AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરનાર ટીચર નફીસા અટારીની ધરપકડ, વોટ્સએપ પર લગાવ્યું હતું ‘We Won’ સ્ટેટસ

ICC T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરનાર ટીચર નફીસા અટારીની પોલીસે ધરપકડ કરી છે.

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરનાર ટીચર નફીસા અટારીની ધરપકડ, વોટ્સએપ પર લગાવ્યું હતું 'We Won' સ્ટેટસ
Teacher Nafisa Atari arrested
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 7:48 PM
Share

ICC T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરનાર ટીચર નફીસા અટારીની પોલીસે ધરપકડ કરી છે. જોકે બાદમાં નફીસાએ માફી માંગી હતી. હકીકતમાં પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવ્યા બાદ નફીસા વિરુદ્ધ ઉદયપુરના અંબામાતા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ 27 ઓક્ટોબરે નફીસાની ધરપકડ કરવામાં આવી હતી.

જોકે સાંજે જ તેને જામીન મળી ગયા હતા. આ મામલો વધ્યા પછી નફીસાએ કહ્યું કે, તેણે મજાકમાં આ લખ્યું છે. જો તેનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો તે તેના માટે માફી માંગે છે. તેણીએ સ્પષ્ટતા કરી કે અન્ય લોકોની જેમ તે પણ દેશને પ્રેમ કરે છે. આ સાથે નફીસાએ કહ્યું હતું કે ‘આઈ લવ ઈન્ડિયા’.

પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવતા પોલીસે (Udaipur Police) નફીસાની ધરપકડ કરી હતી. વાસ્તવમાં મેચમાં પાકિસ્તાનની જીત બાદ નફીસાએ ‘વી વોનનો’ સ્ટેટસ લગાવ્યું હતું. પોલીસે તેની સામે કલમ 153બી હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલો રાષ્ટ્રીય એકતા વિરુદ્ધ થઈ રહેલા કામ સાથે જોડાયેલો છે. તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, શિક્ષિકા નફીસા અટારીએ પાકિસ્તાનની જીત પર ખુશી વ્યક્ત કરી. મેચ પુરી થયા બાદ ટીચરે વોટ્સએપ પર પાકિસ્તાની ક્રિકેટરોના ફોટા મુકીને વી વોન એટલે કે અમે જીતી ગયાનું સ્ટેટસ પોસ્ટ કર્યું હતું.

નફીસા અટારીએ ભૂલ માટે માફી માંગે છે

આ ફોટો વાયરલ થતા જ ખળભળાટ મચી ગયો હતો. મામલો ગરમાયા બાદ સ્કૂલે નફીસાને પણ કાઢી મુકી હતી. જે બાદ પોલીસે નફીસાની પણ ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે, લોકોના ગુસ્સા બાદ નફીસાએ સ્પષ્ટતા કરી હતી કે, તે પરિવાર સાથે મેચ જોઈ રહી હતી. સભ્યોએ તેમની ટીમો વિભાજિત કરી. તે પાકિસ્તાનનું સમર્થન કરતી હતી. આથી તેણે પાકિસ્તાનની ટીમને જીતવા પર વી વોન લખ્યું. આ સાથે તેણે સ્પષ્ટ કર્યું કે તે દેશને ખૂબ પ્રેમ કરે છે.

મેચમાં પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો

નફીસાએ સ્પષ્ટતા કરી કે, જ્યારે ફોટો વાયરલ થયા પછી કોઈએ તેને મેસેજ કરીને પૂછ્યું હતું કે, શું તે પાકિસ્તાનનું સમર્થન કરે છે. જેના જવાબમાં તેણે હા લખી હતી. શિક્ષિકાનું કહેવું છે કે, તેનો અર્થ એવો નથી કે, તે પાકિસ્તાનને સમર્થન આપે છે. તેણે કહ્યું કે, તે ભારતને ખૂબ પ્રેમ કરે છે. તેણે કહ્યું કે, એટલા માટે તેણે રાત્રે જ વોટ્સએપ સ્ટેટસ ડિલીટ કરી દીધું. પોતાની ભૂલ માટે નફીસાએ હાથ જોડીને લોકોની માફી પણ માંગી હતી.

આ પણ વાંચો: IBPS RRB Result 2021: ઓફિસર સ્કેલ I અને ઓફિસ આસિસ્ટન્ટનું પ્રોવિઝનલ લિસ્ટ થયુ જાહેર, આ રીતે ચકાસો

આ પણ વાંચો: UPSC Prelims Result 2021: સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરિક્ષાના પરિણામો થયા જાહેર, સીધી લિંક દ્વારા કરો ચેક

g clip-path="url(#clip0_868_265)">