સુરત : ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાતમાં સુરત જિલ્લામાં થયેલ યુવતીની હત્યાને લઈ તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યા છે. ત્યારે આ કેસમાં તટસ્થ તપાસ કરાય તે માટે ગૃહમંત્રી દ્વારા આદેશ આપતા સુરત રેન્જ આઈજી દ્વારા તાત્કાલિક SITની રચના કરી હતી.

સુરત : ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર
Surat: Fenil, accused in Grishma murder case, granted 3-day remand
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 16, 2022 | 7:48 PM

Suratમાં કામરેજના પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની (Grishma Vekaria)ફેનિલ નામના યુવક દ્વારા ઘાતકી હત્યા (Murder) કરવામાં આવી હતી. ગત રોજ ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કામરેજ પોલીસે કબજો મેળવ્યો હતો. કામરેજ પોલીસ દ્વારા રિમાન્ડ માટે ફેનિલને કઠોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને સરકારી વકીલ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર 5 દિવસના રિમાન્ડની (Remand) માગ કરવામાં આવી હતી. ત્યારે સુરત કઠોર કોર્ટે 3 દિવસ એટલે કે તારીખ 19.02.2022 ના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

ગુજરાતમાં સુરત જિલ્લામાં થયેલ યુવતીની હત્યાને લઈ તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યા છે. ત્યારે આ કેસમાં તટસ્થ તપાસ કરાય તે માટે ગૃહમંત્રી દ્વારા આદેશ આપતા સુરત રેન્જ આઈજી દ્વારા તાત્કાલિક SITની રચના કરી હતી. અને, તપાસ તેજ કરી ત્યારે હોસ્પિટલમાંથી ફેનિલ ડીસ્ચાર્જ થતા જ તેની કામરેજ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને આ ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે. જેમાં એક એસપી, બે ડીવાયએસપી, 5 પીઆઈ, પીએસઆઈ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ છે.

અને, આ કેસની તપાસમાં સુપરવિઝન DYSP બી.કે. વનાર કરી રહ્યા છે. આ કેસમાં પોલીસ તપાસમાં ડિજિટલ એવીડન્સ કલેક્ટ કરવામાં આવ્યા છે. તેમજ ફોરેન્સિક વિભાગની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી, પહેલા તો આરોપીની ઓળખ પરેડ કરવાની સાથે ઇન્ટેરોગેશન કરવામાં આવી રહ્યું છે. બાદમાં આરોપીએ જ્યારે ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે નશો કર્યો હોય તેવું હાલ કંઈ સામે આવ્યું નથી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ઝડપથી ચાર્જશીટ ફાઈલ થાય તે માટેના પ્રયાસ કરાયા છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરી હતી. જેથી આ ઘટનાને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથે જ ગ્રીષ્માના પરિવાર પ્રત્યે લોકો સહાનૂભૂતિ દાખવી રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું તેની માતા અને ભાઈની નજર સામે સરાજાહેર ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. છેલ્લા ઘણા દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. યુવકે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું.

જે બાદ યુવતીના મોટા પપ્પાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી. અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. હત્યારા યુવકનો આંતક આ સુધી સિમિત રહ્યો ન હતો. મોડેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી. અને ત્યાર બાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી.

આરોપીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. ગત રોજ ફેનિલને રજા આપવામાં આવતા કામરેજ પોલીસે કબજો મેળવ્યો હતો. જ્યારે ફેનિલે હત્યા કર્યા બાદ માત્ર દવા પીવાનું નાટક અને હાથ પરની નસ નહીં પણ માત્ર ચામડી કાપી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આજે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂંક કરવામાં આવી હતી. અને કઠોર કોર્ટમાં ફેનીલને રજૂ કરી અલગ અલગ 7 મુદાઓ જેમાં મહત્વના 1) ગુનો કરવામાં બે મોટા છરાનો ઉપયોગ કરેલ છે. તે પૈકી એક છરો ક્યાંથી કોની પાસે અને કેવી રીતે મેળવેલ છે. તે બાબતે ઉંડાણપુર્વકની તપાસ કરવા 2) હાલના આરોપી ઉપરાંત અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ ? તે અંગે આ આરોપીને સાથે રાખી ઉંડાણપુર્વકની તપાસ કરવા. 3) આરોપીને સાથે રાખી ઘટના અંગેનું રીકન્સ્ટ્રકશન પંચનામુ કરવાનું હોય.

આમ આવા તમામ મુદાઓ ને ધયનમાં રાખી 5 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. ત્યારે સુરત જિલ્લા કઠોર કોર્ટ દ્વારા તમામ દલીલો સાંભળ્યા બાદ આરોપી ફેનીલના 3 દિવસ એટલે કે તારીખ 19.02.2022 ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મજૂર કરતા ની સાથે કામરેજ પોલીસ તપાસ શરૂ કરી છે. જ્યારે ફેનીલને સાથે રાખી પોલીસ રિકન્ટ્રકશન પણ કરશે. જેથી તપાસમાં કોઈ કચાસ ન રહે હાલમાં તો આ SIT દ્વારા તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : RAJKOT : સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજકોટને નર્મદાનું પાણી અપાશે, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીએ આપી ખાતરી

આ પણ વાંચો : કચ્છ : સરકારની ખનીજ નિતીથી નારાજ બેન્ટોનાઇટ ઉદ્યોગકારો હવે વિજ સમસ્યાથી પરેશાન

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">