Surat: તેના જ ઘરના ગુપ્ત રુમમાં સંતાયેલા કુખ્યાત સજ્જુ કોઠારીને ક્રાઈમ બ્રાન્ચે સ્પેશિયલ ઓપરેશન કરીને ઝડપી પાડ્યો

ફર્નિચરની આડમાં એ રીતે ગુપ્ત રુમ બનાવ્યો હતો કે , પોલીસ કે અન્ય એજન્સીઓ પણ ચોક્કસ બાતમી હોવા છતાં પણ જો તેને પકડવા માટે જાય તો વિલે મોઢે પાછું પડવું પડે.

Surat: તેના જ ઘરના ગુપ્ત રુમમાં સંતાયેલા કુખ્યાત સજ્જુ કોઠારીને ક્રાઈમ બ્રાન્ચે સ્પેશિયલ ઓપરેશન કરીને ઝડપી પાડ્યો
Surat Crime Branch nabbed accused Sajju Kothari from his house
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 26, 2022 | 10:16 AM

સુરત (Surat) શહેર ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) કુખ્યાત સજજુ કોઠારીને ઝડપી પાડ્યો છે. સજ્જુ કોઠારી પર સુરત શહેરમાં હત્યા, હત્યાની કોશિશ તથા બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવવા, સરકારી જમીનો પર કબજો કરવા અને પોલીસ પર હુમલો તથા ગુજસીટોકના ગુના નોંધાયેલા છે. સજ્જુ કોઠારી તેના નાનપુરા જમરૂખ ગલીના બંગલામાં બનાવેલ ગુપ્ત રૂમમાંથી ઝડપાયો હતો. પોલીસ (Surat Police) સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નાનપુરા જમરૂખગલી ખાતે રહેતા કુખ્યાત સાજીદ ઉર્ફે સજજુ કોઠારી સામે શહેર જુદાં – જુદાં પોલીસ મથકમાં હત્યાની કોશિશ તેમજ ખંડણી ઉઘરાવવા અને જુગારની કલબ ચલાવવા ઉપરાંત પોલીસ પર હુમલા સહિતના સંખ્યાબંધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે .

ભૂતકાળમાં રાંદેર પોલીસ દ્વારા લાજપોર જેલમાંથી બહાર નીકળતી વખતે તેની અટકાયત કરવાની કોશિશ દરમિયાન પીએસઆઇ સહિતના સ્ટાફ પર હુમલો કરી સજ્જુ કોઠારી ફરાર થઇ ગયો હતો. આ મામલે સજ્જુ કોઠારી સામે સિંચન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ઉપરાંત ગુજરાતમાં પહેલી વખત જ બનેલા કિસ્સામાં સજજુ કોઠારી ઉપર બીજી વખત ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયેલ સજ્જ કોઠારી લાજપોર જેલની બહાર જ પોલીસ ઉપર હુમલો કરી ફરાર થઇ જતા સુરત શહેર પોલીસની બ્રાન્ચ તેને પકડવા માટે ભારે મથામણ કરતી હતી . જોકે , શહેર પોલીસના વિવિધ બ્રાંચની તપાસ દરમિયાન પણ સજજુ કોઠારીને કોઇ ખબર મળતા ન હતા.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કુખ્યાત સાજીદ ગુલામમોહમ્મદ કોઠારી ઉર્ફે સજજુ કોઠારી તેના નાનપુરા, જમરૂખગલી ખાતે આવેલા નિવાસસ્થાનની અંદર જ બનાવવામાં આવેલા ગુપ્ત રૂમમાં છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધરી સજજુ કોઠારીને તેમના નિવાસસ્થાનની અંદર જ બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડયો હતો.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન કોઠારી તેના દીવાસાની અંદર જ બનાવેલ ગુપ્ત રૂમ જોઇને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઇ ગઇ હતી. કેમ કે પ્રથમ દૃષ્ટિએ કોઇપણ વ્યક્તિ સજજુ કોઠારીના નિવાસસ્થાનમાં તપાસ માટે તેને ગુપ્ત રીતે બનાવેલા રૂમનો અંદાજો આવી શકે નહીં. કેમકે ફર્નિચરની આડમાં એ રીતે ગુપ્ત રુમ બનાવ્યો હતો કે , પોલીસ કે અન્ય એજન્સીઓ પણ ચોક્કસ બાતમી હોવા છતાં પણ જો તેને પકડવા માટે જાય તો વિલે મોઢે પાછું પડવું પડે.

જો કે ક્રાઇમ અને મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસ સ્ટાફે તેના નિવાસ સ્થાનમાં ઘૂસીને દિવાલ ઉપર બનાવેલ ફર્નિચર તોડીને તેને ગુપ્ત રૂમમાંથી તેને દબોચી લીધો હતો. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે સજજુ કોઠારીના બંગલાની બાજુમાં રહેતા તેના સાગરિત સમીર સલીમ શેખને પણ તેના ઘરના તાળા તોડી અંદરથી ઝડપી પાડયો હતો.

આ પણ વાંચો-

હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના સ્વાગતનો ભવ્ય સમારોહ યોજાયો, અરવિંદ કુમારે કહ્યુ સિનિયરો તૈયાર કરે જુનિયર વકીલોને

આ પણ વાંચો-

Amit Shah Gujarat Visit Live : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે,જનતાને 307 કરોડના વિકાસ પ્રોજેક્ટની મળશે ભેટ

g clip-path="url(#clip0_868_265)">