આટલો મોટો જથ્થો અને રોકડ રકમ પ્રથમ વખત NCBએ ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચોઃ દુનિયાનો એક એવો ખતરનાક કેદી, જેણે પોતાના માટે 5 સ્ટાર જેલ બનાવડાવી હતી
આ પણ વાંચોઃ Crime News: બેરોજગારો સાથે લાખોની ઠગાઇ કરનારા Fake Call Center નો થયો પર્દાફાશ, 9 યુવતીઓ સહિત 11 લોકો ઝડપાયા