Amit Shah Gujarat Visit Highlights : આજે સૌને લાગે છે કે ભારત ઉત્પાદન ક્ષેત્રે વિશ્વનુ હબ બની શકે છે – અમિત શાહ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 7:40 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Amit Shah Gujarat Visit Highlights : આજે સૌને લાગે છે કે ભારત ઉત્પાદન ક્ષેત્રે વિશ્વનુ હબ બની શકે છે - અમિત શાહ
Amit Shah Gujarat Visit Live Updates

Amit Shah Gujarat Visit Highlights : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) વધુ એકવાર ગુજરાતની મુલાકાતે છે. આમ તો ગુજરાત (Gujarat) ગૃહમંત્રી અમિત શાહ તથા PM નરેન્દ્ર મોદીનું હોમ ટાઉન છે. પરંતુ યુપી ચૂંટણી બાદ ગુજરાતના નેતાઓની હિલચાલ વધી ગઈ છે. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Assembly elections) પણ નજીક આવી રહી છે ત્યારે આ પ્રવાસ ખુબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. યુપીના CM ની શપથ વિધિ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સીધા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Mar 2022 07:35 PM (IST)

    Amit Shah Gujarat Visit Live : અમિત શાહે કહ્યું ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ ના જોઈ હોય તો જોઈ લેજો

    Amit Shah Gujarat Visit Live : અમિત શાહે સંબોધન દરમિયાન કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને યાદ કરી હતી. તેમણે કહ્યું કે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના જોઈ હોય તો જોઈ લેજો. કોંગ્રેસના શાસનમાં કાશ્મીરમાં ક્યા પ્રકારનો આતંક ફેલાયો હતો. તે આ ફિલ્મથી જાણી શકાશે. તેમણે એમ પણ કહ્યું કે મોદીએ કાશ્મીરમાંથી કલમ 370ને ઉખાડીને ફેંકી દીધી છે.

  • 26 Mar 2022 07:32 PM (IST)

    Amit Shah Gujarat Visit Live : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કોરોનાકાળમાં પણ વિકાસના કામો રોકાયા નથી

    Amit Shah Gujarat Visit Live : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સયન્સ સિટી શાતે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કોરોનાકાળમાં પણ વિકાસના કામો રોકાયા નથી. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ આગળ વધી રહ્યો છે. બોપલમાં ટૂંકા સમયમાં ડમ્પ સાઈટ પર ઇકોલોજીકલ પાર્ક બનાવી કચરા માંથી કંચન બનાવ્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસનો યજ્ઞ દેશમાં ચાલી રહ્યો છે.

  • 26 Mar 2022 06:03 PM (IST)

    Amit Shah Gujarat Visit Live : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાયન્સ સીટી પહોંચ્યા

    Amit Shah Gujarat Visit Live : ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાયન્સ સીટી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી પણ સાયન્સ સીટી પહોંચ્યા હતા. જ્યાંથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. જે અંતર્ગત અમિત શાહે તેમના સંસદીય ક્ષેત્રના 307 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, 20 કરોડના ખર્ચે નારણપુરામા બનેલ વૉટર ડિસ્ટીબ્યુશન સેન્ટરનું લોકાર્પણ, ગોતા, સોલા અને થલતેજમાં 20 કરોડના ખર્ચે બનેલ 826 EWS આવસનું લોકાર્પણ, સરખેજમાં 5 કરોડના ખર્ચે બનેલ સિન્થેટિક ગાર્ડનનું લોકાર્પણ, કોતરપુર વોટર પ્લાન્ટ ખાતે બનેલ 300 MLD વોટર પ્લાન્ટનું લોકાર્પણ, થલતેજ વોર્ડમાં પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત, ગોતા વોર્ડમાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત, શીલજ ખાતે આરોગ્ય વનનું ખાતમુહૂર્ત, આવાસનું લોકાર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું.

  • 26 Mar 2022 05:52 PM (IST)

    Amit Shah Gujarat Visit Live : અમિત શાહે બોપલ-ઘુમામાં ઇકોલીજી પાર્કની મુલાકાત કરી

    Amit Shah Gujarat Visit Live : એક દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહે બોપલ-ઘુમામાં ઇકોલીજી પાર્કની મુલાકાત કરી હતી. બોપલ ઘુમામાં ડમ્પ સાઈડ પર ઇકોલોજી પાર્ક ડેવલપ કરવામાં આવ્યું છે. 4 કરોડના ખર્ચે ઇકોલોજી પાર્ક ડેવલપ કરવામાં આવ્યું છે.

  • 26 Mar 2022 01:51 PM (IST)

    ભારત ઉત્પાદન ક્ષેત્રે વિશ્વનુ હબ બની શકે છે : અમિત શાહ

    અમિત શાહે સંબોધનમાં જણાવ્યુ કે, લોકોએ સ્વદેશીનો મંત્ર અપનાવ્યો છે.આજે સૌને લાગે છે કે ભારત ઉત્પાદન ક્ષેત્રે વિશ્વનુ હબ બની શકે છે.હવે દુનિયાના ટોપ મોસ્ટ દેશોમાં ભારતનો પણ સમાવેશ થઈ રહ્યો છે.

  • 26 Mar 2022 01:47 PM (IST)

    સરદાર બાગના નવીનીકરણનુ ખાતમૂહર્ત

    કલોલ ખાતે ગૃહપ્રધાન અમિત શાહે સરદાર બાગના નવીનીકરણનુ ખાતમૂહર્ત કરાવ્યુ. સાથે તેણે સંબોધનમાં જણાવ્યુ કે, વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીને અમે વિકાસની ગતિ સતત આગળ વધારી રહ્યા છીએ.

  • 26 Mar 2022 01:02 PM (IST)

    BVM ફાટક પરના ઓવરબ્રિજનુ ખાતમુહૂર્ત

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે BVM ફાટક પરના ઓવરબ્રિજનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે.

  • 26 Mar 2022 12:45 PM (IST)

    સોલા સિવિલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે સોલા સિવિલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરાવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા.

  • 26 Mar 2022 12:26 PM (IST)

    PM મોદી રોજ 18 કલાક કામ કરીને નવી યોજના અને વિચાર આપે છે : અમિત શાહ

    પોતાના જન સંબોધનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વડાપ્રધાન મોદીની પ્રશંશા કરતા કહ્યુ કે,PM મોદી રોજ 18 કલાક કામ કરીને નવી યોજના અને વિચાર આપે છે. વધુમાં તેણે જણાવ્યુ કે, ઉતર પ્રદેશમાં પહેલા 10 મેડિકલ કોલેજ હતી, પરંતુ આજે ત્યાં 40 મેડિકલ કોલેજ બની છે.જેમાં વિદ્યાર્થીઓ MBBS અને MD નો અભ્યાસ પણ કરી શકે અને સાથે લોકોને તેની સ્વાસ્થ્ય સંબધી સેવાઓ પણ નજીકમાં મળી રહે છે.

  • 26 Mar 2022 12:19 PM (IST)

    ચૂંટણીની જવાબદારીના લીધે કલોલ નહોતો આવી શક્યો : અમિત શાહ

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યુ કે,પાંચ રાજ્યોની વિધાન સભાની ચૂંટણીના કારણે કલોલ નહોતો આવી શક્યો. સાથે જ તેણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે,તે દુર-દુર સુધી દેખાઈ રહી નથી, .

  • 26 Mar 2022 12:16 PM (IST)

    આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 100 કરોડ નાગરિકોને લાભ : અમિત શાહ

    અમિત શાહે જણાવ્યુ કે, ગરીબમાં ગરીબ નાગરિકને પણ સ્વાસ્થ્ય સંબધી સેવા મળી રહે તેની ચિંતા સરકાર કરી રહી છે.આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 100 કરોડ નાગરિકોને લાભ મળી રહ્યો છે.જેમાં 5 લાખ સુધીનો સારવારનો ખર્ચ ભારત સરકાર આપી રહી છે.

  • 26 Mar 2022 12:13 PM (IST)

    ભારતના દરેક નાગરિકને સ્વાસ્થ્ય સેવા મળી રહે તે માટે પ્રયત્નશીલ

    પોતાના સંબોધનમાં અમિત શાહે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં વડાપ્રધાન મોદી દ્વારા અમલમાં મુકવામાં આવેલી યોજનાઓને યાદ કરીને જણાવ્યુ કે,ભારતના દરેક નાગરિકને કોઈ પણ ભેદભાવ વગર સ્વાસ્થ્ય સેવા મળી રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ.

  • 26 Mar 2022 12:08 PM (IST)

    PM મોદીએ ગુજરાતના ગામડાઓમાં 24 કલાક વીજળી પહોંચાડી : અમિત શાહ

    કલોલ ખાતેના જાહેર સંબોધનમાં અમિત શાહે વિપક્ષનુ નામ લીધા વગર તેના પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યુ કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતના છેવાડાના ગામડાઓમાં પણ 24 કલાક વીજળી મળી રહી છે.

  • 26 Mar 2022 12:06 PM (IST)

    કલોલમાં ગૃહપ્રધાન અમિત શાહનુ જાહેર સંબોધન

    કલોલ તાલુકાના મોટી ભોંયણ ખાતે કેન્સર રોગ જાગૃતિ તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યા બાદ અમિત શાહે કલોલમાં જાહેર સભાને સંબોધન કરી.

  • 26 Mar 2022 12:02 PM (IST)

    અમિત શાહે ભોંયણીમાં કેન્સર રોગ જાગૃતિ તાલીમની શરૂઆત કરાવી

    કલોલ તાલુકાના મોટી ભોંયણ ખાતે અમિત શાહે  કેન્સર રોગ જાગૃતિ તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો.

  • 26 Mar 2022 11:37 AM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કલોલ પહોંચ્યા, વિવિધ વિકાસકાર્યોનુ કરશે લોકાર્પણ

    અમિત શાહ કલોલ તાલુકાના મોટી ભોંયણ ખાતે વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત – લોકાર્પણ કરશે. તેમજ આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ – નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાવશે.

  • 26 Mar 2022 10:44 AM (IST)

    જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાનો પ્રારંભ

    કેન્દ્રીય ગૃહ પ્રધાનના કાર્યક્રમ પર એક નજર કરીએ તો તેઓ આજે અમદાવાદથી કલોલ સુધીના વિવિઘ વિકાસકામોનુ લોકાર્પણ કરવાના છે.હાલ અમિત શાહે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટેની ભોજન વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો છે.

  • 26 Mar 2022 10:39 AM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરાવ્યો.તમને જણાવી દઈએ કે,ગૃહપ્રધાન કલોલમાં એક જન સભાને પણ સંબોધિત કરવાના છે.

  • 26 Mar 2022 10:18 AM (IST)

    અમિત શાહની મુલાકાત મહત્વની સાબિત થશે

    વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારોના મત મેળવવા સંબંધિત મુદ્દાઓ પર પણ ધ્યાન આપવા બાબતે તૈયારીઓ થવાની સંભાવના છે. કલોલ તાલુકાની મુલાકાત ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે મહત્વની સાબિત થઈ શકે છે.

  • 26 Mar 2022 10:07 AM (IST)

    અમદાવાદથી કલોલ સુધીના વિકાસકામોનુ લોકાર્પણ

    અમિત શાહ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરશે. સાથે જ ગરીબ – જરૂરિયાતમંદ દર્દીઓ માટે શરૂ થનાર વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ કલોલ તાલુકાના મોટી ભોંયણ ખાતે સવારે 10:30 કલાકે વિવિધ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત – લોકાર્પણ તેમજ આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ – નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરશે.

  • 26 Mar 2022 09:11 AM (IST)

    ગૃહપ્રધાન અમિત શાહના કાર્યક્રમો પર એક નજર

  • 26 Mar 2022 09:09 AM (IST)

    જનતાને 307 કરોડના વિકાસ પ્રોજેક્ટની મળશે ભેટ

    ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોનુ લોકાર્પણ કરશે. તેમજ હાઉસિંગ, વોટર, બિલ્ડિંગ સહિતના પ્રોજેક્ટનુ ખાતમુર્હત કરશે.

Published On - Mar 26,2022 9:00 AM

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">